1 વર્ષમાં 275% રિટર્ન આપનાર રેલવેની કંપનીનો સ્ટોક બુલેટ ટ્રેની ગતિએ દોડી રહ્યો છે, હવે કંપનીએ ડિવિડન્ડની જાહેરાત કરી

|

May 30, 2023 | 7:55 AM

કંપનીએ સોમવારે શેરબજારોને જણાવ્યું છે કે વાર્ષિક ધોરણે ચોખ્ખા નફામાં ઘટાડો થયો છે. માર્ચ 2023 ક્વાર્ટરમાં રેલ વિકાસ નિગમ લિમિટેડનો ચોખ્ખો નફો 359.30 કરોડ રૂપિયા રહ્યો છે. એક વર્ષ અગાઉ આ ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો રૂ. 378 કરોડ હતો.

1 વર્ષમાં 275% રિટર્ન આપનાર રેલવેની કંપનીનો સ્ટોક બુલેટ ટ્રેની ગતિએ દોડી રહ્યો છે, હવે કંપનીએ ડિવિડન્ડની જાહેરાત કરી

Follow us on

રેલ વિકાસ નિગમ લિમિટેડે(Rail Vikas Nigam Ltd) સોમવારે કંપનીના ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા છે. ત્રિમાસિક પરિણામની સાથે રેલ વિકાસ નિગમે(RVNL) પણ ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે. કંપની તેના રોકાણકારોને દરેક શેર પર 3.60 ટકા એટલે કે રૂ. 0.36નું ડિવિડન્ડ આપશે. ત્રિમાસિક પરિણામ આવ્યા બાદ રેલ વિકાસ નિગમના શેર બુલેટ ટ્રેનની ઝડપે દોડવા લાગ્યા હતા. જણાવી દઈએ કે આજે રેલ વિકાસ નિગમના શેરમાં 5 ટકાની અપર સર્કિટ લાગી છે. જે બાદ કંપનીના એક શેરની કિંમત 121.55 રૂપિયા પર પહોંચી ગઈ છે.

માર્ચ ક્વાર્ટરમાં રેલ વિકાસ નિગમ લિમિટેડનું પ્રદર્શન કેવું રહ્યું?

કંપનીએ સોમવારે શેરબજારોને જણાવ્યું છે કે વાર્ષિક ધોરણે ચોખ્ખા નફામાં ઘટાડો થયો છે. માર્ચ 2023 ક્વાર્ટરમાં રેલ વિકાસ નિગમ લિમિટેડનો ચોખ્ખો નફો 359.30 કરોડ રૂપિયા રહ્યો છે. એક વર્ષ અગાઉ આ ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો રૂ. 378 કરોડ હતો. આ સિવાય જાન્યુઆરીથી માર્ચ 2023 દરમિયાન કંપનીની ઓપરેશનલ આવક 5719.80 કરોડ રૂપિયા રહી છે. આ માર્ચ 2022 ક્વાર્ટર કરતા 11 ટકા ઓછો છે.

આ પણ વાંચો : Hemant Surgical Industries IPO : 90 રૂપિયાના IPO નો શેર 68 રૂપિયા નફો આપે તેવા અનુમાન, શું તમે ઇસ્યુમાં રોકાણ કર્યુ છે?

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

LIC એ પણ કંપનીમાં નાણાંનું રોકાણ કર્યું છે

કંપનીના શેરહોલ્ડિંગ મુજબ સરકારી વીમામાં પણ નાણાં રોક્યા છે. LIC પાસે રેલ વિકાસ નિગમના 13,29,43,000 શેર છે. એટલે કે વીમા કંપનીનો કુલ હિસ્સો 6.38 ટકા છે. તમને જણાવી દઈએ કે, છેલ્લા એક વર્ષમાં રેલ્વે ડેવલપમેન્ટ કોર્પોરેશનના શેરના ભાવમાં 275 ટકાનો વધારો થયો છે. પોઝિશનલ રોકાણકારોએ માત્ર 6 મહિનામાં 64 ટકાનો નફો કર્યો છે.

RVNL રેલ્વેની ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની છે

રેલ વિકાસ નિગમ લિમિટેડ એ ભારતીય રેલ્વેની ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની છે જે વિવિધ રેલ્વે પ્રોજેક્ટ્સ પર કામ કરે છે. તાજેતરમાં કંપનીએ 200 વંદે ભારત ટ્રેનો બનાવવા માટે રશિયન કંપની સાથે બોલી લગાવી છે અને બંને કંપનીઓએ સૌથી ઓછી બોલી કરી છે. સિમેન્સ સાથે મળીને કંપનીએ મુંબઈ મેટ્રો માટે પણ બિડ કરી છે. રેલ વિકાસ નિગમ લિમિટેડ અન્ય દેશોમાં પણ રેલ પ્રોજેક્ટ માટે બોલી લગાવી રહી છે.

આ પણ વાંચો : Online Medicine Ban: શું ઓનલાઈન દવાઓનું વેચાણ બંધ થશે? કેમિસ્ટના આ આક્ષેપે સરકારને વિચારવા મજબુર કરી

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article