Opening Bell : બે દિવસની તેજી બાદ આજે કારોબાર લાલ નિશાન નીચે સરક્યો, Sensex 57531 ઉપર ખુલ્યો

|

Apr 22, 2022 | 9:20 AM

21 એપ્રિલના ટ્રેડિંગ સેશન દરમિયાન વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ શેરબજારમાં રૂ. 713.69 કરોડ ઉપાડ્યા હતા જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 2823.43 કરોડનું રોકાણ કર્યું હતું.

Opening Bell : બે દિવસની તેજી બાદ આજે કારોબાર લાલ નિશાન નીચે સરક્યો, Sensex 57531 ઉપર ખુલ્યો
Bombay Stock Exchange - BSE

Follow us on

Share Market : નબળા વૈશ્વિક સંકેત સાથે ભારતીય શેરબજાર(Stock Market)માં પણ આજે શરૂઆત નબળી(Opening Bell) રહી છે. સતત બે દિવસની તેજી બાદ બજાર આજે લાલ નિશાન નીચે ખુલ્યું છે. ગુરુવારે સેન્સેક્સ 874.18 પોઈન્ટ્સ અથવા 1.53 ટકાના વધારા સાથે 57,911.68 પર બંધ રહ્યો હતો આજે ઇન્ડેક્સ 379.73 પોઇન્ટ અથવા 0.66% ટકા નીચે 57,531.95 ઉપર ખુલ્યો હતો તો બીજી તરફ નિફ્ટીએ છેલ્લા સત્રમાં  256.05 પોઈન્ટ અથવા 1.49 ટકાના વધારા સાથે 17,392.60 પર કારોબાર સમેટયો હતો. આજે નિફટીએ 49.85 અંક અથવા 0.86% ઘટાડા સાથે  17,242.75 ઉપર કારોબારનો પ્રારંભ કર્યો હતો.

શેરબજારની છેલ્લી  સ્થિતિ(9.20 AM )

SENSEX 57,262.58
−649.10 (1.12%)
NIFTY 17,210.35
−182.25 (1.05%)

એક નજર કારોબારના ઉતાર – ચઢાવ ઉપર

SENSEX NIFTY
Open 57,531.95 Open 17,242.75
High 57,531.95 High 17,253.85
Low 57,244.83 Low 17,196.05
Prev close 57,911.68 Prev close 17,392.60
52-wk high 62,245.43 52-wk high 18,604.45
52-wk low 47,204.50 52-wk low 14,273.30

વૈશ્વિક સંકેત નબળાં મળ્યા

વૈશ્વિક બજારોમાંથી નબળાઈના સંકેત મળી રહ્યા છે. યુએસ માર્કેટની વાત કરીએ તો ડાઉ જોન્સ 370 પોઈન્ટ ઘટીને દિવસના નીચા સ્તરે બંધ થયો છે જ્યારે નાસ્ડેક 2 ટકા તૂટ્યો છે. આઇટી શેરોમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે અને યુએસ માર્કેટમાં 1-2 ટકાનો ઘટાડો નોંધાયો છે. જો કે યુએસ માર્કેટની શરૂઆત સારી રહી હતી પરંતુ બાદમાં ઘટાડો વધ્યો હતો. Netflixનો શેર ફરીથી 3.5 ટકા લપસ્યો છે. યુરોપના બજારોની વાત કરીએ તો મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. ફેડના ચેરમેનના નિવેદન બાદ અમેરિકી બજારોમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. ફેડનું ધ્યાન મોંઘવારીને નિયંત્રિત કરવા પર છે. બીજી તરફ એશિયન બજારોની વાત કરીએ તો અહીં પણ વેચવાલીનું પ્રભુત્વ જોવા મળે છે. SGX નિફ્ટીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને આ ઈન્ડેક્સ 228 પોઈન્ટના ઘટાડા સાથે લાલ નિશાન પર ટ્રેડ થઈ રહ્યો છે.

FII-DII ડેટા

21 એપ્રિલના ટ્રેડિંગ સેશન દરમિયાન વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ શેરબજારમાં રૂ. 713.69 કરોડ ઉપાડ્યા હતા જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 2823.43 કરોડનું રોકાણ કર્યું હતું.

અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે

કોમોડિટીઝ અપડેટ

  • ગઈ સાંજના 2% રિબાઉન્ડ પછી બ્રેન્ટ 108 ડોલર ની નજીક પહોંચ્યું
  • કુદરતી ગેસમાં ખરીદી નીકળી
  • હળવી ખરીદી સાથે સોનું 1950 ડોલર થી ઉપર
  • બેઝ મેટલ્સમાં તેજી

સરકાર આ સપ્તાહે IPOની તારીખ અંગે નિર્ણય લઈ શકે છે

જીવન વીમા કોર્પોરેશન (LIC)ના પ્રારંભિક જાહેર ઓફર (IPO) લોન્ચ અંગે સરકાર આ અઠવાડિયે નિર્ણય લે તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર IPO સંબંધિત મોટા ભાગનું ગ્રાઉન્ડ વર્ક પૂરું થઈ ગયું છે પરંતુ આખરી નિર્ણય લેતા પહેલા આ અઠવાડિયે ઈશ્યૂ પ્રાઇસ અંગે સંભવિત એન્કર રોકાણકારોના પ્રતિભાવની સમીક્ષા કરવામાં આવશે.

સરકારની યોજના માર્ચ 2022 સુધીમાં IPO લાવવાની હતી, પરંતુ રશિયા-યુક્રેન યુદ્ધને કારણે બજારનું સેન્ટિમેન્ટ નેગેટિવ થઈ ગયું અને સરકાર વેઈટ એન્ડ વોચ મોડમાં ગઈ. હવે જ્યારે બજાર ફરી સુધર્યું છે અને સેન્ટિમેન્ટ પોઝિટિવ આવ્યું છે ત્યારે સરકારે ફરીથી IPO લાવવાની તૈયારી શરૂ કરી છે. આ મહિનાની શરૂઆતમાં સરકારે FDI નિયમોમાં સુધારો કરીને LICમાં 20% ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI)ને મંજૂરી આપી હતી.

છેલ્લા સત્રનો કારોબાર

ગુરુવારે  સેન્સેક્સ અને નિફ્ટી આજે લીલા નિશાનમાં ખુલ્યા હતા. ટ્રેડિંગ સેશનના અંતે સેન્સેક્સ 874.18 પોઈન્ટ્સ અથવા 1.53 ટકાના વધારા સાથે 57,911.68 પર બંધ રહ્યો હતો. બીજી તરફ નિફ્ટી 256.05 પોઈન્ટ અથવા 1.49 ટકાના વધારા સાથે 17,392.60 પર બંધ થયો હતો. બીજી તરફ ઈન્ટ્રાડેમાં સેન્સેક્સ 954 પોઈન્ટ વધીને 57,991.5 પર પહોંચ્યો હતો જ્યારે નિફ્ટી 50 પણ 17,414.7ની સપાટીને સ્પર્શ્યો હતો.

 

આ પણ વાંચો : Share Market : સતત બે દિવસની તેજીમાં રોકાણકારોએ 5.9 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી,આજે કેવો રહી શકે છે બજારનો મૂડ?

 

આ પણ વાંચો : RBI એ ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ઈશ્યુ કરવા માટે માસ્ટર ડાયરેક્શન્સ જાહેર કર્યા, જાણો વિગતવાર

Published On - 9:18 am, Fri, 22 April 22

Next Article