બાબા રામદેવની કંપનીના શેર સાથે ગોલમાલ કરનાર 9 કંપનીઓને SEBI એ લાખોનો દંડ ફટકાર્યો

|

May 03, 2022 | 10:04 AM

સેબીએ 9 કંપનીઓને  25 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ કંપનીઓએ 10 વર્ષ પહેલા રૂચી સોયા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેરના ભાવને પ્રભાવિત કર્યા હતા. આટલા વર્ષોથી ચાલી રહેલા આ કેસોમાં હવે ચુકાદો આવ્યો છે

બાબા રામદેવની કંપનીના શેર સાથે ગોલમાલ કરનાર 9 કંપનીઓને SEBI એ લાખોનો દંડ ફટકાર્યો
Securities and Exchange Board of India - SEBI

Follow us on

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ બાબા રામદેવ(Baba Ramdev)ની કંપની રુચિ સોયા(Ruchi Soya)ના શેરમાં હેરાફેરી કરનારાઓ સામે મોટી કાર્યવાહી કરી છે. સેબીએ 9 કંપનીઓને  25 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ કંપનીઓએ 10 વર્ષ પહેલા રૂચી સોયા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેરના ભાવને પ્રભાવિત કર્યા હતા. આટલા વર્ષોથી ચાલી રહેલા આ કેસોમાં હવે ચુકાદો આવ્યો છે અને હવે આ કંપનીઓએ દંડ ભરવો પડશે.

જારી કરાયેલા તેના આદેશમાં બજાર નિયમનકારે એવેન્ટિસ બાયોફીડ્સ પ્રાઇવેટ લિમિટેડ, નવીન્યા મલ્ટીટ્રેડ પ્રાઇવેટ લિમિટેડ, યુનિ24 ટેકનો સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ, સનમેટ ટ્રેડ પ્રાઇવેટ લિમિટેડ, શ્રેયાંસ ક્રેડિટ એન્ડ કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ, બેતુલ ઓઇલ્સ એન્ડ ફીડ્સ પ્રાઇવેટ લિમિટેડ, બેતુલ મિનરલ્સ એન્ડ કન્સ્ટ્રક્શન પ્રાઈવેટ લિમિટેડ, વિઝન મિલેનિયમ એક્સપોર્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ અને મોબિયસ ક્રેડિટ એન્ડ કેપિટલ પ્રાઈવેટ લિમિટેડને કુલ 25 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

સેબીના જણાવ્યા અનુસાર નોટિસ મેળવનારી આ કંપનીઓએ સંયુક્ત રીતે આ દંડ અલગ-અલગ ચૂકવવો પડશે. સેબીએ 27 સપ્ટેમ્બર 2012ના રોજ 15:00 કલાકથી 15:30 કલાકની વચ્ચેના ટ્રેડિંગના છેલ્લા અડધા કલાક દરમિયાન રૂચી સોયાના સિક્યોરિટીઝ અને ફ્યુચર્સ ટ્રેડિંગની તપાસ બાદ આ આદેશ આપ્યો છે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

મામલો શું  છે?

સેબીએ શોધી કાઢ્યું હતું કે ખરીદદાર તરીકે ઊભેલી ત્રણ સંસ્થાઓએ લાસ્ટ ટ્રેડેડ પ્રાઈસ (LTP) કરતાં વધુ ભાવે રૂચી સોયાના શેર ખરીદ્યા હતા. જો કે POI દરમિયાન ઓછા ભાવે જરૂરી જથ્થા માટે સિસ્ટમમાં વેચાણના ઓર્ડર ઉપલબ્ધ હતા.

સેબીએ તેના 64 પાનાના આદેશમાં જણાવ્યું હતું કે આમાંની કેટલીક સંસ્થાઓએ વિક્રેતા તરીકે કામ કર્યું છે અને રૂચી સોયાના ભાવ 27 સપ્ટેમ્બર 2012ના રોજ સમાપ્ત થતા વાયદા માટે ઉચ્ચ પતાવટની કિંમત મેળવવા માટે રોકડ બજારમાં મીલીભગત કરી હતી સેબીએ જણાવ્યું હતું કે વેચાણકર્તા તરીકે કામ કરતી સંસ્થાઓમાં એવેન્ટિસ, નવીન્યા, યુનિ24, સનમેટ, શ્રેયાંસ ક્રેડિટ અને કેપિટલ, વિઝન મિલેનિયમ અને મોબિયસ ક્રેડિટનો સમાવેશ થાય છે.

સેબીએ જણાવ્યું હતું કે આ એન્ટિટીઓને રૂચી સોયા ફ્યુચર્સમાં તેમની સ્થિતિથી ફાયદો થયો હતો કારણ કે તેમની સંલગ્ન એન્ટિટી દ્વારા મેનીપ્યુલેશન સ્કીમ હતી. ઊંચા ભાવને કારણે સંસ્થાઓ NSE ફ્યુચર્સ માર્કેટમાં રૂચી સોયા ફ્યુચર્સમાં રૂ. 5.76 કરોડની ખોટ ટાળવામાં સફળ રહી હતી.

કંપની દેવામુક્ત બની

ગયા મહિને કંપનીએ રૂ. 4,300 કરોડનો એફપીઓ જારી કર્યો હતો. FPOમાંથી એકત્ર કરાયેલા નાણાંનો ઉપયોગ કંપનીએ દેવું ચૂકવવા માટે કર્યો હતો. તાજેતરમાં, કંપની વતી કહેવામાં આવ્યું હતું કે તેણે તેનું સંપૂર્ણ દેવું ચૂકવી દીધું છે. તેણીએ 2925 કરોડની લોન ચૂકવી દીધી છે અને હવે તે સંપૂર્ણપણે દેવા મુક્ત છે.

આ પણ વાંચો : Petrol Diesel Price Today : આજે 28માં દિવસે પણ ન વધ્યાં ઇંધણના ભાવ, આમ પ્રજાને કિંમતમાં ઘટાડાનો ઇંતેજાર

આ પણ વાંચો : Akshaya Tritiya 2022 : આજે સોનાની ખરીદી નફાના સ્થાને ખોટનો સોદો ન બને તે માટે આ 5 બાબત ધ્યાનમાં રાખજો

Published On - 10:04 am, Tue, 3 May 22

Next Article