LIC : દેશનો સૌથી મોટો IPO નો ફ્લોપ શો ચાલુ, સતત પાંચમા દિવસે શેરમાં ઘટાડો, માર્કેટ કેપ 5 લાખ કરોડની નીચે પહોંચી

|

Jun 07, 2022 | 2:43 PM

LIC : IPOની કિંમત સામે LICનો સ્ટોક 18 ટકા સુધી લપસી ગયો છે. આ શેર 800 રૂપિયાના સ્તરની નીચે પહોંચી ગયો છે અને માર્કેટ કેપ 5 લાખ કરોડથી પણ નીચે આવી ગયું છે.

LIC : દેશનો સૌથી મોટો IPO નો ફ્લોપ શો ચાલુ, સતત પાંચમા દિવસે શેરમાં ઘટાડો, માર્કેટ કેપ 5 લાખ કરોડની નીચે પહોંચી
LIC Stock

Follow us on

LICના IPO એ રોકાણકારોને નિરાશ કર્યા છે. ન તો દેશના સૌથી મોટા IPOનું લિસ્ટિંગ જોવાલાયક હતું કે ન તો લિસ્ટિંગ પછી આ સ્ટોકનું પ્રદર્શન સારૂ રહ્યુ. છેલ્લા પાંચ ટ્રેડિંગ સત્રોથી, જીવન વીમા નિગમ (LIC shares)નો શેર ઘટાડા સાથે બંધ થઈ રહ્યો છે. પરિણામે તેનું માર્કેટ કેપ 5 લાખ કરોડની નીચે પહોંચી ગયું છે. LICનો શેર સોમવારે સતત પાંચમા દિવસે ઘટ્યો હતો અને તે લગભગ ત્રણ ટકા તૂટ્યો હતો. BSE પર કંપનીનો શેર 2.86 ટકા ઘટીને 777.40 રૂપિયા થયો હતો. ટ્રેડિંગ દરમિયાન તે 3.10 ટકા ઘટીને 775.40 રૂપિયા પર આવી ગયો હતો. લિસ્ટિંગ પછી આ સ્ટોકનું સૌથી નીચું સ્તર છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ પર તે 2.96 ટકાના ઘટાડા સાથે 776.50 રૂપિયા પર બંધ થયો હતો.

આ ઘટાડાની સાથે BSE પર કંપનીનું માર્કેટ વેલ્યુએશન 4,91,705.32 કરોડ રૂપિયા થયું હતું. LICના શેરમાં છેલ્લા પાંચ દિવસથી સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સમયગાળા દરમિયાન તેમાં 7.12 ટકાનો ઘટાડો થયો છે. IPOની કિંમત સામે તે 18 ટકા સુધી ધોવાયો છે. દેશની સૌથી મોટી વીમા કંપની 17 મેના રોજ લિસ્ટ થઈ હતી. કંપનીનો શેર આઠ ટકાથી વધુના ઘટાડા સાથે લિસ્ટ થયો હતો.

800 થી નીચે ગગળ્યો શેર

જીવન વીમા નિગમના સ્ટોક માટે 800 રૂપિયા મનોવૈજ્ઞાનિક સ્તર હતું. આના પરથી નીચે સરક્યા બાદ તેની સેન્ટિમેન્ટ ઘણી નબળી પડી ગઈ છે. માર્કેટ કેપમાં ઘટાડાને કારણે તે દેશની સાતમી સૌથી મોટી કંપની બની ગઈ છે. તેનું માર્કેટ કેપ હજુ પણ SBI, HDFC અને ભારતી એરટેલ કરતાં વધારે છે, પરંતુ તે ICICI બેન્કના મૂલ્ય કરતાં ઓછું છે.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

1000 લક્ષ્ય કિંમત

ગ્લોબલ ફાઇનાન્શિયલ હાઉસ મેક્વેરીએ આ સ્ટોક માટે રૂ. 1000નો લક્ષ્યાંક રાખ્યો છે. તે કહે છે કે તેની એમ્બેડેડ વેલ્યુ વોલેટિલિટીને કારણે પ્રભાવિત થઈ છે. આમ છતાં એક વર્ષમાં આ સ્તરે પહોંચવાનો અંદાજ છે. નાણાકીય ગૃહનું કહેવું છે કે વૈવિધ્યસભર ઉત્પાદનની ગેરહાજરીને કારણે તેનો બજાર હિસ્સો સતત ઘટી રહ્યો છે. આવી સ્થિતિમાં, કંપનીએ તેના ઉત્પાદનમાં વૈવિધ્યતા લાવવાની જરૂર છે.

માર્ચ ક્વાર્ટરના પરિણામો કેવા રહ્યા?

ગયા અઠવાડિયે, જીવન વીમા કોર્પોરેશને માર્ચ ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા હતા. માર્ચ ક્વાર્ટરમાં LICનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો 17.41 ટકા ઘટીને રૂ. 2409.39 કરોડ થયો છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીનો નફો રૂ. 2,917.33 કરોડ હતો. કંપનીએ શેર દીઠ રૂ. 1.50ના ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. શેરબજારમાં લિસ્ટિંગ બાદ LICનું આ પ્રથમ ત્રિમાસિક પરિણામ છે.

Next Article