JIO અને Reliance Retail લાવી શકે છે IPO, આગામી AGM માં Mukesh Ambani જાહેરાત કરે તેવી શક્યતા

|

Jun 17, 2022 | 1:01 PM

વપરાશકર્તા દીઠ સરેરાશ આવક (APRU)ના કારણે રિલાયન્સ જિયોનો નફો વધી રહ્યો છે. આ સિવાય રિટેલ માર્કેટમાં પણ રિલાયન્સની પકડ મજબૂત થઈ રહી છે. રિટેલ માર્કેટમાં તે ખૂબ જ ઝડપથી પોતાના પગ ફેલાવી રહ્યું છે.

JIO અને Reliance Retail લાવી શકે છે IPO, આગામી AGM માં Mukesh Ambani જાહેરાત કરે તેવી શક્યતા
Mukesh Ambani (File Image)

Follow us on

આ વર્ષે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industries) તેના રિટેલ અને ટેલિકોમ બિઝનેસને ઓઇલ-ટુ-કેમિકલ બિઝનેસથી અલગ કરવાની જાહેરાત કરી શકે છે. આ માટે રિલાયન્સ રિટેલ અને રિલાયન્સ જિયોનો આઈપીઓ (Reliance Jio and Retail IPO) લાવવાની તૈયારીઓ થઈ રહી છે. જેપી મોર્ગનના અહેવાલ મુજબ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આ વર્ષે વાર્ષિક સામાન્ય સભામાં તેના ગ્રાહક વ્યવસાય માટે આઇપીઓની જાહેરાત કરી શકે છે, જેમાં ટેલિકોમ અને રિટેલનો સમાવેશ થાય છે. છેલ્લી ત્રણ એજીએમ બેઠકોમાં ગ્રુપ દ્વારા કોઈ મોટી જાહેરાત કરવામાં આવી નથી. આવી સ્થિતિમાં આ વખતે એજીએમની બેઠકમાં મોટી જાહેરાત થવાની આશા છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની વાર્ષિક સામાન્ય સભા જુલાઈના અંતમાં અથવા ઓગસ્ટની શરૂઆતમાં યોજાશે.

કેટલાક અન્ય મીડિયા રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ વર્ષે વાર્ષિક સામાન્ય સભામાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ડી-મર્જર અને આઈપીઓની જાહેરાત થઈ શકે છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવ્યું છે કે મુકેશ અંબાણી(Mukesh Ambani) જીઓ અને રિટેલ બિઝનેસ માટે અલગ IPOની જાહેરાત કરશે. આ સંબંધમાં મોકલવામાં આવેલા ઈમેલ પર કંપની તરફથી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. જેપી મોર્ગને કહ્યું કે કન્ઝ્યુમર બિઝનેસનું પ્રદર્શન સતત સુધરી રહ્યું છે.

APRUમાં ઉછાળાને કારણે JIOની સ્થિતિ મજબૂત

વપરાશકર્તા દીઠ સરેરાશ આવક (APRU)ના કારણે રિલાયન્સ જિયોનો નફો વધી રહ્યો છે. આ સિવાય રિટેલ માર્કેટમાં પણ રિલાયન્સની પકડ મજબૂત થઈ રહી છે. રિટેલ માર્કેટમાં તે ખૂબ જ ઝડપથી પોતાના પગ ફેલાવી રહ્યું છે. 2019ની વાર્ષિક સામાન્ય સભામાં કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું હતું કે તેઓ આગામી પાંચ વર્ષમાં રિટેલ અને ટેલિકોમ બિઝનેસને અલગ કરશે. વિશ્વભરના વ્યૂહાત્મક અને નાણાકીય રોકાણકારોએ આ માટે ઊંડો રસ દાખવ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ઑફલાઇન અને ઑનલાઇન બંને વ્યવસાયનું વિસ્તરણ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે રિટેલ અને ટેલિકોમ બિઝનેસ બંને માટે વિશ્વભરના રોકાણકારો પાસેથી હજારો કરોડનું ભંડોળ એકત્ર કર્યું છે. ગોલ્ડમૅન સૅક્સના રિપોર્ટ અનુસાર નાણાકીય વર્ષ 2021-22માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની મુખ્ય રિટેલ આવકમાં 45 ટકાનો વધારો થયો છે. રિલાયન્સ રિટેલ ઓફલાઈન અને ઓનલાઈન બંને માર્કેટમાં તેની પકડ મજબૂત કરી રહી છે. ગોલ્ડમેનનો અંદાજ છે કે રિલાયન્સની ઈ-કોમર્સ આવક FY22માં માત્ર 3 બિલિયન ડોલર થી વધીને FY2024-25 સુધીમાં 14 બિલિયન ડોલર થઈ જશે. નાણાકીય વર્ષ 2025 સુધીમાં 37 ટકાના CAGR સાથે એકંદર કોર રિટેલ આવક 38 બિલિયન ડોલર સુધી પહોંચવાની ધારણા છે.

Published On - 1:00 pm, Fri, 17 June 22

Next Article