Closing Bell: સતત પાંચમાં દીવસે શેરબજારમાં ઘટાડો, સેન્સેક્સ 1158 પોઈન્ટ તુટ્યો, 52,930 પર બંધ

|

May 12, 2022 | 4:26 PM

મોટાભાગના નિષ્ણાતોના બજારમાં (Share Market) ઘટાડા માટે નબળો રૂપિયો, કોરોના સંક્રમણને કારણે લોકડાઉન, વધતી મોંઘવારી, રશિયા-યુક્રેન યુદ્ધ (Russia-Ukraine War) , પામ ઓઈલની આયાત બંધ કરવી અને ક્રૂડ ઓઈલના ભાવમાં વધારાને જવાબદાર માની રહ્યા છે.

Closing Bell: સતત પાંચમાં દીવસે શેરબજારમાં ઘટાડો, સેન્સેક્સ 1158 પોઈન્ટ તુટ્યો, 52,930 પર બંધ
Closing Bell

Follow us on

Share Market Updates: ભારતીય શેરબજારમાં (Stock Market) સતત પાંચમા દિવસે ગુરુવારે પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સમાં 1158 પોઈન્ટનો ઘટાડો આવ્યો છે. આ સાથે સેન્સેક્સ 52,930 પર બંધ થયો છે. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો નિફ્ટી પણ 359.10 અથવા 2.22% પોઈન્ટ ઘટીને 15,808.90 પર બંધ થયો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેન્સેક્સ બપોરે 2.30 વાગ્યે 1356.55 પોઈન્ટ ઘટીને 52,731.84 પર ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ નિફ્ટી પણ 428 પોઈન્ટ ઘટીને 15,738.90 પર ટ્રેડ કરી રહ્યો હતો. સૌથી મોટો ઘટાડો બેંકિંગ શેરોમાં જોવા મળ્યો.

અગાઉ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેન્સેક્સ 480 પોઈન્ટ ઘટીને 53,608.35 પર હતો. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો નિફ્ટી પણ 181 પોઈન્ટના ઘટાડા સાથે 15,935.20 ના સ્તરે ખુલ્યો હતો.

BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો પણ ઘટ્યા હતા. મિડકેપ ઈન્ડેક્સ 495.84 પોઈન્ટ અથવા 2.24% ઘટીને 21,645.13 પર બંધ થયો. સ્મોલકેપ ઈન્ડેક્સ 500.41 પોઈન્ટ અથવા 1.96% ઘટીને 24,995.51 પર બંધ થયો. મિડકેપમાં સૌથી મોટો 15.61%નો ઘટાડો વિનસ રેમેડીઝમાં જોવા મળ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

ઓલ ટાઈમ લો પર પહોચ્યો રૂપિયો

આજે ભારતીય રૂપિયો ડોલર સામે નવી નીચી સપાટીએ પહોંચી ગયો છે. રૂપિયો આજે 27 પૈસા નબળો પડીને 77.17 પર ખૂલ્યો હતો અને 52 પૈસા નબળો પડીને 77.42 પર પહોંચ્યો હતો. નિષ્ણાતોના મતે વૈશ્વિક ઈક્વિટી માર્કેટમાં ઘટાડાની અને મોંઘવારીની અસર રૂપિયા પર દેખાઈ રહી છે.

આ છે બજારમાં ઘટાડાના કારણો

મોટાભાગના નિષ્ણાતોના બજારમાં ઘટાડા માટે નબળો રૂપિયો, કોરોના સંક્રમણને કારણે લોકડાઉન, વધતી મોંઘવારી, રશિયા-યુક્રેન યુદ્ધ, પામ ઓઈલની આયાત બંધ કરવી અને ક્રૂડ ઓઈલના ભાવમાં વધારાને જવાબદાર માની રહ્યા છે. રૂપિયાની નબળાઈ અને કોરોનાને કારણે ચીનમાં કડક લોકડાઉનને કારણે બજારની ચિંતા વધી ગઈ છે.

આજે એલઆઈસીના શેરોનું એલોટમેન્ટ

LIC IPO 9મી મે સુધી રોકાણ માટે ખુલ્લો હતો. હવે IPO બંધ થયા બાદ શેરની ફાળવણી આજે એટલે કે 12 મેના રોજ થઈ રહી છે. મતલબ આજે તમને ખબર પડશે કે IPOમાં શેર મળ્યા છે કે નહીં. આ પછી, LIC IPO 17 મેના રોજ શેરબજારમાં લિસ્ટ થશે.

મોંઘવારીને લઈને આરબીઆઈનું વલણ સખ્ત

દરમિયાન, સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે મોંઘવારી પર આરબીઆઈનું વલણ કડક બન્યું છે. આરબીઆઈ આગામી દિવસોમાં ફરી દરમાં વધારો કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મોંઘવારી આ સમયે સૌથી મોટો ખતરો બની ગયો છે, જેને નિયંત્રિત કરવા માટે આરબીઆઈ આગામી 6 થી 8 મહિના સુધી પગલાં લેવાનું ચાલુ રાખશે.

Next Article