Rakesh Jhunjhunwalaના પોર્ટફોલિયોના આ 5 શેર બમ્પર કમાણી કરાવી રહ્યા છે, શું છે તમારી પાસે આ સ્ટોક્સ?

|

Apr 16, 2022 | 7:08 AM

આ અનુભવી રોકાણકારના પોર્ટફોલિયોમાં આવા 5 શેરો છે જે તેમને વર્ષ 2022માં ઘણી કમાણી આપી રહ્યા છે. આમાંથી એક શેરે વર્ષ 2022માં ઝુનઝુનવાલાને 110 ટકા વળતર આપ્યું છે. આ એવા શેરો છે જેમાં આ વર્ષે નિફ્ટી કરતાં વધુ તેજી નોંધાઈ છે.

Rakesh Jhunjhunwalaના પોર્ટફોલિયોના આ 5 શેર બમ્પર કમાણી કરાવી રહ્યા છે, શું છે તમારી પાસે આ સ્ટોક્સ?
Rakesh Jhunjhunwala

Follow us on

દિગ્ગ્જ  રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયો(Rakesh Jhunjhunwala’s portfolio) માં ઘણી વિવિધતા છે. તેઓ રિયલ એસ્ટેટ, રિટેલ, હોસ્પિટાલિટી અનેફાયનાન્શીયલ સર્વિસીસ જેવા વિવિધ ક્ષેત્રોની કંપનીઓના શેર ધરાવે છે. ઝુનઝુનવાલાને અર્નિંગ સ્ટોક્સ ઓળખવામાં નિષ્ણાત માનવામાં આવે છે અને તેમના પોર્ટફોલિયો ઉપર ઘણા રોકાણકારો દ્વારા નજર રાખવામાં આવે છે. આ અનુભવી રોકાણકારના પોર્ટફોલિયોમાં આવા 5 શેરો છે જે તેમને વર્ષ 2022માં ઘણી કમાણી આપી રહ્યા છે. આમાંથી એક શેરે વર્ષ 2022માં ઝુનઝુનવાલાને 110 ટકા વળતર આપ્યું છે. આ એવા શેરો છે જેમાં આ વર્ષે નિફ્ટી કરતાં વધુ તેજી નોંધાઈ છે.

Indian Hotels Company

ટાટા ગ્રુપની ઈન્ડિયન હોટેલ્સના શેરમાં વર્ષ 2022માં અત્યાર સુધીમાં 36 ટકાનો વધારો થયો છે. કોરોના પ્રતિબંધો હટાવ્યા બાદ પ્રવાસનમાં આવેલી તેજીનો ફાયદો ભારતીય હોટેલોને મળી રહ્યો છે. ડિસેમ્બર 2021 ક્વાર્ટરની શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ રાકેશ ઝુનઝુનવાલા ઇન્ડિયન હોટેલ્સમાં 1.42 કરોડ શેર અથવા 1.08 ટકા હિસ્સો ધરાવે છે અને તેમની પત્ની રેખા ઝુનઝુનવાલા પણ 1.08 ટકા હિસ્સો ધરાવે છે.

DB Realty

ડીબી રિયલ્ટીના શેરમાં વર્ષ 2022માં અત્યાર સુધીમાં 110 ટકાનો ઉછાળો આવ્યો છે. બુધવારે પણ આ શેરમાં વધારો નોંધાયો હતો. એક વર્ષમાં આ શેરે 405 ટકા રિટર્ન આપ્યું છે. ઝુનઝુનવાલા અને તેમની પત્ની રેખા ઝુનઝુનવાલા ડીબી રિયલ્ટીમાં 10 મિલિયન શેર ધરાવે છે અને ડિસેમ્બર 2021 ક્વાર્ટરના શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ તેમનો હિસ્સો 4.12 ટકા છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

Metro Brands

મેટ્રો બ્રાન્ડ્સ છેલ્લા દાયકામાં સૌથી ઝડપથી વિકસતી ફૂટવેર રિટેલ કંપનીઓમાંની એક છે. આ વર્ષે અત્યાર સુધીમાં કંપનીના શેરમાં 32.46 ટકાનો ઉછાળો આવ્યો છે. એક વર્ષમાં તેના શેરમાં 23 ટકાનો વધારો થયો છે. ડિસેમ્બર 2021 ક્વાર્ટરની શેરહોલ્ડિંગ પેટર્ન અનુસાર, રાકેશ ઝુનઝુનવાલા મેટ્રો બ્રાન્ડ્સમાં 9.62 ટકા હિસ્સો ધરાવે છે અને તેમની પત્ની રેખા ઝુનઝુનવાલા 4.81 ટકા હિસ્સો ધરાવે છે.

CRISIL

આ વર્ષે અત્યાર સુધીમાં CRISILના શેરમાં 15.77 ટકાનો વધારો થયો છે. નવી પ્રોડક્ટ્સ અને સોલ્યુશન્સ ઓફર કરતી આર્થિક ગતિવિધિઓના વળતરને કારણે કંપનીનો બિઝનેસ તેજીમાં છે. તેની અસર તેના સ્ટોક પર પણ પડી છે. ડિસેમ્બર ક્વાર્ટરના ડેટા અનુસાર, રાકેશ અને રેખા ઝુનઝુનવાલા 40 લાખ શેર સાથે ક્રિસિલમાં 5.49 ટકા હિસ્સો ધરાવે છે.

NALACO

નેશનલ એલ્યુમિનિયમ કંપની (નાલ્કો)ના શેરની કિંમત વર્ષ 2022માં 16 ટકા વધી છે. એક વર્ષમાં તેણે રોકાણકારોને 106% વળતર આપ્યું છે. ડિસેમ્બર 2021 ક્વાર્ટરની શેરહોલ્ડિંગ પેટર્ન અનુસાર, નાલ્કો પાસે ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં 50 મિલિયન શેર્સ એટલે કે 2.72 ટકા હિસ્સો છે.

આ પણ વાંચો : જ્વેલરીનો બિઝનેસ કરતી આ કંપની હવે લાવી રહી છે તેનો IPO, સેબી પાસે માંગી મંજુરી

 

આ પણ વાંચો :  43 અબજ ડોલર પૂરતા નથી, ટ્વિટરના રોકાણકારોમાં સામેલ સાઉદી રાજકુમારે ઠુકરાવી એલોન મસ્કની ઓફર

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article