શેરબજારની મજબૂત શરૂઆત : સેન્સેક્સ અને નિફટીમાં 1% નો ઉછાળો

શનિવારે શેરબજારમાં સામાન્ય કારોબાર રહેશે. આજે સવારે 9:15 થી બપોરે 3:30 વાગ્યા સુધી માર્કેટમાં લાઈવ ટ્રેડિંગ થશે.જોકે, શુક્રવારના સોદા હવે મંગળવારે સેટલ  થશે કારણ કે પ્રાણ પ્રતિષ્ઠાને કારણે સોમવારે શેરબજારમાં રજા રહેશે. આજે વૈશ્વિક બજારમાંથી સકારાત્મક સંકેતો મળી રહ્યા છે.

શેરબજારની મજબૂત શરૂઆત : સેન્સેક્સ અને નિફટીમાં 1% નો ઉછાળો
| Edited By: | Updated on: Jan 20, 2024 | 9:19 AM

શનિવારે શેરબજારમાં સામાન્ય કારોબાર રહેશે.શેરબજારે દમદાર શરૂઆત કરી છે. આજે સવારે 9:15 થી બપોરે 3:30 વાગ્યા સુધી માર્કેટમાં લાઈવ ટ્રેડિંગ થશે.જોકે, શુક્રવારના સોદા હવે મંગળવારે સેટલ  થશે કારણ કે પ્રાણ પ્રતિષ્ઠાને કારણે સોમવારે શેરબજારમાં રજા રહેશે. આજે વૈશ્વિક બજારમાંથી સકારાત્મક સંકેતો મળી રહ્યા છે. ગઈ કાલે શુક્રવારે સેન્સેક્સ  496 પોઈન્ટ ચઢીને 71,683 પર બંધ થયો હતો.

Stock Market Opening(20 January 2024)

  • SENSEX  : 72,008.30 +821.44 
  • NIFTY      : 21,706.15  +243.90 

સોમવારે  શેરબજાર બંધ રહેશે

અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહને કારણે સોમવારે  શેરબજાર બંધ રહેશે. સોમવારે શેરમાં કોઈ ટ્રેડિંગ થશે નહીં. નેશનલ સ્ટોક એક્સચેન્જએ જણાવ્યું છે કે 22 જાન્યુઆરી સોમવારના રોજ શેરબજાર બંધ રહેશે જ્યારે આજે શનિવારે શેરબજાર સવારે 9.15 થી બપોરે 3.30 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ પણ કહ્યું કે મની માર્કેટ 22 જાન્યુઆરીએ બંધ રહેશે.

આજે કઈ કંપનીઓના પરિણામ આવશે?

ઘણી કંપનીઓ શનિવારે તેમના ત્રિમાસિક પરિણામો જાહેર કરવા જઈ રહી છે જેમાં કોટક મહિન્દ્રા બેંક, કેન ફિન હોમ્સ, ICICI બેંક, IDBI બેંક, IDFC ફર્સ્ટ બેંક, IREDA, જમ્મુ અને કાશ્મીર બેંક, JK સિમેન્ટ, પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ અને યુનિયન બેંકનો સમાવેશ થાય છે. આ તમામ શેરો પર એક્શન જોવા મળી શકે છે. આજના પરિણામોની અસર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેર પર પણ પડશે.

22 જાન્યુઆરીએ શેરબજાર કેમ બંધ રહેશે?

તમને જણાવી દઈએ કે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના ગર્ભગૃહમાં રામ લાલાની નવી મૂર્તિની ‘પ્રાણ પ્રતિષ્ઠા’ સમારોહ યોજાનાર છે. આ કારણોસર 22 જાન્યુઆરીએ શેરબજાર બંધ રહેશે. સોમવારે શેરબજારમાં કોઈ કારોબાર નહીં થાય. 22 જાન્યુઆરીએ શેરબજાર બંધ રહેશે એટલે કે સોમવારે, NCDX સોમવારે આખો દિવસ બંધ રહેશે અને MCX સાંજે 5 વાગ્યે ખુલશે.

ડિસ્ક્લેમર: અહેવાવાલમાં આપવામાં આવેલી માહિતી શેરબજારની હલચલથી વાંચકોને વાકેફ રાખવાનો પ્રયાસ છે. અહીં એ વાતની સ્પષ્ટતા કરવામાં આવે છે કે શેરબજારમાં રોકાણ એ જોખમોને આધીન હોય છે. રોકાણમાં નુકસાનનો સામનો પણ રોકાણકારોએ કરવો પડી શકે છે. અમારી સલાહ છે કે રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાત સાથે વિચાર વિમર્શ કરવો જોઈએ. Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

Published On - 9:17 am, Sat, 20 January 24