આજે સતત બીજા દિવસે ભારતીય શેરબજાર(Share Market) નજીવી નબળાઇ સાથે બંધ થયા હતા. આજના કારોબારના અંતે સેન્સેક્સ 29 અંક ઘટીને 58,250 પર બંધ થયો હતો અને નિફ્ટીએ 8 અંક ઘટીને 17,353 પર કારોબાર સમાપ્ત કર્યો હતો. આજના કારોબાર દરમ્યાન સેન્સેક્સ 57,924.48 સુધી અને નિફટી 17,254.20 સુધી નીચલા સ્તરે સરક્યા હતા.
આજનાકારોબારમાં મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં વધારો જોવા મળ્યો હતો. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.80 ટકા વધીને બંધ થયા છે જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.52 ટકાનો વધારો દર્જ કરવામાં આવ્યો હતો. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.57 ટકા મજબૂતીની સાથે બંધ થયા છે. બેન્ક નિફ્ટી 0.82 ટકાની મજબૂતીની સાથે 36,768.20 ના સ્તર પર બંધ થયા છે.
ઑટો, એફએમસીજી, આઈટી, ફાર્મા, રિયલ્ટી અને હેલ્થકેરમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું જ્યારે ફાઈનાન્શિયલ સર્વિસ, મેટલ, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં વધારો નોંધાયો છે. આજના કારોબાર દરમ્યાન ક્યા શેર દોડ્યા અને ક્યા શેર ગબડયાં હતા તે ઉપર કરો એક નજર
લાર્જકેપ
ઘટાડો : ડિવિઝ લેબ, નેસ્લે ઈન્ડિયા, વિપ્રો, એસબીઆઈ લાઈફ, હિંડાલ્કો, મારૂતિ સુઝુકી અને બજાજ ઑટો
વધારો : કોટક મહિન્દ્રા બેન્ક, પાવર ગ્રિડ, ગ્રાસિમ, બીપીસીએલ, કોલ ઈન્ડિયા, એનટીપીસી અને ટાઈટન
મિડકેપ
ઘટાડો : ઑબરૉય રિયલ્ટી, પીએન્ડજી, ગ્લેનમાર્ક, એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ અને એસીસી
વધારો : ઈન્ફો એજ, ઓયલ ઈન્ડિયા, અદાણી ગ્રીન, અદાણી પાવર અને આરઈસી
સ્મોલકેપ
ઘટાડો : રિલાન્સ ઈન્ડસ્ટ્રી ઈન્ફ્રા, આઈટીડી સિમેટેશન, સંધવી મુવર્સ, થોમસ કૂક અને નવિન ફ્લોરાઈન
વધારો : ગોલ્ડીઅમ ઈન્ટર, ફિલટેક્સ ઈન્ડિયા, એશિયન ગ્રેનિટો, અરમાન ફાઈનાન્શિયલ અને સોરિલ ઈન્ફ્રા
SEBI Settlement Cycle અમલમાં આવેશ
શેરબજારના રોકાણકારો માટે અગત્યના સમાચાર આવ્યા છે. માર્કેટ રેગ્યુલેટર સેબી(SEBI)એ શેરની ખરીદી અને વેચાણના સેટલમેન્ટ માટે વૈકલ્પિક ધોરણે ‘T+1’ (trade and 1 Day) ની નવી સિસ્ટમ રજૂ કરી છે. તેનો હેતુ બજારમાં ખરીદી અને વેચાણ વધારવાનો છે. હાલમાં સ્થાનિક સ્ટોક એક્સચેન્જોમાં સોદા બંધ કરવા માટે ટ્રેડિંગ દિવસ પછી બે કારોબારી દિવસ (T+2) લાગે છે.
T+1, 1 જાન્યુઆરી 2022 થી લાગુ થશે
સેબી દ્વારા જારી કરાયેલા પરિપત્ર મુજબ નિયમનકારે શેર ખરીદ-વેચાણ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સેટલમેન્ટ સમયની દ્રષ્ટિએ ‘T + 1’ અથવા ‘T + 2’ નો વિકલ્પ આપીને સ્ટોક એક્સચેન્જોને રાહત પૂરી પાડી છે. આ સેટલમેન્ટ યોજના શેર માટે છે અને વૈકલ્પિક છે. એટલે કે વેપારીઓ ઇચ્છે તો તેને પસંદ કરી શકે છે. નવો નિયમ 1 જાન્યુઆરી, 2022 થી અમલમાં આવશે.
આ પણ વાંચો : Share Market : સતત બીજા દિવસે શેરબજારમાં ફ્લેટ ક્લોઝિંગ થયું, SENSEX 58,250 ઉપર બંધ થયો
આ પણ વાંચો: શેરબજારમાં રોકાણ કરનારાઓ માટે અગત્યના સમાચાર , SEBI લાગુ કરી રહી છે આ નવો નિયમ , જાણો શું પડશે અસર ?