Stock Update : ITC ના શેરધારકો માટે ખુશખબર, સ્ટોક સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો

|

Apr 21, 2023 | 2:34 PM

ITC SHARE PRICE HIKE : દેશની અગ્રણી FMCG કંપની ITC એ પ્રથમ વખત રૂપિયા 5 લાખ કરોડનું માર્કેટ કેપ વટાવી દીધું છે અને તે દેશની સાતમી સૌથી મોટી કંપની બની છે અને ઈન્ફોસિસ પાસેથી ગમે ત્યારે છઠ્ઠી સૌથી મોટી કંપનીનું સ્થાન પણ છીનવી શકે છે.

Stock Update : ITC ના શેરધારકો માટે ખુશખબર, સ્ટોક સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો

Follow us on

ITC SHARE PRICE HIKE : દેશની અગ્રણી FMCG કંપની ITC એ પ્રથમ વખત રૂપિયા 5 લાખ કરોડનું માર્કેટ કેપ વટાવી દીધું છે અને તે દેશની સાતમી સૌથી મોટી કંપની બની છે અને ઈન્ફોસિસ પાસેથી ગમે ત્યારે છઠ્ઠી સૌથી મોટી કંપનીનું સ્થાન પણ છીનવી શકે છે. ITCના શેર શુક્રવારે 407.70 રૂપિયાની તેમની જીવનકાળની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયા છે. શેરમાં અદભૂત ઉછાળાને કારણે ITC એ હાઉસિંગ ફાઇનાન્સ કંપની HDFCને પાછળ છોડી દીધી છે અને માર્કેટ કેપની દ્રષ્ટિએ દેશની સાતમી સૌથી મોટી કંપની બની છે.

ITCનું માર્કેટ કેપ રૂપિયા  5 લાખ કરોડને પાર પહોંચ્યું

ગુરુવારે બજાર બંધ થતાં ITCનો શેર રૂ. 400.30 પર બંધ થયો હતો અને કંપનીનું માર્કેટ કેપ રૂ. 497473 કરોડ હતું. આજે  21 એપ્રિલે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં ITCનો શેર 1.7ટકાના વધારા સાથે રૂ. 407 પર ટ્રેડ થઈ રહ્યો છે અને આ સાથે ITCનું માર્કેટ કેપ રૂ. 5 લાખ કરોડને વટાવીને રૂ. 506566 કરોડ પર પહોંચી ગયું છે. HDFCનું માર્કેટ કેપ 503530 કરોડ રૂપિયા છે.

આ પણ વાંચો : RIL Q4 Results Today : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પરિણામ પહેલા કંપનીનો સ્ટોક શું સંકેત આપી રહ્યો છે? જાણો નિષ્ણાંતોનો અભિપ્રાય

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

હવે ઇન્ફોસિસનું સ્થાન કબ્જે કરી શકે છે

ઈન્ફોસિસનું માર્કેટ કેપ હાલમાં 507680 કરોડ રૂપિયા છે. અને ITC ઇન્ફોસીસ પાસેથી છઠ્ઠી સૌથી મોટી કંપનીનો તાજ છીનવી લેવાથી માત્ર થોડા જ ડગલાં દૂર છે. તમને જણાવી દઈએ કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 15.85 લાખ કરોડ રૂપિયાના માર્કેટ કેપ સાથે દેશની સૌથી મોટી કંપની છે. TCS રૂ. 11.46 લાખ કરોડ સાથે બીજા ક્રમે, HDFC બેન્ક રૂ. 9.30 લાખ કરોડ સાથે ત્રીજા ક્રમે, ICICI બેન્ક રૂ. 6.20 લાખ કરોડ સાથે ચોથા ક્રમે અને HUL રૂ. 5.86 લાખ કરોડની માર્કેટ કેપ સાથે દેશમાં પાંચમી સૌથી મોટી કંપની છે.

ITCએ બે વર્ષમાં રોકાણકારોના નાણાં ડબલ કર્યા

વર્ષ 2023માં જ્યારે શેરબજારમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે. બેન્કિંગ IT સેક્ટરના શેરમાં ભારે ઘટાડો થયો છે તેથી ITCના શેરે આ સમયગાળા દરમિયાન લગભગ 22 ટકાનું વળતર આપ્યું છે. ITC સ્ટોકે છેલ્લા એક વર્ષમાં 56%, 2 વર્ષમાં 100% અને 3 વર્ષમાં 126% વળતર આપ્યું છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 2:34 pm, Fri, 21 April 23

Next Article