જાહેર ક્ષેત્રની ગેસ કંપની ગેઈલ (GAIL INDIA) એ ચાલુ નાણાકીય વર્ષ 2021-22 માટે શેર દીઠ રૂ. 5 અથવા 50 ટકાનું બીજું વચગાળાનું ડિવિડન્ડ(Dividend) જાહેર કર્યું છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે કુલ ડિવિડન્ડ ચૂકવણી રૂ. 2,220.19 કરોડ થશે અને તેની રેકોર્ડ તારીખ 22 માર્ચ છે. પેટ્રોલિયમ મંત્રાલય હેઠળ જાહેર ક્ષેત્રના મહારત્ન ઉપક્રમ ગેઇલના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની 11 માર્ચના રોજની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ગેઇલે પહેલેથી ડિસેમ્બર 2021 માં ચાલુ નાણાકીય વર્ષ માટે શેર દીઠ રૂપિયા 4 વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે.
આમ બે વચગાળાના ડિવિડન્ડ રૂ. 9 પ્રતિ શેર (ચૂકવેલ ઇક્વિટી શેર મૂડી) છે. કુલ ડિવિડન્ડ ચૂકવણી રૂ. 3,996.35 કરોડ છે. GAILના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મનોજ જૈને જણાવ્યું હતું કે કંપનીના શેરધારકોને તેમના રોકાણ પર લાંબા ગાળાનું વળતર આપવામાં આવે છે. તેમણે કહ્યું કે ગેઇલ દ્વારા ચૂકવવામાં આવેલ આ સૌથી વધુ કુલ ડિવિડન્ડ છે.
પાવર ફાઇનાન્સ કોર્પોરેશન (PFC) એ શુક્રવારે જણાવ્યું હતું કે કંપનીએ નાણાકીય વર્ષ 2021-22 માટે વચગાળાના ડિવિડન્ડ તરીકે સરકારને રૂ. 887 કરોડ ચૂકવ્યા છે. એક અખબારી યાદી અનુસાર મહારત્ન કંપનીએ કહ્યું, “આ પ્રથમ અને બીજા વચગાળાના ડિવિડન્ડ તરીકે ભારત સરકારને ચૂકવવામાં આવેલા રૂ. 333 કરોડ અને રૂ. 370 કરોડ ઉપરાંત છે.”
શુક્રવારે કંપનીના શેરમાં તેજી જોવા મળી હતી. કંપનીનો શેર 1.05 અથવા 0.94% વધીને રૂ. 112.50 પર બંધ થયો હતો. જો કે છેલ્લા એક મહિનામાં કંપનીના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. એક મહિના પહેલા, શેર રૂ. 121 પર હતો. વચગાળાના ડિવિડન્ડ RTGS (રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ) રવીન્દર સિંઘ ધિલ્લોન, સીએમડી, પીએફસી દ્વારા ઉર્જા મંત્રાલય, આલોક કુમાર અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને સેક્રેટરીની હાજરીમાં કેન્દ્રીય ઉર્જા મંત્રી આર.કે. સિંહને રજૂ કરવામાં આવ્યા હતા.
LIC IPO ને લઈ એક ચિંતાના સમાચાર પણ આવી રહ્યા છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, “સેબીમાં ફાઇલ કરેલા દસ્તાવેજોના આધારે અમારી પાસે 12 મે સુધીનો IPO લાવવાનો સમય છે.” અમે ઉતાર – ચઢાવ પર નજર રાખીએ છીએ અને ટૂંક સમયમાંપ્રાઇસ રેન્જ સાથે RHP ફાઇલ કરીશું. જો સરકાર 12 મે સુધીમાં IPO લાવવામાં નિષ્ફળ જાય તો તેણે ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો જણાવતા સેબી પાસે નવા દસ્તાવેજો ફાઇલ કરવા પડશે.