Multibagger Stocks: કોરોના મહામારી હોવા છતાં ઘણા શેરોએ છેલ્લા બે-ત્રણ વર્ષમાં રોકાણકારોને ઘણું સારું વળતર આપ્યું છે. આ સમય દરમિયાન ઘણા પેની સ્ટોક્સ(Penny Stock) મલ્ટિબેગર સ્ટોક (Multibagger Stock) તરીકે ઉભરી આવ્યા છે. તેમાં ખેતાન કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ(Khaitan Chemicals and Fertilisers) ના શેરનો પણ સમાવેશ થાય છે. છેલ્લા ત્રણ વર્ષમાં આ શેરે તેના રોકાણકારોને 1,021 ટકા જેટલું રિટર્ન આપ્યું છે.બજારના ઘટાડા છતાં આ શેરમાં વધારો ચાલુ રહ્યો છે. સ્ટોક હાલમાં 5 દિવસ, 50 દિવસ, 100 દિવસ અને 200 દિવસની મૂવિંગ એવરેજ કરતાં વધુ ઝડપી ગતિએ ટ્રેડ થઈ રહ્યો છે.
5 માર્ચ 2019 ના રોજ બજાર બંધ થવા પર શેરની કિંમત રૂ. 8.92 હતી. કંપનીના શેરનો ભાવ વધીને 5 માર્ચ, 2022ના રોજ 100 રૂપિયા થયો હતો જેનો ૮ માર્ચનો બંધ ભાવ 103.40 હતો. આમ ત્રણ વર્ષમાં કંપનીના શેરના ભાવમાં 1,021 ટકાનો વધારો થયો છે. આમ ત્રણ વર્ષ પહેલા આ સ્ટોકમાં રોકાયેલ એક લાખ રૂપિયા આજે 11.21 લાખ થયા છે. આ સમયગાળા દરમિયાન સેન્સેક્સ 50.66 ટકા વધ્યો હતો.
બજારના ઘટાડા છતાં આ શેરમાં વધારો ચાલુ રહ્યો છે. સ્ટોક હાલમાં 5 દિવસ, 50 દિવસ, 100 દિવસ અને 200 દિવસની મૂવિંગ એવરેજ કરતાં વધુ ઝડપી ગતિએ ટ્રેડ થઈ રહ્યો છે.
આ વર્ષની શરૂઆતથી કંપનીના શેરની કિંમત 55.52 ટકા વધી છે. BSE પર કંપનીનું માર્કેટ કેપ આશરે રૂ. 969.89 કરોડ છે. જો આપણે આ શેરના 52 સપ્તાહના નીચલા સ્તર વિશે વાત કરીએ તો કંપનીના આ શેરની કિંમત 28 એપ્રિલ 2021 ના રોજ 20.55 રૂપિયા હતી જ્યારે કંપનીના એક શેરની કિંમત 28 જાન્યુઆરી, 2022 ના રોજ 129.60 સુધી ઉછળી હતી . આ સ્ટોકનો 52 સપ્તાહનો ઉચ્ચતમ સ્તર છે.
આ પણ વાંચો : MONEY9: કોઈ સમાચારના પગલે શેરના ભાવ ઘટે તો શું કરવું? સમજો આ વીડિયોમાં
આ પણ વાંચો : MONEY9: સ્ટોક માર્કેટમાં NFO શું હોય છે? તેનો લાભ કેવી રીતે ઉઠાવશો? જુઓ આ વીડિયો