Stock Update : શેરબજારની પ્રારંભિક તેજી વચ્ચે ક્યાં શેરમાં વધારો અને ક્યાં શેરમાં ઘટાડો નોંધાયો તે ઉપર કરો એક નજર

|

Oct 26, 2021 | 9:47 AM

BSE પર 2,592 શેરમાં વેપાર થઇ રહ્યો છે જેમાં 1,878 શેરો લાભ સાથે અને 613 શેર લાલ નિશાનમાં ટ્રેડ થઇ રહ્યા છે. આ સાથે BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ 264 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.

Stock Update : શેરબજારની પ્રારંભિક તેજી વચ્ચે ક્યાં શેરમાં વધારો અને ક્યાં શેરમાં ઘટાડો નોંધાયો તે ઉપર કરો  એક નજર
Symbolic Image

Follow us on

કારોબારી સપ્તાહના બીજા દિવસે શેરબજારો સારી સ્થિતિમાં ખુલ્યા છે. આજે સેન્સેક્સ 60,997 પર ખુલ્યો અને નિફ્ટી 18,154 પર કારોબાર શરૂ કર્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 23 શેરોમાં ખરીદારી અને 7 શેરોમાં વેચવાલી જોવા મળી રહી છે. ટેક મહિન્દ્રાના શેર 5%, ટાટા સ્ટીલ અને ભારતી એરટેલના શેર 1% ઉપર છે. ICICI બેંકનો શેર 1% નીચે છે.

BSE પર 2,592 શેરમાં વેપાર થઇ રહ્યો છે જેમાં 1,878 શેરો લાભ સાથે અને 613 શેર લાલ નિશાનમાં ટ્રેડ થઇ રહ્યા છે. આ સાથે BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ 264 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. સોમવારે સેન્સેક્સ 145.43 પોઈન્ટ્સ અથવા 0.24% વધીને 60,967 પોઈન્ટ પર અને નિફ્ટી 10.50 પોઈન્ટ્સ અથવા 0.06% વધીને 18,125 પોઈન્ટ પર બંધ થયો હતો.

આજે સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.43 ટકાની મજબૂતી દેખાઈ રહી છે જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સમાં 0.64 ટકા વધીને કારોબાર થઈ રહ્યો છે. બેન્ક નિફ્ટી 0.09 ટકા વધારાની સાથે 41,231 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

ઑટો, મેટલ, આઈટી, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, રિયલ્ટી, ફાર્મા, પીએસયુ બેન્ક, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ઑટો અને ઑયલ એન્ડ ગેસ વધારા સાથે જોવા મળી રહ્યા છે જ્યારે પ્રાઈવેટ બેન્ક શેરોમાં ઘટાડો જોવાને મળ્યો છે.

બજારની તેજી વચ્ચે ક્યાં શેરમાં વધારો અને ક્યાં શેરમાં ઘટાડો નોંધાયો તે ઉપર કરીએ એક નજર

લાર્જકેપ
વધારો : ટેક મહિન્દ્રા, ટાટા મોટર્સ, બજાજ ફાઈનાન્સ, ટાટા સ્ટીલ, એસબીઆઈ લાઈફ, બજાજ ફિનસર્વ, એચસીએલ ટેક અને આઈશર મોટર્સ
ઘટાડો : આઈસીઆઈસીઆઈ બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક, એક્સિસ બેન્ક, ઓએનજીસી, કોલ ઈન્ડિયા અને પાવર ગ્રિડ

મિડકેપ
વધારો : આઈઆરસીટીસી, એમફેસિસ, આઈસીઆઈસીઆઈ સિક્યોરિટી, ઈન્ફો એજ અને આઈડીએફસી ફર્સ્ટ બેન્ક
ઘટાડો : અદાણી પાવર, ઑયલ ઈન્ડિયા, કંસાઈ નેરોલેક, જેએસડબ્લ્યુ એનર્જી અને ટોરેન્ટ ફાર્મા

સ્મોલકેપ
વધારો : ગુજરાત અપોલો, સેન્ટ્રમ કેપિટલ, જાગરણ પ્રકાશન, મંગલમ ઓરગન અને ગોદાવરી પાવર
ઘટાડો : સિએટ, રેલ વિકાસ, ડીબી રિયલ્ટી, થેમિસ મેડિકેર અને ઈઝી ટ્રિપ

આ પણ વાંચો :  Share Market : મજબૂત વૈશ્વિક સંકેત સાથે શેરબજારની જોરદાર શરૂઆત, Sensex 61360 સુધી ઉછળ્યો

આ પણ વાંચો : 7th Pay Commission : કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર, ઓક્ટોબરના પગારમાં 3 ભથ્થાંનો લાભ મળશે,જાણો વિગતવાર

Next Article