Surat : સુરતમાં હવે લેબગ્રોન ડાયમંડની ડિમાન્ડ વધતા નિકાસ પણ વધી, વેપારીઓની સંખ્યા 800ને પાર

|

Sep 27, 2021 | 8:15 AM

જેમ એન્ડ જવેલરી પ્રમોશન કાઉન્સિલ પાસેથી મળી રહેલા આંકડા પર નજર કરીએ તો બે વર્ષ પહેલા સુરતમાંથી લેબગ્રોન ડાયમન્ડ ની નિકાસ ફક્ત નામની જ હતી. જે હવે ત્રણ ગણી વધી ગઈ છે.

Surat : સુરતમાં હવે લેબગ્રોન ડાયમંડની ડિમાન્ડ વધતા નિકાસ પણ વધી, વેપારીઓની સંખ્યા 800ને પાર
Surat: Demand for Labgron Diamond has increased in Surat and exports have also increased

Follow us on

નેચરલ હીરાના(Diamond ) કટિંગ અને પોલિશિંગ માટે સુરત(Surat ) વિશ્વવિખ્યાત હતું. પરંતુ હવે લેબગ્રોન ડાયમંડ(labBron diamond ) એટલે કે આર્ટિફિશ્યલ હીરા બનાવવા માટે પણ સુરત નામના મેળવી રહ્યું છે.

સુરતના હીરા વેપારીઓ હવે લેબગ્રોન ડાયમંડના બિઝનેસમાં આગળ આવી રહ્યા છે.પાછલા બે વર્ષની વાત કરી તો સુરતમાંથી લેબગ્રોન ડાયમંડની નિકાસ 304 ટકા વધી ગઈ છે. પહેલા શહેરમાંથી ફક્ત 20 ટકા વેપારીઓ જ લેબગ્રોન ડાયમંડના બિઝનેસ સાથે જોડાયેલા હતા. હવે એની સંખ્યા 800 સુધી પહોંચી ગઈ છે.

લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીને કોરોના કાળ પણ બહુ ફળ્યો છે. પાછલા એક વર્ષમાં આર્ટિફિશ્યલ હીરાની ડિમાન્ડ વધી હતી. જેના કારણે નિકાસ પણ વધી હતી. જેમ એન્ડ જવેલરી પ્રમોશન કાઉન્સિલ પાસેથી મળી રહેલા આંકડા પર નજર કરીએ તો બે વર્ષ પહેલા સુરતમાંથી લેબગ્રોન ડાયમન્ડ ની નિકાસ ફક્ત નામની જ હતી. જે હવે ત્રણ ગણી વધી ગઈ છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

વર્ષ 2019-20ના પહેલા ચાર મહિનામાં લેબગ્રોન ડાયમંડનું એક્સપોર્ટ 121 મિલિયન યુએસ ફોલર હતું. જે વર્ષ 2021-22ના પહેલાના ચાર મહિનામાં તેનું એક્સપોર્ટ 369 મિલિયન ડોલર સુધી પહોંચી ગયું છે. બે વર્ષમાં કૃત્રિમ હીરાની નિકાસમાં આમ 304 ટકાનો ઉછાળો નોંધાયો છે. સુરતના હીરા ઉધોગમાં લેબગ્રોન ડાયમંડના 800 કરતા વધારે યુનિટ આવેલા છે. જેમાં લગભગ દોઢ લાખ જેટલા કારીગરો કામ કરી રહ્યા છે.

જે હીરા કારીગરો પહેલા નેચરલ ડાયમંડ માટે કામ કરતા હતા. તે હવે લેબગ્રોન ડાયમંડ માટે કામ કરવા માટે વળી રહ્યા છે. સુરતમાં નેચરલ ડાયમંડના અંદાજે 6 હજાર યુનિટ આવેલા છે. સુરતમાં લેબગ્રોન ડાયમંડ એસોસિયેશનના અધ્યક્ષના જણાવ્યા અનુસાર થોડા વર્ષ પહેલા સુરતમાં લેબગ્રોન ડાયમંડના વેપાર કરવા પર લોકો ડરતા હતા.

વિદેશમાં તેની ડિમાન્ડ ઓછી હતી. આ ઉપરાંત કેટલાક વેપારીઓ તેને નેચરલ હીરાની સાથે મિક્સ કરીને વેંચતા હતા. પરંતુ વિદેશમાં બે વર્ષમાં તેની ડિમાન્ડ 300 ટકા વધી છે. અમેરિકા અને હોંગકોંગમાં પણ આર્ટિફિશ્યલ ડાયમંડની ડિમાન્ડ વધી છે. જેના કારણે સુરતના હીરા વેપારીઓ પણ હવે લેબગ્રોન ડાયમંડ તરફ આકર્ષિત થયા છે.

લેબેગ્રોન ડાયમંડની નિકાસ
વર્ષ 2019(એપિલ-જુલાઈ) 121 મિલિયન યુએસ ડોલર
વર્ષ 2021(એપ્રિલ-જુલાઈ) 369 મિલિયન યુએસ ડોલર

નેચરલડાયમંડની નિકાસ
વર્ષ 2019(એપિલ-જુલાઈ) 6704 મિલિયન યુએસ ડોલર
વર્ષ 2021(એપ્રિલ-જુલાઈ) 8522 મિલિયન યુએસ ડોલર

આ પણ વાંચો : વડોદરા ગોત્રી દુષ્કર્મ કેસની તપાસ તેજ, આરોપીઓને શોધવા ક્રાઇમ બ્રાન્ચના દરોડા

આ પણ વાંચો : બનાસકાંઠામાં વહેલી સવારથી વરસાદ, ડીસામાં બે કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો

Next Article