LIC IPO : નાના રોકાણકારો અને પોલિસીધારકોને મળશે વધુ શેર, સરકાર LIC કર્મચારીઓને પણ મોટો હિસ્સો આપશે

|

Feb 13, 2022 | 7:50 AM

સૂત્રોના જણાવ્યા અનુસાર, લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા આઈપીઓમાં 30 ટકા સુધીનો હિસ્સો રિટેલ અથવા નાના રોકાણકારોને આપી શકે છે.

LIC IPO :  નાના રોકાણકારો અને પોલિસીધારકોને મળશે વધુ શેર, સરકાર LIC કર્મચારીઓને પણ મોટો હિસ્સો આપશે
LIC IPO

Follow us on

LIC IPO : લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (LIC) તેનો IPO લોન્ચ કરવા જઈ રહી છે. તે 31 માર્ચ સુધીમાં આવવાની ધારણા છે. જો કે, સરકારે હજુ સુધી આ અંગે ખુલીને વાત કરી નથી અને કોઈ ચોક્કસ તારીખ પણ આપી નથી. આ કેસમાં મોટાભાગની બાબતો સૂત્રોમાંથી બહાર આવી રહી છે. તેમાં એવી માહિતી બહાર આવી રહી છે કે રિટેલ રોકાણકારો અથવા નાના રોકાણકારોને LIC IPOમાં વધુ હિસ્સો મળી શકે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા આઈપીઓમાં 30 ટકા સુધીનો હિસ્સો રિટેલ અથવા નાના રોકાણકારોને આપી શકે છે. આમાં પણ LIC ના પોલિસીધારકો માટે 10% અનામત રાખવામાં આવી શકે છે. 30 ટકા રિટેલ રોકાણકારો માટે હશે જેમાં LIC કર્મચારીઓ અને પોલિસીધારકોનો સમાવેશ થાય છે. તાજેતરના બજેટ (Budget 2022)માં નાણા મંત્રાલયે કહ્યું કે LICનો IPO બહુ જલ્દી લાવવામાં આવશે.

લાખો લોકો LICના IPOની રાહ જોઈ રહ્યા છે. અપેક્ષા મુજબ, IPO 31 માર્ચ સુધીમાં જારી આવી શકે છે. સરકાર દ્વારા સેબીને આપવામાં આવેલ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ડિસઇન્વેસ્ટમેન્ટની ટકાવારી નક્કી કરશે. પરંતુ સૂત્રોએ જણાવ્યું છે કે 10 ટકાથી ઓછા હિસ્સાને ડિસઇન્વેસ્ટમેન્ટ માટે લીલીઝંડી આપવામાં આવશે. વધુમાં સૂત્રોએ જણાવ્યું છે કે 5 ટકા કે તેથી વધુ હિસ્સાનું વિનિવેશ કરવામાં આવશે.

અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના

કેટલું ડિસઇન્વેસ્ટ થશે?

30 સપ્ટેમ્બર, 2021 સુધીમાં, LICની નેટવર્થ અંદાજિત રૂ 8,000 કરોડ છે. LIC એક્ટ મુજબ LICમાં કેન્દ્રનો હિસ્સો 51% થી ઓછો ન હોઈ શકે. કાયદો એ પણ જણાવે છે કે કોઈપણ રોકાણકાર એકલા અથવા જૂથ અથવા કોઈપણ એન્ટિટી એલઆઈસીમાં 5 ટકાથી વધુ હિસ્સો લઈ શકે નહીં. કેન્દ્ર સરકાર આ મામલામાં અપવાદ છે. આનો સ્પષ્ટ અર્થ એ છે કે રોકાણકારો LICના લિસ્ટિંગમાં 5 ટકાથી વધુ હિસ્સો ખરીદી શકતા નથી. LIC હાલમાં 61 ટકા બજાર હિસ્સા સાથે દેશની સૌથી મોટી વીમા કંપની છે. તે દેશની સૌથી મોટી સંપત્તિ છે.

LIC IPO અંગે અગત્યની માહિતી

LIC એ IPO મેળવવા માટે બે બાબતો ધ્યાનમાં રાખવાની છે. પ્રથમ તમારું PAN LIC સાથે અપડેટ કરવું આવશ્યક છે. બીજું LICના IPOમાં રોકાણ કરવા માટે તમારી પાસે ડીમેટ ખાતું હોવું જરૂરી છે. આ સંદર્ભમાં LICએ જણાવ્યું છે કે જો પોલિસીધારકો IPOમાં ભાગ લેવા માંગતા હોય તો તેમણે કોર્પોરેશનના રેકોર્ડમાં તેમની PAN વિગતો અપડેટ કરવી પડશે. બીજું મહત્વનું કાર્ય ડીમેટ ખાતું ખોલવાનું છે. દેશમાં કોઈપણ IPO માં સબ્સ્ક્રાઇબ કરવા માટે તમારી પાસે ડીમેટ ખાતું હોવું આવશ્યક છે. જો LIC પોલિસીધારકો IPO લેવા માંગે છે તો તે જ નિયમ તેમને લાગુ પડે છે. પહેલા તેઓએ તેમનું ડીમેટ ખાતું ખોલાવવું પડશે. જો તમારી પાસે માન્ય ડીમેટ ખાતું હોય તો જ LIC IPO લઈ શકાય છે.

આ પણ વાંચો : LIC IPO : સસ્તી કિંમતે શેર મેળવવા માટે Demat એકાઉન્ટ ખોલવા પડાપડી, જાણો જાન્યુઆરીમાં કેટલા લોકોએ ખાતા ખોલાવ્યા

 

આ પણ વાંચો : હવે તમે તમારી બંધ LIC પોલિસી ફરી શરૂ કરી શકો છો,સરકારે શરૂ કરી વિશેષ યોજના, જાણો સંપૂર્ણ પ્રક્રિયા

Next Article