આજે હરિઓમ પાઇપ ઇન્ડસ્ટ્રીઝના IPOની ફાળવણી થઇ શકે છે, જાણો કેવી રીતે ચેક કરવું ઓનલાઇન સ્ટેટસ

|

Apr 08, 2022 | 6:50 AM

IPOના રિટેલ હિસ્સાને સૌથી વધુ સબસ્ક્રિપ્શન 12.15 ગણું મળ્યું હતું.હરિઓમ પાઇપ ઇન્ડસ્ટ્રીઝે IPO માટે શેર દીઠ રૂ. 144-153ની પ્રાઇસ રેન્જ નક્કી કરી છે. IPO રૂ. 130 કરોડ મેળવશે. કંપનીનો IPO 30 માર્ચે ખુલ્યો હતો અને 5 એપ્રિલે બંધ થયો હતો.

આજે હરિઓમ પાઇપ ઇન્ડસ્ટ્રીઝના IPOની ફાળવણી થઇ શકે છે, જાણો કેવી રીતે ચેક કરવું ઓનલાઇન સ્ટેટસ
Upcoming IPO

Follow us on

હરિઓમ પાઇપ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ(HARIOM PIPE INDUSTRIES)ના શેરની ફાળવણી આજે એટલે કે 8 એપ્રિલે થઈ શકે છે. જો તમે રૂ. 130.05 કરોડના આ પબ્લિક ઈશ્યુ માટે અરજી કરી હોય તો તમે તમારી ફાળવણીની સ્થિતિ ઓનલાઈન ચકાસી શકો છો. આ માટે તમે BSEની અધિકૃત વેબસાઇટ અથવા આ Initial Public Offering – IPOના રજિસ્ટ્રારની અધિકૃત વેબસાઇટ Bigshareonline.com પર જઈ શકો છો.  તમે BSE વેબસાઇટ દ્વારા તમારી ફાળવણીની સ્થિતિ જાણી શકો છો.IPOના છેલ્લા દિવસે મંગળવારે રિટેલ રોકાણકારોના મજબૂત સમર્થનને કારણે IPOને 7.93 ગણું સબસ્ક્રિપ્શન મળ્યું હતું. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ની વેબસાઈટ પર ઉપલબ્ધ ડેટા અનુસારકંપનીના 85 લાખ શેરની ઓફર સામે 6.74 કરોડ શેર માટે બિડ મળી છે. તે 7.93 ગણી વધુ છે.

IPOના રિટેલ હિસ્સાને સૌથી વધુ સબસ્ક્રિપ્શન 12.15 ગણું મળ્યું હતું.હરિઓમ પાઇપ ઇન્ડસ્ટ્રીઝે IPO માટે શેર દીઠ રૂ. 144-153ની પ્રાઇસ રેન્જ નક્કી કરી છે. IPO રૂ. 130 કરોડ મેળવશે. કંપનીનો IPO 30 માર્ચે ખુલ્યો હતો અને 5 એપ્રિલે બંધ થયો હતો.

 

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

BSE ની વેબસાઇટ પર શેરની ફાળવણી તપાસો

  • સૌ પ્રથમ તમારે BSEની વેબસાઇટ પર જવું પડશે.
  • અહીં ઇક્વિટી બોક્સ માં ટીક કરવું પડશે.
  • હવે નીચે ઇશ્યૂનું નામ દાખલ કરો.
  • તમારો એપ્લિકેશન નંબર લખો.
  • પાન નંબર દાખલ કરો
  • હવે Search પર ક્લિક કરો.
  • હવે આખી વિગત તમને જોવા મળશે.

બિગશેર પર સ્ટેટસ કેવી રીતે તપાસવું

  • ઓનલાઈન સ્ટેટસ જાણવા માટે તમે સીધા બિગશેરની લિંક  ipo2.bigshareonline.com/IPO_Status.html પર જાઓ
  • હરિઓમ પાઇપ ઇન્ડસ્ટ્રીઝ IPO પસંદ કરો.
  • તમારા પાન કાર્ડની વિગતો દાખલ કરો.
  • ‘સર્ચ’ વિકલ્પ પસંદ કરો.
  • હવે સ્ટેટ્સ સ્ક્રીન ઉપર દેખાશે

જાણો કંપની વિશે

કંપની તેલંગાણામાં સાંગારેડ્ડી ખાતે વાર્ષિક 51,943 ટનની ક્ષમતા સાથે ઉત્પાદન એકમ સ્થાપવાની યોજના ધરાવે છે. કંપની તેની હળવી સ્ટીલ પાઇપ ઉત્પાદન ક્ષમતા 84,000 મિલિયન ટનથી વધારીને 1,32,000 મિલિયન ટન કરવાની યોજના બનાવી રહી છે. આ માટે કંપની 2 પાઇપ મિલો સ્થાપશે અને આ માટે કંપની તેની ભઠ્ઠીની ક્ષમતા 95,832 થી વધારીને 1,04,232 mtpa કરશે.

 

આ પણ વાંચો : રશિયા સાથે આર્થિક સંબંધો પર વિદેશ મંત્રાલયનું નિવેદન, કહ્યું- અમે રશિયા સાથે આર્થિક સંબંધો સ્થાપિત કર્યા છે, રાજકીય રંગ આપવાની જરૂર નહી

આ પણ વાંચો : EPFO : શું તમને યાદ નથી EPF નો UAN પાસવર્ડ ? ચિંતા કરશો નહીં આ 10 સ્ટેપ્સ અનુસરી સરળતાથી જનરેટ કરો નવો પાસવર્ડ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો- https://twitter.com/i/communities/15101570974255

 

 

Next Article