રિઝર્વ બેંક Paytm ને કેમ શંકાની નજરે જોઈ રહી છે, જાણો શું છે મામલો

|

Mar 18, 2022 | 7:38 AM

સ્ટોક શેરબજારમાં લિસ્ટ થતાની સાથે જ Paytmમાં ઘટાડો થવા લાગ્યોહતો . પ્રથમ દિવસે IPO ના રોકાણકારોએ લગભગ 26 ટકા ગુમાવ્યા હતા. શેર ઘટીને રૂ. 1586 સુધી સરક્યો હતો.

રિઝર્વ બેંક Paytm ને કેમ શંકાની નજરે જોઈ રહી છે, જાણો શું છે મામલો

Follow us on

દેશનો સૌથી મોટો IPO સૌથી ઝડપથી વિકસતી ફિનટેક કંપની(fintech company), ભારતનો સૌથી સફળ સ્ટાર્ટઅપ, ડિજિટલ પેમેન્ટ(Digital Payment) કંપની Paytm IPO જ્યારે લોન્ચ થયો ત્યારે રોકાણકારોને IPOમાં રોકાણ કરવા માટે ખુબ પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું પરંતુ IPOમાં રોકાણ કરનારા રોકાણકારો હવે છેતરાયેલા દેખાય છે. રૂ. 2150 ની ઇશ્યૂ કિંમત સાથેનો IPO 72 ટકા ગગડી ગયો છે. એટલે કે, રોકાણકારો દ્વારા રોકાણ કરાયેલા દરેક 100 રૂપિયા માટે હવે માત્ર 28 જ બચ્યા છે. IPO લોન્ચ સમયે પણ રોકાણકારો તરફથી ઠંડો પ્રતિસાદ મળ્યો હતો.

પ્રથમ દિવસે રોકાણકારોને 26 ટકાનું નુકસાન થયું હતું

IPO બજારમાં તેજી છતાં Paytm નો IPO 2 ગણો પણ સબસ્ક્રાઇબ કરી શક્યા ન હતા. મોટાભાગના સંસ્થાકીય રોકાણકારોએ આનાથી પોતાને દૂર રાખ્યા હતા પરંતુ છૂટક રોકાણકારોમાં મજબૂત ખરીદીનો ઉત્સાહ હતો અને તે જ ઉત્સાહે તેમને ખોટ કરતી કંપનીમાં રોકાણ કરવાની ફરજ પાડી હતી.

સ્ટોક શેરબજારમાં લિસ્ટ થતાની સાથે જ Paytmમાં ઘટાડો થવા લાગ્યોહતો . પ્રથમ દિવસે IPO ના રોકાણકારોએ લગભગ 26 ટકા ગુમાવ્યા હતા. શેર ઘટીને રૂ. 1586 સુધી સરક્યો હતો. વૈશ્વિક બ્રોકરેજ કંપની મેક્વેરીએ Paytmના બિઝનેસ મોડલને દિશાહીન ગણાવ્યું હતું અને રૂ. 1,200ના ભાવે શેરને અંડરપર્ફોર્મર તરીકે વર્ણવ્યો હતો જે ઈશ્યુની કિંમત કરતાં 44 ટકા ઓછો હતો.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

Paytm પર મની લોન્ડરિંગ અને KYC નિયમોની અવગણના કરવાનો આરોપ

શેરમાં કડાકા બાદ પણ Paytm માટે હજુ જાણે ખરાબ સમય આવવાનો બાકી હતો અને તેમજ શુક્રવારે રાત્રે થયું હતું. રિઝર્વ બેંકે Paytm બેંક પર નવા ગ્રાહકો ઉમેરવા પર પ્રતિબંધ મૂક્યો છે. ઓડિટ કરવા પણ સૂચના આપી હતી. Paytm પર મની લોન્ડરિંગ અને KYC નિયમોની અવગણના કરવાનો પણ આરોપ હતો. મામલો હજુ શાંત થયો ન હતો. કંપનીના મોટા રોકાણકાર સોફ્ટ બેંકના પ્રતિનિધિ મનીષ વર્માએ કંપની છોડી દીધી હતી .આ બાદ શેરમાં ઘટાડો વધુ થયો અને મંગળવારે ભાવ ઘટીને રૂ. 584 થઈ ગયો હતો.

મોર્ગન સ્ટેનલીએ Paytm રેટિંગ ડાઉનગ્રેડ કર્યું

મોર્ગન સ્ટેન્લી પણ માને છે કે અસ્થિરતાના વાતાવરણને નજીકના ભવિષ્યમાં નિયંત્રિત કરવામાં આવશે. પરંતુ શેરના ભાવમાં નિયમનકારી અનિશ્ચિતતાનું વર્ચસ્વ રહેશે. મોર્ગન સ્ટેનલીએ પેટીએમના શેરના લક્ષ્યને ઘટાડીને રેટિંગ પણ ડાઉનગ્રેડ કર્યું હતું .

આ પણ વાંચો : MONEY9: હેલ્થ ઇન્સ્યૉરન્સ પૉલિસીને લેપ્સ થતા કેવી રીતે બચાવશો?

આ પણ વાંચો : MONEY9: વારસામાં પિતાની માત્ર સંપત્તિ જ નહીં જવાબદારીઓ પણ મળે છે

Next Article