Share Market : આ બે દિગ્ગ્જ કંપનીઓએ શેરધારકોને આપ્યું ડિવિડન્ડ, રોકાણકારોને ફેસ્ટિવલ સીઝન પહેલા મળી ભેટ

|

Sep 13, 2022 | 7:33 AM

કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂપિયા 3857 કરોડનો નફો કર્યો હતો જે અગાઉના નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂપિયા 2,592 કરોડ હતો.

Share Market : આ બે દિગ્ગ્જ કંપનીઓએ શેરધારકોને આપ્યું  ડિવિડન્ડ, રોકાણકારોને ફેસ્ટિવલ સીઝન પહેલા મળી ભેટ
Symbolic Image

Follow us on

દેશની સૌથી મોટી વીજળી ઉત્પાદક કંપની NTPC એ તેના શેરધારકોને ડિવિડન્ડ(Dividend) તરીકે રૂપિયા 2908.99 કરોડ ચૂકવ્યા છે. એનટીપીસીએ આ વર્ષે 20 જાન્યુઆરીએ શેર દીઠ રૂપિયા 4ના વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી હતી. તેની એક્સ-ડિવિડન્ડ ડેટ 3 ફેબ્રુઆરી હતી. આ પછી 20 મેના રોજ ફરીથી 3 રૂપિયા પ્રતિ શેરના ડિવિડન્ડની જાહેરાત કરવામાં આવી હતી જેની એક્સ-ડિવિડન્ડ તારીખ 10 ઓગસ્ટ 2022 હતી. કંપનીએ કહ્યું છે કે આ ચુકવણી 2021-22 સમયગાળા માટે છે. આ વખતે કંપનીએ ગયા નાણાકીય વર્ષનું અંતિમ ડિવિડન્ડ આપ્યું છે. આ ડિવિડન્ડ સાથે છેલ્લા નાણાકીય વર્ષમાં ચૂકવવામાં આવેલ કુલ ડિવિડન્ડ વધીને રૂપિયા 6787 કરોડ થઈ ગયું છે. આ રકમ વર્ષ 2021-22માં કંપનીના ચોખ્ખા નફાના 42 ટકા છે.

NTPC ની 69134 કરોડ મેગાવોટ વીજ ઉત્પાદનની ક્ષમતા

NTPC 69134 કરોડ મેગાવોટ વીજ ઉત્પાદનની ક્ષમતા સાથે દેશની સૌથી મોટી પાવર જનરેટિંગ કંપની છે. તે મહારત્ન કંપનીઓમાં સામેલ છે. એનટીપીસી દેશની વીજ ઉત્પાદન ક્ષમતાના 16 ટકા ધરાવે છે. જો કે, હાલમાં દેશમાં ઉત્પાદિત થતી વીજળીમાં NTPCનો ફાળો 25 ટકા છે. સરકાર હાલમાં તેમાં 51 ટકા હિસ્સો ધરાવે છે. તેની સ્થાપના 1975 માં કરવામાં આવી હતી ત્યારબાદ તેનું ઘણી વખત વિનિવેશ કરવામાં આવ્યું હતું.

શેર સર્વોચ્ચ સપાટી નજીક પહોંચ્યો

એનટીપીસીનો શેર સોમવારે NSE પર 0.12 ટકા ઘટીને રૂપિયા 166.40 પર બંધ થયો હતો. છેલ્લા 1 સપ્તાહમાં આ સ્ટોક 2.21 ટકા વધ્યો છે. NTPCના શેરમાં એક મહિનામાં લગભગ 5 ટકાનો વધારો થયો છે. NPTC એ છેલ્લા એક વર્ષમાં તેના રોકાણકારોને 45% વળતર આપ્યું છે. આજના ટ્રેડિંગમાં આ શેર રૂપિયા 168ના સ્તરને સ્પર્શ્યો હતો જે તેની 52 સપ્તાહની ઊંચી સપાટી રૂપિયા 170.15ની ખૂબ નજીક છે. શેરની 52 સપ્તાહની નીચી કિંમત 112.40 રૂપિયા છે. નિષ્ણાતોએ એનટીપીસીના શેર ખરીદવાની સલાહ આપી છે. વર્તમાન ભાવે કંપનીનું માર્કેટ કેપ રૂ. 1,61,547 કરોડ છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

કંપનીના ત્રિમાસિક પરિણામો

કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂપિયા 3857 કરોડનો નફો કર્યો હતો જે અગાઉના નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂપિયા 2,592 કરોડ હતો. આ સમયગાળા દરમિયાન કંપનીની આવક અગાઉના નાણાકીય વર્ષના જૂન ક્વાર્ટરમાં રૂપિયા 29,888 કરોડની સામે રૂપિયા 43,177 કરોડ રહી હતી.

બાબા રામદેવની કંપની ડિવિડન્ડ આપશે

બાબા રામદેવ સમર્થિત પતંજલિ ફૂડ્સના શેર આજે સોમવાર 12 સપ્ટેમ્બરના રોજ પણ વધ્યા છે. છેલ્લા 4 ટ્રેડિંગ સેશનમાં જ આ મલ્ટિબેગર સ્ટોક 10 ટકા વધ્યો છે. આ શેરે 3 વર્ષમાં તેના રોકાણકારોને 39,250 ટકા વળતર આપ્યું છે. હવે કંપનીએ શેરધારકોને પ્રતિ શેર 5 રૂપિયાના દરે ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે.

Next Article