LIC IPO : રોકાણકારોમાં જબરદસ્ત ઉત્સાહ, 6.48 લાખ પોલિસીધારકોએ પોલિસી સાથે PAN લિંક કર્યું, જાણો કેટલું રોકાણ કરી શકાશે?

DIPAMના ડિરેક્ટર રાહુલ જૈનના જણાવ્યા અનુસાર LICના લગભગ 6.48 લાખ પોલિસીધારકોએ IPOમાં બિડ કરવાનો તેમનો ઇરાદો વ્યક્ત કર્યો છે. અમારી પાસે ઉપલબ્ધ ડેટા મુજબ 28 ફેબ્રુઆરીની છેલ્લી તારીખ સુધી 6.48 કરોડ પોલિસીધારકોએ પોલિસી સાથે તેમનો PAN નંબર લિંક કર્યો છે.

LIC IPO : રોકાણકારોમાં જબરદસ્ત ઉત્સાહ, 6.48 લાખ પોલિસીધારકોએ પોલિસી સાથે PAN લિંક કર્યું, જાણો કેટલું રોકાણ કરી શકાશે?
LIC IPO આજે ખુલ્યો છે.
| Edited By: | Updated on: Apr 30, 2022 | 11:00 AM

એલઆઈસીનો મેગા આઈપીઓ (LIC IPO )આવતા અઠવાડિયે ખુલવાનો છે અને આ માટે માત્ર સરકાર જ નહીં રોકાણકારોએ પણ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. નાના રોકાણકારો ઉપરાંત એલઆઈસીના પોલિસીધારકો માટે પણ આ એક મોટી તક છે. ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (DIPAM)ના ડિરેક્ટર રાહુલ જૈનના જણાવ્યા અનુસાર LICના લગભગ 6.48 લાખ પોલિસીધારકોએ IPOમાં બિડ કરવાનો તેમનો ઇરાદો વ્યક્ત કર્યો છે. અમારી પાસે ઉપલબ્ધ ડેટા મુજબ 28 ફેબ્રુઆરીની છેલ્લી તારીખ સુધી 6.48 કરોડ પોલિસીધારકોએ પોલિસી સાથે તેમનો PAN નંબર લિંક કર્યો છે. મતલબ કે હવે તેઓ IPOમાં બિડ કરવા માટે તૈયાર છે.

પોલિસીધારકને 10% અનામત મળશે

એલઆઈસીના આઈપીઓમાં પોલિસીધારકોને ડબલ લાભ આપવામાં આવશે. એક તરફ કુલ શેરના 10 ટકા તેમના માટે અનામત રાખવામાં આવશે. બીજી તરફ પોલિસીધારકોને પ્રતિ શેર 60 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ મળશે. કંપનીએ આશરે રૂ. 21 હજાર કરોડના શેર વેચવાની તૈયારી કરી છે અને શેર દીઠ ભાવ રૂ. 902-949 રાખવામાં આવશે.

રાહુલ જૈને જણાવ્યું હતું કે, “તમામ પોલિસીધારકો જેમણે 28 ફેબ્રુઆરી સુધીમાં તેમના પાન કાર્ડની વિગતો તેમની પોલિસી સાથે લિંક કરી છે તેમને IPOની 10 ટકા આરક્ષિત શ્રેણીમાં બિડ કરવાની તક આપવામાં આવશે.”

2 લાખનું મહત્તમ રોકાણ

LIC અનુસાર નાના રોકાણકારોને IPOમાં બિડ કરવાની તક આપવામાં આવશે પરંતુ તેમના માટે રોકાણની મહત્તમ મર્યાદા નક્કી કરવામાં આવી છે. પોલિસીધારકોને વધુમાં વધુ રૂ. 2 લાખ સુધીના શેર ખરીદવાની તક આપવામાં આવશે. એટલું જ નહીં છૂટક રોકાણકારો IPOમાં માત્ર રૂ. 2 લાખ સુધીના મૂલ્યના શેર ખરીદવા માટે બિડ પણ કરી શકશે. જો કે આ માટે તમામ પોલિસીધારકો માટે ડીમેટ ખાતું હોવું ખૂબ જ જરૂરી છે. કંપનીનો IPO 4 મેના રોજ ખુલશે અને 9 મેના રોજ બંધ થશે.

દેશમાં રેકોર્ડબ્રેક ડીમેટ ખાતા  ખુલવાનો અંદાજ

પેટીએમ મનીના સીઈઓ વરુણ શ્રીધરે જણાવ્યું હતું કે “એલઆઈસી આઈપીઓ આવવાની સાથે અમને વિશ્વાસ છે કે તાજેતરના સમયમાં ડીમેટ એકાઉન્ટ ખોલવા માટે મે મહિનો રેકોર્ડ મહિનો સાબિત થશે. LIC એ દાયકાઓથી સામાન્ય માણસના મનમાં જે આત્મવિશ્વાસ કેળવ્યો છે તે ટિયર 2 અને 3 શહેરોમાંથી ઘણા રોકાણકારોને આકર્ષશે તેવી અપેક્ષા છે. IPOમાં બિડિંગ માટે ડીમેટ ખાતું હોવું જરૂરી હોવાથી ડીમેટ ખાતાની સંખ્યામાં જબરદસ્ત વધારો થવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : વર્ષ 2023 સુધીમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ડિજિટલ કરન્સી બજારમાં આવી શકે છે : નાણાં મંત્રી

આ પણ વાંચો :  Axis Bankનો Q4 નફો 54 ટકા વધ્યો, પ્રોવિઝનમાં ઘટાડાની અસર પરિણામોમાં દેખાઈ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો