Ola Electric IPO : ઓલા 100 કરોડ ડોલરનું ભંડોળ એકત્ર કરવા IPO લાવશે, કંપની દર મહિને 30,000 ઇ-સ્કૂટરનું વેચાણ કરે છે

|

Jun 10, 2023 | 9:17 AM

Ola Electric IPO : ઓલા ઇલેક્ટ્રિક આગામી સપ્તાહથી IPO  લોન્ચ કરવાની કવાયત ઝડપી બનાવવા જઈ રહી છે. કંપની આવતા અઠવાડિયે સિંગાપોર અને અમેરિકાના રોકાણકારો સાથે IPO લોન્ચ કરવા અને તેને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરવા માટે પ્રથમ રાઉન્ડની વાટાઘાટો કરવા જઈ રહી છે.

Ola Electric IPO : ઓલા 100 કરોડ ડોલરનું ભંડોળ એકત્ર કરવા IPO  લાવશે, કંપની દર મહિને 30,000 ઇ-સ્કૂટરનું વેચાણ કરે છે

Follow us on

Ola Electric IPO : ઓલા ઇલેક્ટ્રિક આગામી સપ્તાહથી IPO  લોન્ચ કરવાની કવાયત ઝડપી બનાવવા જઈ રહી છે. કંપની આવતા અઠવાડિયે સિંગાપોર અને અમેરિકાના રોકાણકારો સાથે IPO લોન્ચ કરવા અને તેને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરવા માટે પ્રથમ રાઉન્ડની વાટાઘાટો કરવા જઈ રહી છે. ઓલા ઈલેક્ટ્રીક આઈપીઓ દ્વારા એક અબજ ડોલર એકત્ર કરવાની તૈયારી કરી રહી છે.ઓલા ઇલેક્ટ્રિક દેશની સૌથી મોટી ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર કંપની છે જે દર મહિને 30,000 ઇ-સ્કૂટર વેચે છે, જેની કિંમત લગભગ 1600 ડોલર છે. સોફ્ટબેંક અને ટેમાસેક જેવા રોકાણકારોએ કંપનીમાં રોકાણ કર્યું છે.

મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ સાથે મુલાકાત કરાશે

IPO લોન્ચ કરતા પહેલા કંપની રોકાણકારોને ભારતમાં ઇલેક્ટ્રિક વાહન બજારના ઉજ્જવળ ભવિષ્ય વિશે માહિતી આપવા માંગે છે. રોઇટર્સ અનુસાર ઓલાના સ્થાપક ભાવિશ અગ્રવાલ આગામી બે અઠવાડિયા માટે સિંગાપોર, યુએસ અને યુનાઇટેડ કિંગડમની મુલાકાત લેશે જ્યાં તેઓ બ્લેકરોક, સિંગાપોર સોવરિન વેલ્થ ફંડ GIC (GIC) અને T Rowe Price જેવી મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ સાથે મુલાકાત કરશે.

ઓલા ઇલેક્ટ્રીક ઓગસ્ટ મહિના સુધીમાં IPO લાવવા માટે શેરબજાર નિયમનકાર સેબી પાસે ડ્રાફ્ટ પેપર ફાઇલ કરી શકે છે. ઓલા ઈલેક્ટ્રીકના આઈપીઓમાં તાજા શેરની સાથે ઓફર ફોર સેલ દ્વારા શેર પણ વેચવામાં આવશે. ઓફર ફોર સેલ દ્વારા, હાલના રોકાણકારો IPOમાં કંપનીમાં તેમનો હિસ્સો ઘટાડશે. કંપની કુલ 10 ટકા હિસ્સો વેચવાનું વિચારી રહી છે.

નીતિશ કુમાર રેડ્ડીએ કેટલી કમાણી કરી?
500 રૂપિયાની નોટ અહીં જતાં જ બની જાય છે 1.5 લાખ રૂપિયા ! જાણો કઈ છે જગ્યા ? (Copy)
નીમ કરોલી બાબાએ જણાવી ધનવાન બનવાની 3 રીતો, તમારું ખિસ્સું પૈસાથી ભરાઈ જશે
કોઈ પણ સંજોગોમાં સવારે આટલા વાગ્યા સુધીમાં પથારી છોડી દેવી, જયા કિશોરીએ જણાવ્યું કારણ
1 જાન્યુઆરી, 2025 થી બદલાશે આ નિયમ, જાણી લો
Vastu Tips : ઘરની છત પર કાગડાનું બેસવું શુભ કે અશુભ સંકેત ? જાણો અહીં

ભડોળનો ઉપયોગ ક્યાં કરશે ?

Ola ઇલેક્ટ્રિક ચાલુ નાણાકીય વર્ષ 2023-24ના ચોથા ક્વાર્ટરમાં IPO લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. કંપની IPO દ્વારા $5 બિલિયનથી વધુનું મૂલ્યાંકન મેળવી શકે છે. કંપનીને આ મૂલ્યાંકન મળે છે જે તેને બજાજ ઓટો અને આઈશર મોટર્સ પછી ત્રીજી સૌથી મૂલ્યવાન ટુ-વ્હીલર કંપની બનાવશે. અને આઈપીઓમાંથી મળેલી રકમ દ્વારા કંપની મૂડી ખર્ચ માટે ભંડોળ પૂરું પાડશે.

કંપનીની યોજના

ઓલા ઈલેક્ટ્રીકે આઈપીઓ લોન્ચ કરવા માટે બેંક ઓફ અમેરિકા, ગોલ્ડમેન સૅક્સ, આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ, એક્સિસ કેપિટલ અને કોટક સિક્યોરિટીઝને લીડ મેનેજર તરીકે હાયર કર્યા છે. અગાઉ જાન્યુઆરી 2022 માં, કંપનીએ રોકાણકારો પાસેથી $200 મિલિયન એકત્ર કર્યા હતા, ત્યારબાદ કંપનીનું મૂલ્યાંકન $5 બિલિયન આંકવામાં આવ્યું હતું. ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર સ્પેસમાં ઓલા ઈલેક્ટ્રિકનો 28 ટકા બજાર હિસ્સો છે. છેલ્લા ત્રણ મહિનામાં કંપનીએ 60,735 ટુ-વ્હીલરનું વેચાણ કર્યું છે.

કંપની તમિલનાડુમાં કૃષ્ણાગિરી ખાતે 5 GW ક્ષમતાની લિથિયમ-આયન સેલ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી સ્થાપવાની યોજના બનાવી રહી છે. PLI યોજના હેઠળ, ભારત સરકારે તેને એડવાન્સ સેલ બનાવવા માટે કંપનીને બેટરી સેલની ક્ષમતા ફાળવી છે. કંપનીએ $500 મિલિયનના રોકાણની જાહેરાત કરી છે.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Article