ટાટા ગ્રૂપ(Group)ની કંપની ટાટા ટેલિસર્વિસિસ મહારાષ્ટ્ર લિમિટેડ ( Tata Teleservices Maharashtra Ltd – TTML) ના શેરમાં બુધવારે અપર સર્કિટ લાગી હતી. ગુરુવારે પણ કારોબાર દરમ્યાન સર્કિટ લાગી છે. કંપનીએ AGR લેણાંના બદલામાં સરકારને શેર આપવાનો નિર્ણય પાછો ખેંચવાની જાહેરાત કરી હતી. આ પછી બે દિવસથી શેર જબરદસ્ત તેજી સાથે વધી રહ્યો છે.
આજે વૃદ્ધિ સાથે TTML નો શેર 156.20 ખુલ્યો હતો અને પ્રારંભિક ઉછાળા સાથે અપર સર્કિટ લાગી હતી. અપર સર્કિટ અનુસાર સ્ટોક આ સ્થિતિથી વધુ વધી કે ઘટી શકે નહિ. શેરનું ૫૨ અઠવાડિયાનું ઉપલું સ્તર 290.15 રૂપિયા છે.
Open 156.20 , High 156.20 ,Low 156.20 , 52-wk high 290.15 , 52-wk low 10.45
TTML ના બોર્ડે બાકી રકમના બદલામાં સરકારને શેર આપવાનો નિર્ણય પાછો ખેંચવાની જાહેરાત કરી હતી. કંપનીના બોર્ડે મંગળવારે એક બેઠક યોજી હતી જેમાં જૂનો નિર્ણય પાછો ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અગાઉ સરકારે બાકી રકમના બદલામાં 9.5 ટકા હિસ્સો લેવાનો નિર્ણય કર્યો હતો.
કંપનીના જણાવ્યા અનુસાર તેના પર લગભગ 850 કરોડ રૂપિયાનું AGR બાકી હતું. જો કે ટેલિકોમ્યુનિકેશન વિભાગના જણાવ્યા અનુસાર બાકી માત્ર રૂ. 195 કરોડ નીકળ્યા હતા. ત્યારબાદ કંપનીએ નક્કી કર્યું કે તે સરકારને રોકડમાં બાકી રકમ ચૂકવશે.
છેલ્લા કેટલાક દિવસોથી કંપનીના શેરમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો હતો. 11 જાન્યુઆરીથી આ સ્ટોક લોઅર સર્કિટ પર હતો ત્યારથી તેનો સ્ટોક લગભગ 52 ટકા ઘટ્યો હતો. આ ઘટાડો હવે અપર સર્કિટના દેખાવથી કંઈક અંશે સરભર થયો હતો. અગાઉ શેરે 9 મહિના જેટલા ઓછા સમયમાં લગભગ 2700 ટકાનું વળતર આપ્યું હતું. ગયા વર્ષે 22 એપ્રિલે આ સ્ટોક માત્ર રૂ. 10.45 હતો જે 11 જાન્યુઆરી, 2022ના રોજ વધીને રૂ. 290.15 થયો હતો. તે 2,676.55 ટકા વધુ વધ્યો હતો.
ટાટા ટેલિસર્વિસિસે તાજેતરમાં સ્ટોક એક્સચેન્જને જાણ કરી હતી કે તેના મૂલ્યાંકન મુજબ વ્યાજની ચોખ્ખી વર્તમાન કિંમત (NPV) આશરે રૂ. 850 કરોડ છે. આ અંદાજ ટેલિકોમ્યુનિકેશન વિભાગના સમર્થનને આધીન છે. વ્યાજને ઇક્વિટી એટલે કે શેરમાં રૂપાંતરિત કરવાથી કંપનીમાં સરકારનો હિસ્સો 9.5 ટકા થશે. ટેલિકોમ્યુનિકેશન વિભાગની માહિતીમાં આપવામાં આવેલી ગણતરી પદ્ધતિ અનુસાર 14 ઓગસ્ટ, 2021 ની સંબંધિત તારીખે કંપનીના શેરની સરેરાશ કિંમત આશરે રૂ. 41.50 પ્રતિ ઇક્વિટી હતી. ત્યારથી આ સ્ટોકમાં વેચાણનો રાઉન્ડ શરૂ થયો હતો.
આ પણ વાંચો : Gold Price Today : શું ફરી સોનું 50 હજારની સપાટીને સ્પર્સશે?જાણો આજના સોનાના લેટેસ્ટ રેટ
આ પણ વાંચો : Share Market : બજેટ બાદની તેજી ઉપર લાગી બ્રેક, Sensex 59021 સુધી ગગડ્યો