ભારતીય શેરબજારમાં એક ભૂલના કારણે બ્રોકરને 250 કરોડનું નુકસાન થયું!!! જાણો સ્ટોક માર્કેટના ઇતિહાસની સૌથી મોટી ભૂલ વિશે વિગતવાર

|

Jun 03, 2022 | 2:58 PM

જો કે NSE દ્વારા આ ઘટના વિશે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી પરંતુ એક અધિકારીએ કહ્યું કે આ મામલો બે બ્રોકરો વચ્ચે થયો હતો અને એકને ભૂલથી નુકસાન સહન કરવું પડ્યું હતું તો તેની ભરપાઈ પહેલાથી જ થયેલા વીમા દ્વારા કરવામાં આવશે.

ભારતીય શેરબજારમાં એક ભૂલના કારણે બ્રોકરને 250 કરોડનું નુકસાન થયું!!! જાણો સ્ટોક માર્કેટના ઇતિહાસની સૌથી મોટી ભૂલ વિશે  વિગતવાર
symbolic image

Follow us on

Share Market : કેટલીકવાર કલ્પના કરવી પણ મુશ્કેલ છે કે એક નાની ભૂલ કેટલી ભારે પડી શકે છે. આવી જ એક ઘટના ગુરુવારે NSE પર ટ્રેડિંગ દરમિયાન સામે આવી હતી જ્યારે બ્રોકરની ખોટી ક્લિકને કારણે લગભગ રૂ. 250 કરોડનું નુકસાન થયું હતું.  એક મીડિયા રિપોર્ટ અનુસાર બ્રોકરેજની ભાષામાં તેને ફેટ ફિંગર ટ્રેડિંગ(fat finger trading) કહેવામાં આવે છે, જ્યાં કોઈ બ્રોકર વ્યવહાર દરમ્યાન  ભૂલથી કીબોર્ડ પર ખોટી કી(Key) દબાવી દે છે જેનાથી તેનો ડીલનું પરિણામ પલટાઈ જાય  છે. ભારતમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો કેસ છે. આમાં બ્રોકરને 200-250 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. અગાઉ વર્ષ 2012માં બ્રોકરેજ હાઉસ એમ્કે ગ્લોબલને પણ આવા જ એક કેસમાં રૂ. 60 કરોડનું નુકસાન થયું હતું.

આ ભૂલ ક્યારે અને કેવી રીતે થઈ

ગુરુવારે બપોરે 2.37 થી 2.39 વાગ્યાની વચ્ચે એક બ્રોકરે નિફ્ટી પર ઓપ્શન ટ્રેડિંગ સમયે 25 હજાર લોટ માટે બિડ લગાવી હતી. આ સમયે દરેક લોટની બજાર કિંમત 2,100 રૂપિયાની આસપાસ હતી પરંતુ બ્રોકરે ભૂલથી કિંમત 50 રૂપિયા ઓછી મૂકી દીધી હતી. બજારના જાણકારોનું કહેવું છે કે ઓર્ડર મળતાની સાથે જ બ્રોકરને રૂ. 200-250 કરોડનું નુકસાન થયું હતું. કેટલાક બજાર વિશ્લેષકો દાવો કરે છે કે આ રકમ કોઈ પણ સંજોગોમાં 250 કરોડથી ઓછી નથી.

એક તરફ ઓર્ડર આપનાર બ્રોકરને આટલું મોટું નુકસાન વેઠવું પડ્યું તો બીજી તરફ આ જ ઘટનાથી કોલકાતાના બે બ્રોકરોને કરોડોનો ફાયદો થયો. બજાર વિશ્લેષકોના મતે એક બ્રોકરે લગભગ 50 કરોડનો સીધો નફો કર્યો છે જ્યારે બીજાને 25 કરોડનો ફાયદો થયો છે.

આજનું રાશિફળ તારીખ : 10-05-2024
Health: સમોસા ખાવાના 7 નુકસાન
અવાર-નવાર થઈ જતી કબજિયાતની સમસ્યાથી મળશે છુટકારો, કરી લો બસ આટલું
તારક મહેતાના ટપ્પુએ ચાહકોની આપ્યા ગુડન્યુઝ, જાણો શું છે
ધોરણ -12 પછી આ ફિલ્ડમાં બનાવી શકો છો ઉજ્જવળ કારકિર્દી
ઓટોમેટિક કારના ફાયદા વધારે કે ગેરફાયદા? જાણો ગણિત

વીમા દ્વારા નુકસાન ઘટાડવાના પ્રયાસ થશે

જો કે NSE દ્વારા આ ઘટના વિશે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી પરંતુ એક અધિકારીએ કહ્યું કે આ મામલો બે બ્રોકરો વચ્ચે થયો હતો અને એકને ભૂલથી નુકસાન સહન કરવું પડ્યું હતું તો તેની ભરપાઈ પહેલાથી જ થયેલા વીમા દ્વારા કરવામાં આવશે. જો કે, એક્સચેન્જ તપાસ કરી રહ્યું છે કે કેવી રીતે ટેકનિકલ ખામીઓમાંથી બચીને આવા ખોટા ટ્રેડિંગ ઓર્ડરનો અમલ કરવામાં આવ્યો છે કે નહિ

વાસ્તવમાં, વર્ષ 2012માં જ્યારે ફેટ ફિંગર ટ્રેડિંગનો મુદ્દો પહેલીવાર સામે આવ્યો હતો ત્યારે તમામ બ્રોકરેજ હાઉસે એવી ટેક્નોલોજી વિકસાવી હતી જેમાં આવા ખોટા ટ્રેડ ઓર્ડરની ઓળખ કરવામાં આવી હતી અને તે રદ કરવામાં આવ્યો હતો. એનએસઈએ એવી ટેકનિક પણ વિકસાવી છે જેમાં જો કોઈ ઓર્ડર બજાર કિંમતથી ઓછો હોય તો તેની ઓળખ કરવામાં આવશે. પરંતુ આ કિસ્સામાં પણ NSEની આ ટેકનિક કામ કરી શકી નથી.

Published On - 2:57 pm, Fri, 3 June 22

Next Article