LIC IPO : સરકારી કંપનીના IPO ને સફળ બનાવવા RBIએ ઐતિહાસિક નિર્ણય લીધો, રવિવારે LIC IPO માટે બેંકો ખુલશે

|

May 05, 2022 | 8:47 AM

LIC IPOમાં પોલિસીધારકોને બમ્પર ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. ઈસ્યુના 10 ટકા પોલિસીધારકો માટે અને 0.7 ટકા કર્મચારીઓ માટે અનામત રાખવામાં આવ્યા છે. IPOમાં 22.13 કરોડ શેર ઈશ્યુ કરવામાં આવશે.

LIC IPO : સરકારી કંપનીના IPO ને સફળ બનાવવા RBIએ ઐતિહાસિક નિર્ણય લીધો, રવિવારે LIC IPO માટે બેંકો ખુલશે
LIC IPO

Follow us on

ભારતીય જીવન વીમા નિગમ (Life Insurance Corporation) ની ઇનિશિયલ પબ્લિક ઓફર (LIC IPO)માં સામાન્ય લોકોની ભાગીદારી વધારવા માટે સરકાર અનેક પગલાં લઈ રહી છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા LIC IPO માટે ASBA (એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક એમાઉન્ટ) સુવિધા સાથેની બેંક શાખાઓ રવિવારે પણ ખુલ્લી રહેશે. જાહેર ક્ષેત્રની કંપની LICનો IPO બુધવારે રિટેલ અને સંસ્થાકીય રોકાણકારો માટે ખુલ્યો છે. આરબીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું છે કે સરકારે એલઆઈસીની આઈપીઓ અરજીઓની પ્રક્રિયા કરવા માટે રવિવારે એટલે કે 8 મેના રોજ ASBAની તમામ શાખાઓ ખોલવા વિનંતી કરી છે.

કેન્દ્રીય બેંકે કહ્યું છે કે આ વિનંતીની સમીક્ષા કર્યા પછી રવિવારે પણ ASBAની સુવિધા સાથે બેંક શાખાઓ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સામાન્ય રીતે રોકાણકારો ASBA દ્વારા ઇશ્યૂ માટે અરજી કરે છે. LICનો IPO 9 મેના રોજ બંધ થશે અને બિડ 7 મેના રોજ પણ મૂકી શકાશે.

IPO 9 મેના રોજ બંધ થશે

સરકાર તેના 3.5 ટકા શેર વેચીને રૂ. 21,000 કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. LICનો IPO 9મી મેના રોજ બંધ થશે.

અવાર-નવાર થઈ જતી કબજિયાતની સમસ્યાથી મળશે છુટકારો, કરી લો બસ આટલું
તારક મહેતાના ટપ્પુએ ચાહકોની આપ્યા ગુડન્યુઝ, જાણો શું છે
ધોરણ -12 પછી આ ફિલ્ડમાં બનાવી શકો છો ઉજ્જવળ કારકિર્દી
ઓટોમેટિક કારના ફાયદા વધારે કે ગેરફાયદા? જાણો ગણિત
આજનું રાશિફળ તારીખ 09-05-2024
પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી

LIC IPO પ્રથમ દિવસે 67% સબસ્ક્રાઇબ કર્યું

LICના IPOને રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. પ્રથમ દિવસે એલઆઈસીના પોલિસી ધારકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને તેમના ક્વોટામાં ડબલ સબસ્ક્રાઈબ થઈ ગયો છે. કર્મચારીઓ માટે આરક્ષિત શેર કરતાં વધુ શેરની બિડ પહેલા જ દિવસે મળી છે. રિટેલ ક્વોટા પણ અડધાથી વધુ ભરાઈ ગયો છે. LICનો IPO પ્રથમ દિવસે 67 ટકા ભરાયો છે.

શનિવારે પણ IPOમાં રોકાણ કરી શકશે

તમે શનિવારે પણ LICના IPOમાં નાણાંનું રોકાણ કરી શકશો. શનિવાર અને રવિવારે શેરબજારમાં કોઈ કારોબાર નથી પરંતુ બજાર બંધ હોવા છતાં છૂટક રોકાણકારો શનિવારે એટલે કે 7 મેના રોજ પણ ઇશ્યૂમાં રોકાણ કરી શકશે.

IPO 9 મેના રોજ બંધ થશે. આ ઈશ્યુની પ્રાઇસ બેન્ડ 902-949 રૂપિયા પ્રતિ શેર છે. LIC તેના 3.5 ટકા શેર IPO દ્વારા વેચવા જઈ રહી છે. 20,557 કરોડ એકત્ર થવાની ધારણા છે.

પોલિસીધારકોને બમ્પર ડિસ્કાઉન્ટ મળશે

LIC IPOમાં પોલિસીધારકોને બમ્પર ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. ઈસ્યુના 10 ટકા પોલિસીધારકો માટે અને 0.7 ટકા કર્મચારીઓ માટે અનામત રાખવામાં આવ્યા છે. IPOમાં 22.13 કરોડ શેર ઈશ્યુ કરવામાં આવશે. LIPOના IPOમાં પોલિસી ધારકોને IPOની કિંમત પર 60 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. જ્યારે રિટેલ અને કર્મચારીઓને 45 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. IPOની લોટ સાઈઝ 15 શેરની હશે. અપર પ્રાઇસ બેન્ડ અનુસાર, એક લોટ માટે 14,235 રૂપિયા ખર્ચવા પડશે.

2 લાખનું મહત્તમ રોકાણ થશે

LIC અનુસાર નાના રોકાણકારોને IPOમાં બિડ કરવાની તક આપવામાં આવશે પરંતુ તેમના માટે રોકાણની મહત્તમ મર્યાદા નક્કી કરવામાં આવી છે. પોલિસીધારકોને વધુમાં વધુ રૂ. 2 લાખ સુધીના શેર ખરીદવાની તક આપવામાં આવશે. એટલું જ નહીં છૂટક રોકાણકારો IPOમાં માત્ર રૂ. 2 લાખ સુધીના મૂલ્યના શેર ખરીદવા માટે બિડ પણ કરી શકશે. જો કે આ માટે તમામ પોલિસીધારકો માટે ડીમેટ ખાતું હોવું ખૂબ જ જરૂરી છે. કંપનીનો IPO 9 મેના રોજ બંધ થશે.

Next Article