સેન્સેક્સની ટોચની 10 કંપનીઓમાંથી આઠ કંપનીઓની માર્કેટ કેપ ગયા અઠવાડિયે સામૂહિક રીતે રૂ. 1,17,493.78 કરોડ ઘટી હતી. ઈન્ફર્મેશન ટેક્નોલોજી સેક્ટરમાં સૌથી વધૂ નુકસાન ઈન્ફોસિસને થયું હતું. ગયા અઠવાડિયે બીએસઈના 30 શેરોવાળા સેન્સેક્સમાં 775.94 પોઈન્ટ અથવા 1.28 ટકાનો ઘટાડો થયો હતો.સેન્સેક્સની ટોચની 10 કંપનીઓમાંથી 8 કંપનીઓએ નુકસાન નોંધાવ્યું છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ , HDFC BANK અને ICICI BANK આ સપ્તાહ દરમિયાન TOP LOSERS માં સામેલ હતા. ટોચની 10 પૈકી ITC અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની માર્કેટકેપમાં વધારો થયો છે.
આ પણ વાંચો : Anant Ambani નવા એનર્જી બિઝનેસની કમાન સંભાળશે, Relianceએ આ પ્લાન કર્યો રદ્દ
ઈન્ફોસિસની માર્કેટ મૂડી સમીક્ષા હેઠળના સપ્તાહમાં રૂપિયા 66,854.05 કરોડ ઘટીને રૂપિયા 5,09,215 કરોડ થઈ હતી. ઇન્ફોસિસનો ચોથા ક્વાર્ટરનો ચોખ્ખો નફો અપેક્ષા કરતાં ઓછો રહ્યો હતો. કંપનીએ તેના માર્ચ ક્વાર્ટરના પરિણામો 13 એપ્રિલના રોજ જાહેર કર્યા હતા. HDFC બેન્કનું માર્કેટ વેલ્યુએશન 10,880.5 કરોડ ઘટીને રૂપિયા 9,33,937.35 કરોડ થયું હતું.
21 એપ્રિલે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે માર્ચ 2023 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કર્યા છે. આ ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો 19% વધીને રૂ. 19299 કરોડ થયો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ રૂ. 4,566.52 કરોડ ઘટીને રૂ. 15,89,169.49 કરોડ થયું છે.રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે RNELના વિલીનીકરણની પ્રક્રિયા હજુ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલમાં મંજૂરી માટે પેન્ડિંગ છે. દરમિયાન, 21 એપ્રિલ 2023ના રોજ મળેલી કંપનીના બોર્ડની બેઠકમાં તેને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સાથે મર્જ ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ભારતી એરટેલનું માર્કેટકેપ રૂ. 780.62 કરોડ ઘટીને રૂ. 4,26,635.46 કરોડ થયું હતું.
ગત સપ્તાહે માત્ર બે શેર તેજીમાં રહ્યા હતા . ITCનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 15,907.86 કરોડ વધીને રૂ. 5,07,373.82 કરોડ થયું છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનું મૂલ્યાંકન રૂ. 8,746.11 કરોડ વધીને રૂ. 4,84,561.80 કરોડ થયું હતું.
આ પણ વાંચો :Dividend Stocks : આ સ્મોલકેપ કંપનીએ 500% ડિવિડન્ડ જાહેર કર્યું, ત્રિમાસિક પરિણામો પછી સ્ટોક 15% ઉછળ્યો
સેન્સેક્સની ટોચની 10 કંપનીઓમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. બીજા ક્રમથી અનુક્રમે TCS, HDFC બેન્ક, ICICI બેન્ક, હિન્દુસ્તાન યુનિલિવર, ઇન્ફોસિસ, ITC, HDFC, SBI અને ભારતી એરટેલનો નંબર આવે છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…