દેશના ધનિક કારોબારી મુકેશ અંબાણી (Mukesh Ambani) ની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ(Reliance Industries) હવે Walgreens Boots Alliance Inc ના આંતરરાષ્ટ્રીય દવા સ્ટોર યુનિટ માટે બિડિંગની શક્યતા પર વિચાર કરી રહી છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર આ બાબતની જાણકારી ધરાવતા લોકોએ માહિતી જાહેર કરી છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે રિલાયન્સ BOOTS ચેઈન માટે ઑફર્સની શક્યતાઓ શોધવાના પ્રારંભિક તબક્કામાં છે. અંબાણી દેશના સૌથી અમીર (Richest People) લોકોમાંથી એક છે. અંબાણી તેમના પરંપરાગત રિફાઈનરી બિઝનેસને અન્ય બિઝનેસમાં વિસ્તારવાની યોજના પર કામ કરી રહ્યા છે. તેમનું લક્ષ્ય ભારતમાં કરોડો ગ્રાહકોને જોડવાનું છે. મુકેશ અંબાણી યુરોપમાં ટેલિકોમ સેક્ટર સહિત અનેક કરારો અંગે પણ ચર્ચા કરી રહ્યા છે.
રિપોર્ટ અનુસાર BOOTS નું મૂલ્ય 7 બિલિયન પાઉન્ડ અથવા 9.1 બિલિયન ડોલર હોઈ શકે છે. અહેવાલમાં જણાવાયું છે કે ચર્ચા ચાલી રહી છે અને એવી કોઈ ખાતરી નથી કે રિલાયન્સ બૂટસનો સંપર્ક કરવાનું નક્કી કરશે. વોલગ્રીન્સના પ્રતિનિધિએ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો જ્યારે રિલાયન્સના પ્રવક્તાએ હજુ સુધી જવાબ આપ્યો નથી. બુધવારે વોલગ્રીન્સના શેર 0.8 ટકાના વધારા સાથે બંધ થયા હતા. આનાથી ડીયરફિલ્ડનું મૂલ્ય લગભગ 30 બિલિયન ડોલર સુધી વધી ગયું હતું. વોલગ્રીન્સે આ વર્ષે બૂટસનું વેચાણ શરૂ કર્યું છે. આનાથી એપોલો ગ્લોબલ મેનેજમેન્ટ ઇન્ક. અને TDR કેપિટલ સહિતની ખાનગી ઇક્વિટી કંપનીઓને આકર્ષવામાં આવી છે.
દેશના બીજા ક્રમના સૌથી મોટા ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) એ વૈશ્વિક સ્તરે બ્લુ હાઇડ્રોજન (Blue Hydrogen)ના સૌથી મોટા ઉત્પાદકોમાંનું એક બનવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. રિલાયન્સે આ શૂન્ય-ઉત્સર્જન ઇંધણનું ઉત્પાદન વૈશ્વિક સરેરાશ ઉત્પાદન ખર્ચના અડધા ભાવે કરવાની વાત કરી છે.
રિલાયન્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કંપની હાલમાં બ્લુ હાઇડ્રોજન (Blue Hydrogen)ના ઉત્પાદન માટે પેટ્રોલિયમ કોકને સિન્થેટિક ગેસમાં રૂપાંતરિત કરતા રૂ 30,000 કરોડના પ્લાન્ટનું પુનર્ગઠન કરશે. હાઇડ્રોજન એ તમામ જાણીતા ઇંધણમાં સૌથી સ્વચ્છ છે, અને ઉત્પાદનની પદ્ધતિના આધારે તે લીલો, વાદળી અથવા રાખોડી હોઈ શકે છે. આમાં બ્લુ હાઇડ્રોજન (Blue Hydrogen)ને કાર્બન સાપેક્ષ પણ કહેવામાં આવે છે કારણ કે તે વાતાવરણમાં ઉત્સર્જનને ફેલાવતું નથી.