Share Market : વૈશ્વિક બજારમાં સારા કારોબારના પગલે ભારતીય શેરબજારમાં સતત બીજા દિવસે મજબૂત શરૂઆત થઇ છે. શેરબજારના બંને મુખ્ય ઇન્ડેક્સ લીલા નિશાન ઉપર કારોબારની શરૂઆત કરી છે. સોમવાર અને મંગળવારે નબળા પ્રદર્શન બાદ સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 574.35 (1.02%) પોઈન્ટના વધારા સાથે 57,037.50 પર બંધ થયો અને નિફ્ટી 177.90 (1.05%) પોઈન્ટના વધારા સાથે 17,136.55 પર બંધ થયો હતો. આજે પણ તેજી યથાવત રાખી કારોબારની શરૂઆત 421.10 અંક અથવા 0.74% વધારા સાથે 57,458.60 ની સપાટી ઉપર થઇ હતી. બીજી તરફ નિફટીએ 98.05 અંક મુજબ 0.57% વધારા સાથે 17,234.60 ઉપર કારોબારનો પ્રારંભ કર્યો હતો.
વૈશ્વિક બજારોમાંથી સારા સંકેત મળી રહ્યા છે. અમેરિકી બજારોની વાત કરીએ તો આ બજારો અસ્થિરતા સાથે બંધ થયા હતા અને ડાઉ જોન્સ 250 પોઈન્ટથી ઉપર બંધ થવામાં સફળ રહ્યા હતા. જોકે, નાસ્ડેકમાં 1.2 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. ત્રિમાસિક પરિણામોના કારણે બજારમાં અસ્થિરતાનો સમયગાળો રહ્યો હતો. Netflixના શેર ખૂબ નબળા હતા, તો ઈન્ડેક્સમાં સ્ટોક 35 ટકા ઘટ્યો હતો. જોકે, IBMના સારા પરિણામોથી બજારને થોડો સપોર્ટ મળ્યો. ટેસ્લા અને યુનાઇટેડ એરલાઇન્સે પણ યુએસ માર્કેટમાં તેમના ત્રિમાસિક પરિણામો રજૂ કર્યા હતા. યુરોપના બજારોની વાત કરીએ તો અહીં પણ જોરદાર એક્શન જોવા મળ્યું હતું. બીજી તરફ એશિયન માર્કેટમાં ખરીદી જોવા મળી રહી છે અને SGX નિફ્ટી લીલા નિશાન ઉપર છે.
20 એપ્રિલના ટ્રેડિંગ સેશન દરમિયાન વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ શેરબજારમાં રૂ. 3009.36 કરોડ ઉપાડ્યા હતા જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 2645.82 કરોડનું રોકાણ કર્યું હતું.
બુધવારે સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 574.35 (1.02%) પોઈન્ટના વધારા સાથે 57,037.50 પર બંધ થયો અને નિફ્ટી 177.90 (1.05%) પોઈન્ટના વધારા સાથે 17,136.55 પર બંધ થયો હતો. સેન્સેક્સના શેરમાં રિલાયન્સ, મારુતિ, ડૉ. રેડ્ડીઝ, અલ્ટ્રા સિમેન્ટ અને મહિન્દ્રા સૌથી વધુ વધ્યા હતા. સેન્સેક્સ 278 પોઈન્ટના વધારા સાથે 56,741 પર ખુલ્યો હતો તો નિફ્ટીમાં પણ 87 પોઈન્ટ વધારા સાથે તે 17,045 પર ખુલ્યું હતું. સૌથી વધુ ઉછાળો ઓટો, રિયલ્ટી અને મીડિયા શેરોમાં જોવા મળ્યો હતો.
Published On - 9:17 am, Thu, 21 April 22