સુપ્રીમ કોર્ટ: અકસ્માતની ઘટનામાં જો ડ્રાઇવર નશામાં હોય તો વીમા કંપની તેના દાવાને નકારી શકે છે

|

Apr 13, 2021 | 10:43 AM

અકસ્માતના એક કેસમાં આયોગના નિર્ણય સામે વીમા કંપનીએ સુપ્રીમનો સહારો લીધો હતો. આ મામલે સુનાવણીમાં સુપ્રીમે વીમા કંપનીને રાહત થાય તેવી ટિપ્પણી કરી છે.

સુપ્રીમ કોર્ટ: અકસ્માતની ઘટનામાં જો ડ્રાઇવર નશામાં હોય તો વીમા કંપની તેના દાવાને નકારી શકે છે
Supreme Court

Follow us on

સુપ્રીમ કોર્ટે સોમવારે એક કેસમાં કહ્યું હતું કે, જો ડ્રાઇવરે દારૂ પીધો હોય તો અકસ્માતની ઘટનામાં વીમા કંપનીને દાવાને નામંજૂર કરવાનો અધિકાર છે. લગભગ 14 વર્ષ પહેલા ઇન્ડિયા ગેટ નજીક ક્રેશ થયેલી લક્ઝરી પોર્શ કારના દાવાના મામલામાં ટોચની કોર્ટે આ મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી.

ગાડી ચલાવનાર વ્યક્તિ નશો કરે છે, તો વીમા કંપની તેના વીમાને નકારી શકે છે

ન્યાયાધીશ યુ.યુ. લલિત, ન્યાયમૂર્તિ ઇન્દિરા બેનર્જી અને ન્યાયાધીશ કેએમ જોસેફની ખંડપીઠે આ કેસમાં રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ આયોગના નિર્ણયને પડકારતાં કહ્યું કે, જો વાહન ચલાવનાર વ્યક્તિ નશો કરે છે અથવા ડ્રગ્સ લઈને ગાડી ચલાવે છે, તો IFFCO ટોક્યો જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડને વીમા કરારની કલમ (2 સી) ની આડમાં જવાબદાર ઠેરવી શકાય નહીં.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

વીમા કંપની આયોગના ચૂકાદા સામે આવી સુપ્રીમમાં

આયોગે તે સમયે પોતાના ચૂકાદામાં વીમા કંપનીના દાવાને નકારી કાઢવાનો ચુકાદો આપ્યો હતો. વીમા કંપનીએ આયોગના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં કાર્યવાહી કરી હતી. 181 પાનાનો ચુકાદો લખનારા ન્યાયમૂર્તિ જોસેફે યુકે, સ્કોટલેન્ડ અને યુએસના કાયદા, તબીબી પુરાવાઓને પણ ટાંક્યા હતા.

શું હતી સમગ્ર ઘટના

આ કાર પર્લ બેવરેજીસ લિમિટેડ કંપનીની હતી, જેને ઘટના સમયે 22 ડિસેમ્બર, 2007 ની શિયાળાના સમયમાંમાં અમન બંગિયા ચલાવી રહ્યો હતો. આરોપ છે કે ત્યારે અમન દારૂના નશામાં અને બેદરકારીથી કાર ચલાવતો હતો અને ઈન્ડિયા ગેટ ખાતે ચિલ્ડ્રન્સ પાર્ક પાસે એક ફૂટપાથ ઉપર ટકરાયો હતો અને કાર પલટી ખાઇ ગઇ હતી. જેને કારને કારમાં આગ લાગી ગઈ હતી. કાર સંપૂર્ણ રીતે ખલાસ થઇ ગઈ હતી.

આ મામલે વીમા કંપનીની અરજીની સુનાવણી સુપ્રીમ કોર્ટે કરી હતી. આ સુનાવણીમાં સુપ્રીમે કહ્યું હતું કે જો ડ્રાઈવર દારુના નશામાં ગાડી ચલાવતો હોય અને અકસ્માતની ઘટના બને છે તો વીમા કંપની તેના વીમાના દાવાને નકારી શકે છે.

 

આ પણ વાંચો: CEC Sushil Chandra: જાણો કોણ છે નવા મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રા, ગુજરાત સાથે શું છે કનેક્શન

આ પણ વાંચો: વૈજ્ઞાનિકોની ચેતવણી: વેક્સિનેશન બાદ પણ જાળવવી પડશે આ આ પ્રકારની સાવધાની

Next Article