GAIL Buyback : આ સરકારી ગેસ કંપની આપી રહી છે ટૂંકા ગાળામાં 24 ટકા કમાણીની તક, જાણો કઈ રીતે

|

Apr 01, 2022 | 11:01 AM

કંપનીએ ઈક્વિટી શેરના બાયબેક માટે શેરધારકોની યોગ્યતા સુનિશ્ચિત કરવાના હેતુથી શુક્રવાર એપ્રિલ 22 2022 રેકોર્ડ તારીખ તરીકે નક્કી કરી છે. સેબી રેગ્યુલેશન્સ 2018 મુજબ ટેન્ડર ઓફર રૂટ દ્વારા પ્રો-રેટા ધોરણે બાયબેક ઓફર કરવામાં આવશે.

GAIL Buyback : આ સરકારી ગેસ કંપની આપી રહી છે ટૂંકા ગાળામાં 24 ટકા કમાણીની તક, જાણો કઈ રીતે
GAIL Buyback

Follow us on

GAIL Buyback : જો તમારી પાસે સરકારી કંપની GAIL (Gas Authority Of India Ltd) ના શેર છે તો તમારા માટે સારા સમાચાર છે. ગેઇલ (Gas Authority Of India Ltd)ના બોર્ડે શેર બાયબેકને મંજૂરી આપી છે. GAIL એ નક્કી કર્યું છે કે બાયબેક યોજના હેઠળ કંપની રોકાણકારો પાસેથી રૂ. 1082.72 કરોડના શેર બાયબેક કરશે. કંપનીએ બાયબેક માટેની રેકોર્ડ તારીખ(GAIL Buyback Record Date) 22 એપ્રિલ 2022 નક્કી કરી છે. સ્ટોક એક્સચેન્જને આપવામાં આવેલી માહિતીમાં GAILએ જણાવ્યું છે કે કંપની તેના શેરધારકોના રૂ. 190ના ભાવે રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા 5.69 કરોડ શેર ખરીદશે.

ગેઇલની આ જાહેરાત બાદ કંપનીનો શેર 1.14 ટકાના વધારા સાથે રૂ. 155.20 પર ટ્રેડ કરી રહ્યો છે. એટલે કે GAIL 24 ટકાના પ્રીમિયમ દરે બાયબેકમાં શેર ખરીદવા જઈ રહી છે. એટલે કે જે રોકાણકારો બાયબેક હેઠળ શેરનું ટેન્ડર કરે છે તેમને 24 ટકા સુધીનું ત્વરિત વળતર મળી શકે છે.

કંપનીએ ઈક્વિટી શેરના બાયબેક માટે શેરધારકોની યોગ્યતા સુનિશ્ચિત કરવાના હેતુથી શુક્રવાર એપ્રિલ 22 2022 રેકોર્ડ તારીખ તરીકે નક્કી કરી છે. સેબી રેગ્યુલેશન્સ 2018 મુજબ ટેન્ડર ઓફર રૂટ દ્વારા પ્રો-રેટા ધોરણે બાયબેક ઓફર કરવામાં આવશે.

એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

સરકાર ગેલમાં 51.45 ટકા હિસ્સો ધરાવે છે. તેથી તરત જ પોર્ટફોલિયો રોકાણકારો પાસે 19.37 ટકા હિસ્સો છે અને મ્યુચ્યુઅલ ફંડ્સ પાસે 9.09 ટકા હિસ્સો છે.

તાજેતરમાં TCS એ પણ બાયબેક કર્યું હતું

દેશની સહુથી મોટી આઇટી સર્વિસિસ કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)ની રૂપિયા 18,000 કરોડ સુધીના શેરના બાયબેકને મંજૂરી આપી હતી. Tata Consultancy Services એ સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે “કંપનીના સભ્યોએ પોસ્ટલ બેલેટ દ્વારા વિશેષ ઠરાવ પસાર કરીને બાયબેકને મંજૂરી આપી છે” TCSના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 1 રૂપિયાની ફેસ વેલ્યુના 4,00,00,000 સંપૂર્ણ પેઇડ-અપ ઇક્વિટી શેર(fully paid-up equity shares) દરેક રૂપિયા 4,500 પ્રતિ ઇક્વિટી શેરની કુલ રકમ માટે બાયબેક કરવાની જાહેરાત કરી હતી જેની કિંમત 18,000 કરોડ નક્કી કરાઈ છે.

આ પણ વાંચો : Closing Bell: સતત ત્રણ દિવસની તેજી પર આજે લાગી બ્રેક, સેન્સેક્સ 115 પોઈન્ટ તુટ્યો

આ પણ વાંચો : માર્ચ મહિનામાં UPI ટ્રાન્ઝેક્શને બનાવ્યો રેકોર્ડ, પહેલીવાર 500 કરોડથી વધુ થયા ટ્રાન્ઝેક્શન

Next Article