Opening Bell : શેરબજારની તેજી ઉપર લાગી બ્રેક, કારોબારની લાલ નિશાન નીચે શરૂઆત

|

Jul 21, 2022 | 9:32 AM

બુધવારે  સતત ચોથા ટ્રેડિંગ સેશનમાં શેરબજાર તેજી સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 630 પોઈન્ટના વધારા સાથે 55397ના સ્તરે બંધ થયો હતો .

Opening Bell : શેરબજારની તેજી ઉપર લાગી બ્રેક, કારોબારની લાલ નિશાન નીચે શરૂઆત
Bombay Stock Exchange - BSE

Follow us on

સતત ચાર દિવસની વૃદ્ધિ બાદ આજે શેરબજાર(Share Market) ઘટાડા સાથે ખુલ્યું હતું. આજે સવારે સેન્સેક્સ 5 પોઈન્ટ ઘટીને 55391ના સ્તરે અને નિફ્ટી 3 પોઈન્ટના વધારા સાથે 16525ના સ્તરે ખુલ્યો હતો. શરૂઆતી કારોબારમાં બજારમાં 100 પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. છેલ્લા ચાર દિવસમાં સેન્સેક્સે 1961 પોઈન્ટનો ઉછાળો નોંધાવ્યો હતો જ્યારે રોકાણકારોની કુલ સંપત્તિમાં 7.5 લાખ કરોડનો વધારો થયો હતો. હાલમાં ઈન્ડસઈન્ડ બેંક, નેસ્લે ઈન્ડિયા અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા જેવા શેરોમાં તેજી છે. વિપ્રો, એલએન્ડટી અને કોટક મહિન્દ્રા બેન્કમાં ઘટાડો છે. રૂપિયો આજે 6 પૈસાના ઘટાડા સાથે 80.05 પર ખુલ્યો છે. આજે સતત ચોથો દિવસ છે જ્યારે રૂપિયો 80ની નીચે સરકી ગયો છે.

વૈશ્વિક સંકેત મિશ્રા મળ્યા

વૈશ્વિક બજારમાંથી આજે મિશ્ર સંકેતો મળી રહ્યા છે. યુએસ માર્કેટમાં ડાઉ જોન્સ 300 પોઈન્ટની રેન્જમાં ટ્રેડ થયા બાદ 50 પોઈન્ટ વધીને બંધ રહ્યો હતો. નીચલા સ્તરેથી 225 પોઇન્ટની રિકવરી જોવા મળી હતી. બીજી તરફ નાસ્ડેક 1.6 ટકા વધીને બંધ રહ્યો હતો. પરિણામોના આધારે નેટફ્લિક્સ 7 ટકા ઊછળ્યું છે જ્યારે યુનાઈટેડ એરલાઈન્સે 6 ટકાનું નુકસાન કર્યું. આજે બેન્ક ઓફ જાપાન અને ECB પર નજર રાખવામાં આવશે. બુધવારના કારોબારમાં એફઆઈઆઈએ રૂ. 1781 કરોડની ખરીદી કરી હતી જ્યારે ડીઆઈઆઈએ રૂ. 230 કરોડનું રોકડ વેચાણ કર્યું હતું.

કોમોડિટી અપડેટ્સ

  • સોનું 27 મહિનાની નીચી સપાટીએ
  • વૈશ્વિક બજારમાં સોનું ઘટીને 27 મહિનાની નીચી સપાટીએ પહોંચ્યું
  • MCX પર કિંમત 50200 રૂપિયાની આસપાસ
  • વૈશ્વિક બજારમાં સોનું 1700 ડોલરની નીચે સરક્યું
  • ક્રૂડ ઓઈલ 106 ડોલરની નજીક ટ્રેડ થયું

બુધવારે રોકાણકારોએ 7.5 લાખ કરોડની કમાણી કરી

બુધવારે  સતત ચોથા ટ્રેડિંગ સેશનમાં શેરબજાર તેજી સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 630 પોઈન્ટના વધારા સાથે 55397ના સ્તરે અને નિફ્ટી 180 પોઈન્ટના ઉછાળા સાથે 16520ના સ્તરે બંધ થયા છે.  સેન્સેક્સની ટોપ-30 કંપનીઓના 20 શેર ઉછાળા સાથે બંધ થયા હતા અને 10 શેર ઘટ્યા હતા. ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક્નોલોજી અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસના શેર સારી તેજી સાથે બંધ થયા છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, સન ફાર્મા અને કોટક મહિન્દ્રા બેંકના શેર ઘટાડા સાથે બંધ થયા હતા. આઈટી ઈન્ડેક્સ, મેટલ્સ અને એફએમસીજીએ આજની તેજીમાં સૌથી વધુ યોગદાન આપ્યું હતું.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

તેજી બાદ BSE લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ વધીને રૂ. 258.12 લાખ કરોડ થયું છે. આ ચાર દિવસના ઉછાળામાં સેન્સેક્સમાં 1961 પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો. રોકાણકારોની સંપત્તિમાં કુલ 7.5 લાખ કરોડનો વધારો થયો છે.

Published On - 9:32 am, Thu, 21 July 22

Next Article