Opening Bell : નબળાં વૈશ્વિક સંકેત છતાં શેરબજારની મજબૂત શરૂઆત, Sensex 58910 ઉપર ખુલ્યો

|

Apr 13, 2022 | 9:18 AM

સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે એટલેકે મંગળવારે સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો નોંધાયો હતો. સેન્સેક્સ 388.20 અંક મુજબ 0.66% ઘટીને 58,576.37 પર બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી 144.65 અથવા 0.82% પોઈન્ટ ઘટીને 17,530.30 પર બંધ થયો હતો.

Opening Bell : નબળાં વૈશ્વિક સંકેત છતાં શેરબજારની મજબૂત શરૂઆત, Sensex 58910 ઉપર ખુલ્યો
Bombay Stock Exchange - BSE

Follow us on

Share Market : નબળા વૈશ્વિક સંકેત છતાં ભારતીય શેરબજાર(Share Market) આજે લીલા નિશાનમાં ખુલ્યું(Opening Bell) છે. સેન્સેક્સ(Sensex Today) 0.57% અને નિફટી(NIfty Today) 0.40% વધારા સાથે કારોબારનો પ્રારંભ કર્યો છે. આજે સેન્સેક્સ 58,910.74 ઉપર ખુલ્યો હતો જે ગઈકાલના બંધ સ્તર કરતા 334 અંક ઉપર છે. છેલ્લા સત્રમાં સેન્સેક્સ 388.20 અંક મુજબ 0.66% ઘટીને 58,576.37 પર બંધ રહ્યો હતો. નિફટીની વાત કરીએતો મંગળવારે નિફ્ટી 144.65 અથવા 0.82% પોઈન્ટ ઘટીને 17,530.30 પર બંધ થયો હતો. આજે ઇન્ડેક્સ 70 અંક ઉપર 17,599.90 ની સપાટીએ ખુલ્યો હતો.

 

વૈશ્વિક સંકેત નબળાં

છેલ્લા ટ્રેડિંગ સેશનથી વૈશ્વિક બજારમાં નબળાં સંકેતો જોવા મળ્યા હતા. અમેરિકી બજાર બીજા દિવસે પણ લાલ નિશાન સાથે બંધ થયા છે. ડાઉ જોન્સમાં સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો હતો. ડાઉ જોન્સ દિવસના ઉચ્ચ સ્તરેથી 450 પોઈન્ટ સરકીને 90 પોઈન્ટ ઘટીને બંધ રહ્યો હતો. નાસ્ડેકમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો અને આ ઇન્ડેક્સ 3 ટકા ઘટ્યો હતો. અમેરિકી બજારોમાં સ્મોલકેપમાં ખરીદારી જોવા મળી હતી. મોંઘવારી વધવાની અસર બજાર પર પડી હતી. આ સિવાય યુરોપના બજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો અને ઈન્ડેક્સ 0.5 ટકાના ઘટાડા સાથે બંધ થયો હતો. એશિયન માર્કેટની વાત કરીએ તો અહીં પણ શરૂઆતના સમયમાં વેચવાલી જોવા મળી રહી છે. SGX નિફ્ટીમાં 50 પોઈન્ટનો નજીવો ઘટાડો છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

કોમોડિટીઝ અપડેટ

  • ગઈકાલે સાંજે તેલ 6% ઉછળ્યું હતું. બ્રેન્ટ 105 ડોલર વટાવી ગયું
  • ચીનની માંગ અને વૈશ્વિક પુરવઠાની ચિંતાઓને પગલે તેલમાં તેજી
  • કોવિડ પ્રતિબંધ હટાવવાની પ્રક્રિયા ચીનના શાંઘાઈમાં શરૂ કરાઈ
  • યુએસમાં મોંઘવારી ના ડેટા પછી ડોલર વધ્યો, સોનામાં ખરીદી નીકળી
  • ડૉલર ઇન્ડેક્સ 2 વર્ષની ટોચે પહોંચ્યો

FII-DII ડેટા

12 એપ્રિલના ટ્રેડિંગ સત્ર દરમિયાન વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) એ શેરબજારમાંથી રૂ. 3128.39 કરોડ ઉપાડ્યા હતા જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ 870.01 કરોડનું રોકાણ કર્યું હતું.

છેલ્લા સત્રનો કારોબાર

સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે એટલેકે મંગળવારે સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો નોંધાયો હતો. સેન્સેક્સ 388.20 અંક મુજબ 0.66% ઘટીને 58,576.37 પર બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી 144.65 અથવા 0.82% પોઈન્ટ ઘટીને 17,530.30 પર બંધ થયો હતો. સેન્સેક્સ 221 પોઈન્ટના ઘટાડા સાથે 58,743 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી 90 પોઈન્ટના ઘટાડા સાથે 17,584 પર ખુલ્યો હતો. સમગ્ર ટ્રેડિંગ દિવસ દરમિયાન સેન્સેક્સે 58,794.78ની ઊંચી અને 58,298.57ની નીચી સપાટી બનાવી હતી. આજે સેન્સેક્સ અને નિફ્ટીના મોટાભાગના શેર ગબડ્યા હતા.

 

 

આ પણ વાંચો : Rupee Vs Dollar : ડોલર સામે રૂપિયો નબળો પડીને 76 રૂપિયા સુધી સરકી ગયો, મોંઘવારીની અસર અર્થતંત્ર ઉપર પડી રહી છે

આ પણ વાંચો : Petrol Diesel Price Today : સતત સાતમાં દિવસે મોંઘુ ન થયું તમારા વાહનનું ઇંધણ, જાણો 1 લીટર પેટ્રોલ – ડીઝલની કિંમત

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો- https://twitter.com/i/communities/15101570974255 

 

Published On - 9:16 am, Wed, 13 April 22

Next Article