LIC IPO: 10 માર્ચે ખુલી શકે છે દેશનો સૌથી મોટો IPO, જાણો યોજનાની મહત્વની 15 બાબતો
LIC IPO : મળતી માહિતી મુજબ કંપનીની ઈશ્યુ પ્રાઇસ રૂ. 2000-2100 હશે. LICનું ઇશ્યૂ કદ રૂ. 65,000 કરોડ છે.
Life Insurance Corporation of India
Follow us on
LIC IPO: દેશના સૌથી મોટા IPOની રાહ હવે પૂરી થવા જઈ રહી છે. LICનો IPO 10 માર્ચે ખુલી શકે છે. IPO માં સબસ્ક્રાઇબ કરવા માટે 14 માર્ચ સુધીનો સમય હશે. જોકે, સરકારે હજુ સુધી ઔપચારિક રીતે LICના IPO ખોલવાની તારીખની જાહેરાત કરી નથી.
મળતી માહિતી મુજબ કંપનીની ઈશ્યુ પ્રાઇસ રૂ. 2000-2100 હશે. LICનું ઇશ્યૂ કદ રૂ. 65,000 કરોડ છે. સરકારે 13 ફેબ્રુઆરી રવિવારના રોજ LICનો ડ્રાફ્ટ પેપર સબમિટ કર્યો હતો. સરકારે કહ્યું છે કે રોકાણકારો સાથેના રોડ શો પછી વેલ્યુએશન પર નિર્ણય લેવામાં આવશે અને તેનું લિસ્ટિંગ માર્ચ 2022માં પૂર્ણ કરવામાં આવશે.
મામલા સાથે સંકળાયેલા લોકોના જણાવ્યા અનુસાર LICના IPOમાં 3.16 કરોડ શેર તેના 28.3 કરોડ પોલિસીધારકો માટે આરક્ષિત રહેશે. કંપનીના પોલિસીધારકો અને કર્મચારીઓને પણ ડિસ્કાઉન્ટ મળશે. પોલિસીધારકોને ઈશ્યુ 10% સસ્તો મળશે. LIC પાસે લગભગ 13.5 લાખ રજિસ્ટર્ડ એજન્ટ છે જેના દ્વારા કંપની પોલિસીધારકોને આકર્ષવાનો પ્રયાસ કરશે.