સેન્સેક્સ(Sensex)ની ટોચની 10 કંપનીઓમાંથી 9 કંપનીઓની માર્કેટ મૂડી(Market Capitalisation)માં ગયા સપ્તાહે રૂ 1,03,532.08 કરોડનો ઘટાડો થયો હતો. માર્કેટ કેપની દ્રષ્ટિએ સૌથી વધુ નુકસાન ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ એટલે કે ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ(Tata Consultancy Services) ને થયું હતું.
ગયા અઠવાડિયે 30 શેરો ધરાવતો BSE સેન્સેક્સ 491.90 પોઈન્ટ અથવા 0.83 ટકા ઘટ્યો હતો. ટોચની 10 કંપનીઓમાં માત્ર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ(Reliance Industries Limited)ના માર્કેટ કેપમાં વધારો થયો છે. સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટ વેલ્યુએશન રૂ. 30,474.79 કરોડ વધીને રૂ. 16,07,857.69 કરોડ થયું હતું. બીજી તરફ TCSનું માર્કેટ કેપ રૂ. 44,037.2 કરોડ ઘટીને રૂ. 13,67,021.43 કરોડ થયું હતું.
HDFCનું માર્કેટ કેપ રૂ. 13,772.72 કરોડ ઘટયું હતું. હિન્દુસ્તાન યુનિલિવર રૂ. 11,818.45 કરોડના નુકસાનથી રૂ. 5,30,443.72 કરોડ અને ICICI બેન્ક રૂ. 9,574.95 કરોડના નુકસાનથી રૂ. 5,49,434.46 કરોડ થયું હતું. બજાજ ફાઇનાન્સે રૂ. 8,987.52 કરોડનું નુકસાન થતા માર્કેટકેપ રૂ. 4,22,938.56 કરોડ નોંધાયું હતું જયારે ઇન્ફોસિસ રૂ. 8,386.79 કરોડના નુકસાન સાથે રૂ. 7,23,790.27 કરોડ માર્કેટ મૂડી દર્જ થઇ છે.
સમીક્ષા હેઠળના સપ્તાહમાં ભારતી એરટેલને રૂ. 3,157.91 કરોડનું નુકસાન થયું હતું અને તેની માર્કેટ મૂડી રૂ. 3,92,377.89 કરોડ સુધી પહોંચી હતી. HDFC બેન્કનું માર્કેટ કેપ રૂ. 2,993.33 કરોડ ઘટીને રૂ. 8,41,929.20 કરોડ થયું હતું. તેવી જ રીતે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)નું મૂલ્યાંકન રૂ. 803.21 કરોડ ઘટીને રૂ. 4,72,379.69 કરોડ થયું હતું.
ટોચની 10 કંપનીઓની યાદીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ટોચ પર છે. તે પછી અનુક્રમે TCS, HDFC બેંક, ઇન્ફોસિસ, ICICI બેંક, હિન્દુસ્તાન યુનિલિવર, SBI, HDFC, બજાજ ફાઇનાન્સ અને ભારતી એરટેલનું સ્થાન છે.
Company |
Last Price |
Market cap(Rs.) |
RELIANCE INDUSTRIES LTD. | 2376.85 | 1607857.69 |
TATA CONSULTANCY SERVICES LTD. | 3695.6 | 1367021.43 |
HDFC Bank Ltd | 1518.85 | 841929.2 |
INFOSYS LTD. | 1721 | 723790.27 |
ICICI BANK LTD. | 791.05 | 549434.46 |
HINDUSTAN UNILEVER LTD. | 2257.6 | 530443.72 |
STATE BANK OF INDIA | 529.3 | 472379.69 |
HOUSING DEVELOPMENT FINANCE CORP.LTD. | 2426.6 | 439459.25 |
Bajaj Finance Limited | 7007 | 422938.56 |
BHARTI AIRTEL LTD. | 714.45 | 392377.89 |
આ પણ વાંચો : TCS BUYBACK : રૂપિયા 18000 કરોડની બાયબેક યોજનાને મંજૂરી મળી, 23 ફેબ્રુઆરી રેકોર્ડ ડેટ નક્કી કરાઈ