ભારતીય શેરબજાર(Share Market)માં આજે જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. બપોરે અઢી વાગ્યાના અરસામાં સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકો લગભગ 3% કરતા વધુ ના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. સૌથી વધુ ઘટાડો બેન્કિંગ અને આઈટી શેરોમાં થયો છે. આજે સેન્સેક્સ 1,119 પોઈન્ટ ઘટીને 53,184 પર અને નિફ્ટી 324 પોઈન્ટ ઘટીને 15,877.55 પર હતો.આજે ભારતીય રૂપિયો 78.12 પર ટ્રેડ કરી રહ્યો છે. આ અગાઉના બંધ કરતાં 0.48% નીચું છે. આજે ડોલર સામે રૂપિયો 78.14 પર ખુલ્યો હતો.આજે એકતરફ બજારમાં કડાકો બોલ્યો છે તો બીજી તરફ ક્વોલિટી સ્ટોક્સની ગણતરીમાં આવતા શેર્સ સસ્તી કિંમતેખરીદવાની પણ તક મળી રહી છે.
Company Name | Prev Close | Change | % Loss |
Bajaj Finserv | 12,253.50 | -859.25 | -7.01 |
Hindalco | 385.75 | -23.35 | -6.05 |
Bajaj Finance | 5,667.50 | -330.5 | -5.83 |
IndusInd Bank | 913.2 | -50.55 | -5.54 |
Tech Mahindra | 1,109.85 | -57.35 | -5.17 |
Tata Motors | 428.05 | -21.45 | -5.01 |
TCS | 3,359.90 | -159.85 | -4.76 |
ICICI Bank | 720 | -34.1 | -4.74 |
Adani Ports | 726.4 | -32.6 | -4.49 |
Infosys | 1,476.80 | -60.75 | -4.11 |
Company | Prev Close (Rs) | % Change |
RBL Bank | 113.35 | -20.16 |
Kaarya Facilities | 24 | -20 |
MPDL | 17.2 | -18.6 |
VSF Projects Ltd. | 35 | -14.29 |
Omnipotent Industrie | 20.5 | -12.93 |
MT Educare Ltd. | 9.78 | -11.76 |
Sakthi Finance | 25.75 | -10.68 |
V2 Retail | 132.8 | -10.32 |
Steel Strips Infrast | 26.85 | -10.24 |
Sambhaav Media Ltd. | 3.84 | -10.16 |
Ozone World | 8.06 | -10.05 |
Expo Gas Contain | 8.9 | -10 |
Time Technoplast Ltd | 115.95 | -10 |
City Pulse Multiplex | 45 | -10 |
Beryl Drugs Ltd. | 9.8 | -10 |
Svam Software Li | 7.3 | -10 |
સેન્સેક્સ અને નિફ્ટીએ 10 જૂને સપ્તાહમાં ભારે ઘટાડા સાથે બંધ કર્યું હતું. સેન્સેક્સ 1016.84 પોઈન્ટ અથવા 1.84% ઘટીને 54,303.44 પર અને નિફ્ટી 276.30 પોઈન્ટ અથવા 1.68% ઘટીને 16,201.80 પર હતો. સેન્સેક્સમાં ઇન્ફોસિસ, બજાજ ફાઇનાન્સ, વિપ્રો, કોટક બેન્ક અને HDFC 2 થી 4% વચ્ચે ઘટ્યા હતા.