Opening Bell : વૈશ્વિક બજારોમાં પછડાટની અસર ભારતીય કારોબાર ઉપર દેખાઈ, Sensex 631 અંકના ઘટાડા સાથે ખુલ્યો

|

May 02, 2022 | 9:20 AM

સેન્સેક્સ અને નિફ્ટી સપ્તાહના પાંચમા ટ્રેડિંગ દિવસે શુક્રવારે ઘટાડા સાથે બંધ થયા હતા. સેન્સેક્સ 460.19 અથવા 0.80% પોઈન્ટ ઘટીને 57,060.87 પર બંધ થયો હતો

Opening Bell : વૈશ્વિક બજારોમાં પછડાટની અસર ભારતીય કારોબાર ઉપર દેખાઈ, Sensex 631 અંકના ઘટાડા સાથે ખુલ્યો
Bombay Stock Exchange - BSE

Follow us on

Share Market : નબળા વૈશ્વિક સંકેત સાથે ભારતીય શેરબજાર(Stock Market)માં પણ આજે સાપ્તાહિક અને માસિક કારોબારની શરૂઆત(Opening Bell) ઘટાડા સાથે થઇ છે. બંને મુખ્ય ઇન્ડેક્સ મોટા ઘટાડા સાથે ખુલ્યા છે. આજના કારોબારની શરૂઆત Sensex અને Nifty માં  1ટકા કરતા વધુના ઘટાડા સાથે થઇ છે. Sensex આજે 631 અંક અથવા 1.11 ટકા ઘટાડા સાથે 56,429.45 ઉપર ખુલ્યો છે. જે શુક્રવારે  460.19 અથવા 0.80% પોઈન્ટ ઘટીને 57,060.87 પર બંધ થયો હતો. નિફટીની વાત કરીએતો છેલ્લાં સત્રમાં નિફ્ટીએ 142.50 (0.83%) પોઈન્ટ ઘટીને 17,102.55 પર કારોબાર પૂર્ણ કર્યો હતો. આજે નિફટી 178.10 અંક અનુસાર 1.04% ઘટાડા સાથે 16,924.45ઉપર કારોબારનો પ્રારંભ કર્યો હતો.

વૈશ્વિક સંકેત નબળાં મળ્યા

વૈશ્વિક બજારોમાંથી નબળાઈના સંકેત જોવા મળી રહ્યા છે. શુક્રવારના ટ્રેડિંગ સેશન દરમિયાન યુએસ શેરબજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો . નાસ્ડેકમાં 4 ટકાનો ઘટાડો થયો હતો. આ સિવાય આઈટી શેરોમાં જોરદાર પછડાટ જોવા મળી હતી અને ડાઉ જોન્સ 940 પોઈન્ટ તૂટ્યા બાદ બંધ રહ્યો હતો. નાસ્ડેકે 2008 પછી મહિના માટે સૌથી મોટો ઘટાડો નોંધાવ્યો હતો. નબળા પરિણામોને કારણે એમેઝોનનો શેર 14 ટકા ઘટ્યો હતો જ્યારે એપલનો શેર પરિણામો બાદ 3.7 ટકા ઘટ્યો હતો. એશિયામાં સિંગાપોર, હોંગકોંગ, ચીન, યુકે અને રશિયાના શેરબજાર આજે બંધ રહેશે. એશિયન માર્કેટની વાત કરીએ તો અહીં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. SGX નિફ્ટી લગભગ 200 પોઈન્ટ નીચે છે અને આ ઈન્ડેક્સ લાલ નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યો છે.

એપ્રિલમાં યુએસ માર્કેટમાં કેટલો કડાકો બોલ્યો

  • ડાઓ             4.9%
  • S&P 500     8.8%
  • નાસ્ડેક         13.3%

આ સપ્તાહની મહત્વની ઘટનાઓ

  • ફેડ પોલિસી મીટિંગ પર નજર, દર 0.5% વધવાની અપેક્ષા
  • બેંક ઓફ ઈંગ્લેન્ડની પોલિસીમાં સતત ચોથા વર્ષે દરોમાં સંભવિત વધારો
  • યુએસ બેરોજગારી ડેટા અંદાજિત 0.5% રહેવાનું અનુમાન

કોમોડિટી અપડેટસ

  • બ્રેન્ટ 107 ડોલર ની નજીક રહ્યું
  • સોનું 1900 ની નીચેની રેન્જમાં છે
  • ડૉલર ઇન્ડેક્સ 20 વર્ષની ટોચ પરથી સરકી ગયો
  • એપ્રિલમાં ડૉલર 5% વધ્યો 7 વર્ષમાં શ્રેષ્ઠ મહિનો રહ્યો

FII-DIIનો ડેટા

29 એપ્રિલના ટ્રેડિંગ સેશન દરમિયાન વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ 3648.30 કરોડ રૂપિયા ઉપાડ્યા હતા. આ સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 3490.30 કરોડનું રોકાણ કર્યું હતું.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

છેલ્લા સત્રનો કારોબાર

સેન્સેક્સ અને નિફ્ટી સપ્તાહના પાંચમા ટ્રેડિંગ દિવસે શુક્રવારે ઘટાડા સાથે બંધ થયા હતા. સેન્સેક્સ 460.19 અથવા 0.80% પોઈન્ટ ઘટીને 57,060.87 પર બંધ થયો હતો જ્યારે નિફ્ટી 142.50 (0.83%) પોઈન્ટ ઘટીને 17,102.55 પર કારોબાર પૂર્ણ કર્યો હતો. સેન્સેક્સમાં સન ફાર્મા, કોટક બેંક, એચડીએફસી, ટાટા સ્ટીલ, હિન્દુસ્તાન યુનિલિવર અને ડૉ. રેડ્ડીઝ ટોપ ગેનર હતા. સેન્સેક્સ 296 પોઈન્ટ વધીને 57,817 પર જ્યારે નિફ્ટી 84 પોઈન્ટ વધીને 17,329 પર ખુલ્યા હતા. સૌથી વધુ ફાયદો ફાર્મા અને આઈટી શેરોમાં થયો હતો.

આ પણ વાંચો :  Sensex ની ટોચની 10 કંપનીઓ પૈકી 5ના માર્કેટ કેપમાં રૂપિયા 67843 કરોડનો વધારો થયો, HUL અને RIL TOP GAINER રહ્યા

આ પણ વાંચો :  Gujarat DA Hike : ગુજરાત સરકારે રાજ્યના સરકારી કર્મચારીઓને પગાર વધારાની ભેટ આપી, જાણો ક્યારે અને કેટલો વધશે પગાર

Published On - 9:19 am, Mon, 2 May 22

Next Article