સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (Securities and Exchange Board of India – SEBI) એ બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ પર કરોડોનો દંડ(Penalty on BSE-NSE) ફટકાર્યો છે. કાર્વી સ્ટોક બ્રોકિંગ લિમિટેડ (KSBL) તેના ગ્રાહકોની રૂ. 2,300 કરોડની સિક્યોરિટીઝના દુરુપયોગને પકડવામાં બેદરકારી દાખવવામાં આવી હતી જેના કારણે સેબીએ BSE અને NSE પર દંડ ફટકાર્યો છે. KSBL એ સિક્યોરિટીઝ માત્ર એક જ ડીમેટ ખાતા દ્વારા ગીરવે મુકી હતી. સિક્યોરિટીઝ ગીરવે મૂકીને એકત્ર કરાયેલા નાણાનો ઉપયોગ KSBL દ્વારા પોતાના અને તેના જૂથની સંસ્થાઓ માટે કરવામાં આવ્યો હતો.
તમને જણાવી દઈએ કે સેબીએ આ સંબંધમાં બે અલગ-અલગ આદેશ જારી કર્યા છે. BSE પર 3 કરોડ રૂપિયા અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર 2 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
કેસ KSBL દ્વારા રૂ. 2,300 કરોડની સિક્યોરિટીઝના ગેરઉપયોગથી સંબંધિત છે. આ સિક્યોરિટીઝ 95,000 થી વધુ ગ્રાહકો સાથે સંકળાયેલી હતી. KSBL એ આ સિક્યોરિટીઝ માત્ર એક જ ડીમેટ ખાતા દ્વારા ગીરવે મુકી હતી. સિક્યોરિટીઝ ગીરવે મૂકીને એકત્ર કરાયેલા નાણાનો ઉપયોગ KSBL દ્વારા પોતાના અને તેના જૂથની સંસ્થાઓ માટે કરવામાં આવ્યો હતો.
KSBL એ આઠ બેંકો/નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ (NBFCs) પાસેથી ગીરવે મુકેલી સિક્યોરિટીઝ દ્વારા રૂ. 851.43 કરોડ એકત્ર કર્યા હતા.
મંગળવારે એક્સ્ચેન્જ દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર “એમાં કોઈ શંકા નથી કે KSBL એ ગ્રાહકોની સિક્યોરિટીઝને અનધિકૃત રીતે ગીરવે મુકી હતી. આવી સ્થિતિમાં તે પોતે જ નુકસાન માટે જવાબદાર હતી. તેણે સિક્યોરિટીઝ ગીરવે મુકી જે તેની પાસે ન હતી. આના પરિણામે રોકાણકારો તેમજ KSBL ને ધિરાણ આપતી બેંકો અને NBFC ને નુકસાન થયું.
SEBIએ જણાવ્યું હતું કે KSBL BSE અને NSEના સભ્ય હોવાને કારણે એક્સચેન્જોની નિયમનકારી દેખરેખ હેઠળ હતું. બંને એક્સચેન્જો KSBL દ્વારા ભંડોળના ગેરઉપયોગને શોધવામાં ‘બેદરકારી’ માટે જવાબદાર છે.
આ પણ વાંચો : Sri Lanka Economic Crisis : શ્રીલંકાને પાસે ડીઝલ ખરીદવા માટે પૈસા નથી, સરકારી તીજોરીમાં વિદેશી મુદ્રા તળિયા ઝાટક
આ પણ વાંચો : રિલાયન્સ કેપિટલની ડેટ રિઝોલ્યુશન પ્રક્રિયાને લઈને એડમિનિસ્ટ્રેટર અને ધિરાણકર્તાઓ વચ્ચે મતભેદ, જાણો શું છે સમગ્ર મામલો