Opening Bell : આજે પણ શેરબજારમાં ઘટાડો યથાવત રહ્યો, Sensex 52500 નીચે સરક્યો તો Nifty 100 પોઇન્ટના ઘટાડા સાથે ખુલ્યો

|

Jun 14, 2022 | 9:15 AM

સપ્તાહનો પ્રથમ દિવસ શેરબજાર માટે સારો રહ્યો ન હતો. સેન્સેક્સ 1456 પોઈન્ટ ઘટીને 52846ના સ્તરે અને નિફ્ટી 427 પોઈન્ટના ઘટાડા સાથે 15774ના સ્તરે બંધ થયો હતો.

Opening Bell : આજે પણ શેરબજારમાં ઘટાડો યથાવત રહ્યો, Sensex 52500 નીચે સરક્યો તો Nifty 100 પોઇન્ટના ઘટાડા સાથે ખુલ્યો
Bombay Stock Exchange - BSE

Follow us on

Share Market : આજે સપ્તાહના સતત બીજા દિવસે ભારતીય શેરબજાર લાલ નિશાન નીચે ખુલ્યા(Opening Bell) છે. શેરબજારના બંને મુખ્ય ઇન્ડેક્સ 0.6 ટકા કરતા વધુ ઘટાડા સાથે કારોબારની શરૂઆત કરી હતી. સોમવારે વૈશ્વિક ઘટાડા સાથે ભારતીય શેરબજારનો કારોબાર પણ નરમ રહ્યો હતો. સોમવારે સેન્સેક્સ 1456 પોઈન્ટ ઘટીને 52846ના સ્તરે અને નિફ્ટી 427 પોઈન્ટના ઘટાડા સાથે 15774ના સ્તરે બંધ થયો હતો. આજે સેન્સેક્સ 350.76 અથવા 0.66% ઘટાડા સાથે  52,495.94 ઉપર ખુલ્યો હતો. નિફટીની વાત કરીએતો 0.63% મુજબ 100.15 પોંઇટના નુકસાન સાથે  15,674.25 ઉપર કારોબારનો પ્રારંભ કર્યો હતો.

વૈશ્વિક બજારોમાં સતત બીજા મોટું નુકસાન

ફરી એકવાર વૈશ્વિક બજારોમાંથી વેચવાલીના સંકેત મળી રહ્યા છે. અમેરિકી બજારો સતત બીજા દિવસે ભારે ઘટાડા સાથે બંધ થયા છે. વધતા દર અને મંદીના ડરને કારણે અમેરિકી બજારોમાં ફરી ઘટાડો જોવા મળ્યો છે. ડાઉ જોન્સ સતત બીજા દિવસે 880 પોઈન્ટ તૂટ્યા બાદ બંધ રહ્યો હતો. બીજી તરફ Nasdaq અને Russell 2000 માં 4.7% નો ઘટાડો થયો છે. આ સિવાય 3.9% ના ઘટાડા સાથે હવે S&P 500 પણ ચિંતાજનક સ્થિતિમાં આવી ગયું છે. S&P 500 તેની ઊંચાઈથી 21% ઘટ્યો છે, જ્યારે Nasdaq તેની ઊંચાઈથી 33% ઘટ્યો છે. મોટા આઈટી શેરો 5-6 ટકા સુધી તૂટ્યા છે. આ સિવાય યુરોપના બજારોમાં પણ 2.5 ટકાનો ઘટાડો થયો છે. જોકે એશિયન માર્કેટમાં એટલો ઘટાડો નથી. SGX નિફ્ટીમાં 90 પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને આ ઈન્ડેક્સ લાલ નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યો છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

કોમોડિટી અપડેટ્સ

  • વૈશ્વિક કોમોડિટીમાં ભારે ઉતારા – ચઢાવ
  • ગઈકાલે સાંજે ભારે ઘટાડા બાદ કાચા તેલમાં રિકવરી જોવા મળી
  • બ્રેન્ટ 122 ડોલરની નજીક
  • નબળા વૈશ્વિક પુરવઠાની ક્રૂડ ઉપર અસર
  • ડૉલર ઇન્ડેક્સ 104ને પાર , પછી 20 વર્ષની ઊંચી સપાટીએ
  • સોનું અને ચાંદી 4 સપ્તાહની નીચી સપાટીએ
  • મેટલ માર્કેટમાં ઘટાડો
  • ચીનમાં નવા કોવિડ પ્રતિબંધ લદાયા

સોમવારે રોકાણકારોના 6.5 લાખ કરોડ ડૂબ્યા હતા

સપ્તાહનો પ્રથમ દિવસ શેરબજાર માટે સારો રહ્યો ન હતો. અમેરિકાથી મળેલા નકારાત્મક સમાચારને કારણે સેન્સેક્સ 1100 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે ખુલ્યો હતો. દિવસના કારોબાર દરમિયાન તે 1700 પોઈન્ટથી વધુ લપસી ગયો હતો. છેવટે સેન્સેક્સ 1456 પોઈન્ટ ઘટીને 52846ના સ્તરે અને નિફ્ટી 427 પોઈન્ટના ઘટાડા સાથે 15774ના સ્તરે બંધ થયો હતો. સોમવારે શેરબજાર 11 મહિનાની નીચી સપાટીએ બંધ થયું હતું. આ ઘટાડાથી રોકાણકારોને રૂ. 6.5 લાખ કરોડનું નુકસાન થયું હતું.

Next Article