શેરબજારમાં ઉથલપાથલ છતાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણનો પ્રવાહ યથાવત, જૂનમાં 12 હજાર કરોડથી વધુનું રોકાણ થયું

|

Jul 11, 2022 | 7:27 AM

AMFI ના ડેટા અનુસાર, 43 મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓના ખાતાની સંખ્યા માર્ચ, 2021માં 12.95 કરોડની સરખામણીએ જૂન, 2022માં વધીને 13.46 કરોડ થઈ ગઈ છે.

શેરબજારમાં ઉથલપાથલ છતાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણનો પ્રવાહ યથાવત, જૂનમાં 12 હજાર કરોડથી વધુનું રોકાણ થયું

Follow us on

શેરબજારમાં ભારે ઉથલપાથલ છતાં મ્યુચ્યુઅલ ફંડ (Mutual Funds)ની મદદથી બજારમાં રોકાણની પ્રક્રિયા ચાલુ રહે છે. ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ (Equity mutual funds)માં રોકાણકારોએ ગયા મહિને રૂ. 15,500 કરોડનું રોકાણ કર્યું હતું જ્યારે સેન્સેક્સમાં 2500 પોઇન્ટનો ઘટાડો નોંધાયો હતો. આ દર્શાવે છે કે રોકાણકારોની પરિપક્વતા અને તેમના રોકાણ અંગેના જ્ઞાનમાં વધારો થયો છે. ગયા મહિને SIPની મદદથી મ્યુચ્યુઅલ ફંડમાં 12 હજાર કરોડથી વધુનું રોકાણ કરવામાં આવ્યું હતું. મ્યુચ્યુઅલ ફંડ રેગ્યુલેટરી બોડી AMFI દ્વારા જારી કરાયેલા રિપોર્ટ અનુસાર જૂનમાં ફ્લેક્સી કેપ ફંડ્સમાંથી 2500 કરોડ, લાર્જ કેપ ફંડ્સમાંથી 2130 કરોડ અને લાર્જ અને મિડકેપ ફંડ્સમાંથી 2000 કરોડ ઉપાડવામાં આવ્યા હતા. ગ્રોથ અને ઇક્વિટી આધારિત ફંડ્સમાં રોકાણ આવ્યું.

એક મીડિયા રિપોર્ટ અનુસાર મહિલા નાણાકીય પ્લેટફોર્મ LXMEના સ્થાપક પ્રીતિ રાઠી ગુપ્તાએ જણાવ્યું હતું કે રોકાણકારો ઈક્વિટી ફંડમાં નાણાં ઠાલવી રહ્યા છે. આનો અર્થ એ છે કે તેઓ લાંબા ગાળે વધુ વળતર મેળવવા માંગે છે. ફુગાવાને હરાવવા માટે ઊંચું વળતર આવશ્યક છે એ વાતનો પણ ઇનકાર નથી. SIPની મદદથી જૂન મહિનામાં 12276 કરોડ અને મે મહિનામાં 12286 કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું.

જૂનમાં ડેટ ફંડમાંથી 92248 કરોડ ઉપાડ્યા

NSDLની વેબસાઈટ પર ઉપલબ્ધ ડેટા અનુસાર જૂન મહિનામાં વિદેશી ફંડોએ શેરબજારમાંથી 50203 કરોડ ઉપાડ્યા છે. આ માર્ચ 2020 પછીનું ઉચ્ચતમ સ્તર છે. AMFI ના ડેટા અનુસાર જૂન મહિનામાં ડેટ ફંડમાંથી 92248 કરોડ રૂપિયા ઉપાડવામાં આવ્યા હતા. આટલા મોટા પાયે ઉપાડનું કારણ એ હતું કે કોર્પોરેટે એડવાન્સ ટેક્સ જમા કરવા માટે તેનું રોકાણ વેચ્યું હતું.

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો

જૂન ક્વાર્ટરમાં 51 લાખ નવા રોકાણકારોના ખાતા ઉમેરાયા

અહીં એપ્રિલ-જૂન ક્વાર્ટર દરમિયાન મ્યુચ્યુઅલ ફંડ્સ વિશે વધતી જાગૃતિ વચ્ચે 51 લાખ નવા રોકાણકારોના ખાતા ઉમેરવામાં આવ્યા હતા. જેના કારણે તેમની કુલ સંખ્યા વધીને 13.46 કરોડ થઈ ગઈ છે. મ્યુચ્યુઅલ ફંડ્સ વિશે જાગૃતિ ફેલાવવા અને ડિજિટાઈઝેશન દ્વારા વ્યવહારોમાં સરળતાને કારણે ચાલુ નાણાકીય વર્ષમાં ફોલિયોની સંખ્યામાં વધુ વધારો થવાની નિષ્ણાતો અપેક્ષા રાખે છે. મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓના સંગઠન એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (Amfi)ના ડેટા અનુસાર માર્ચ ક્વાર્ટરમાં 93 લાખ ખાતા ખોલવામાં આવ્યા હતા. જ્યારે છેલ્લા 12 મહિનામાં 3.2 કરોડ ખાતા ઉમેરાયા છે.

જૂન ક્વાર્ટરમાં ખાતાઓની સંખ્યામાં વધારો થવાની થોડી ધીમી ગતિ

જો કે, માર્ચ ક્વાર્ટરની સરખામણીએ એપ્રિલ-જૂન દરમિયાન ખાતાઓની સંખ્યામાં વૃદ્ધિ ઓછી હતી પરંતુ તેમાં વધારો થયો છે. આ એક સંકેત છે કે બજારમાં અસ્થિરતા હોવા છતાં રોકાણકારોએ રોકાણ કરવાનું ચાલુ રાખ્યું છે. LXME ના રોકાણ સલાહકાર પ્રિયા અગ્રવાલે જણાવ્યું હતું કે રુસો-યુક્રેન યુદ્ધ જેવી ભૌગોલિક રાજકીય કટોકટી, વધતો ફુગાવો, વ્યાજ દરો પર કેન્દ્રીય બેંકોની કડક કાર્યવાહી એ કેટલાક કારણો છે જેના કારણે ફોલિયોની સંખ્યામાં વધારો થયો છે.

મે 2021માં પહેલીવાર ખાતાઓની સંખ્યા 10 કરોડને વટાવી ગઈ

AMFI ના ડેટા અનુસાર, 43 મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓના ખાતાની સંખ્યા માર્ચ, 2021માં 12.95 કરોડની સરખામણીએ જૂન, 2022માં વધીને 13.46 કરોડ થઈ ગઈ છે. આ રીતે આ સમયગાળા દરમિયાન 51 લાખ નવા ખાતા ખોલવામાં આવ્યા છે. ઉદ્યોગે મે, 2021માં 100 મિલિયન એકાઉન્ટનો આંકડો પાર કર્યો હતો.

Next Article