વિદ્યાર્થીઓ માટે ખુશખબર! એર ઇન્ડિયાની ફ્લાઇટ્સ પર મળશે મોટી છૂટ, 10 કિલો વધારાનો સામાન લઈ જવાની સુવિધા અને એમાંય મફતમાં….

હવે વિદ્યાર્થીઓને એર ઇન્ડિયાની ફ્લાઇટ્સ પર શાનદાર છૂટ મળશે. આ નિર્ણયથી દેશના ખૂણે ખૂણે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની મુસાફરી વધુ સરળ અને સસ્તી બનશે.

વિદ્યાર્થીઓ માટે ખુશખબર! એર ઇન્ડિયાની ફ્લાઇટ્સ પર મળશે મોટી છૂટ, 10 કિલો વધારાનો સામાન લઈ જવાની સુવિધા અને એમાંય મફતમાં....
Image Credit source: AI Generated
| Updated on: Nov 29, 2025 | 8:11 PM

ભારતીય વિદ્યાર્થીઓ માટે એક સારા સમાચાર બહાર આવ્યા છે. શિક્ષણ મંત્રાલય હેઠળ આવતા NCERT એ જાહેરાત કરી છે કે, હવે APAAR ID (Automated Permanent Academic Account Registry) વેરિફાય કરનાર વિદ્યાર્થીઓને એર ઇન્ડિયાની ડોમેસ્ટિક ફ્લાઇટ્સ પર શાનદાર છૂટ મળશે.

આ જાહેરાત 28 નવેમ્બરના રોજ એક સત્તાવાર ટ્વીટ દ્વારા શેર કરવામાં આવી હતી. APAAR ID ને “One Nation, One Student ID” તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક ડિજિટલ ઓળખ કાર્ડ છે, જે દરેક વિદ્યાર્થી સાથે જોવા મળે છે. આ સિંગલ ID તમારી બધી શૈક્ષણિક માહિતી (ભલે તમે શાળા, કોલેજ અથવા શહેર બદલો) સાથે રાખશે.

ફ્લાઇટ્સ પર 10% સીધી છૂટ

જો વિદ્યાર્થીઓ પોતાની APAAR ID વેરિફાઈ કરી દે છે, તો તેઓ એર ઇન્ડિયાની સ્થાનિક ફ્લાઇટ્સ પર 10% સીધી છૂટ મેળવી શકે છે. આ સાથે જ 10 કિલો વધારાનો સામાન લઈ જવાની સુવિધા પણ મળશે. આટલું જ નહીં, ટિકિટની તારીખ એકવાર બદલવાની સુવિધા પણ મફત આપવામાં આવશે.

યુવાનોને રાહત

વિદ્યાર્થીઓ માટે મુસાફરી ખર્ચ ઘણીવાર એક મોટી સમસ્યા બની જાય છે. ભાડું, સામાનનું વજન અને ટિકિટ ઘણી વખત બજેટ બગાડી નાખે છે પરંતુ APAAR ID ની મદદથી હવે ફ્લાઇટ મુસાફરી હવે બોજરૂપ રહેશે નહીં. દેશના ખૂણે ખૂણે અભ્યાસ કરતા યુવાનોને મુસાફરીમાં રાહત મળશે.

માત્ર APAAR IDને ઓનલાઈન વેરિફાઇ કરવાની જરૂર છે. ત્યારબાદ બુકિંગ કરતી વખતે વિદ્યાર્થીઓ સરળતાથી આ લાભ લઈ શકે છે. વધુ માહિતી માટે NCERT અથવા સત્તાવાર APAAR પોર્ટલ પર મુલાકાત લો.

આ પણ વાંચો: કોઈપણ વ્યક્તિના મૃત્યુ પછી PAN કાર્ડ, Voter ID, પાસપોર્ટ અને ડ્રાઇવિંગ લાઇસન્સ કેવી રીતે Deactivate કરવા?