SEBI Study: સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) દ્વારા એક અભ્યાસ બહાર પાડવામાં આવ્યો છે. આ મુજબ ઇક્વિટી ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ (F&O) ટ્રેડિંગમાં 10માંથી 9 ટ્રેડર્સને નુકસાન થયું છે.
રિપોર્ટ અનુસાર, FY24માં 91.5% ઓપ્શન ટ્રેડર્સને નુકસાન થયું હતું. જ્યારે 60% ને ફ્યુચર્સમાં નુકસાન થયું હતું. FY22-24 વચ્ચે ટ્રેડર્સે ટ્રાન્ઝેક્શન ખર્ચ પર રૂ. 50,000 કરોડનો ખર્ચ કર્યો હતો. રૂ. 50 હજાર કરોડમાંથી લગભગ રૂ. 25,000 કરોડ દલાલો પર ખર્ચવામાં આવ્યા હતા. તે જ સમયે, રૂ. 13,800 કરોડ STT, GST અને સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવામાં આવી હતી. ટ્રેડર્સે એક્સચેન્જ ફી તરીકે રૂ. 10,200 કરોડ ચૂકવ્યા હતા.
FY24 માં, દરેક ટ્રેડરે સરેરાશ 26,000 કરોડ રૂપિયાનો F&O ટ્રાન્ઝેક્શન ચાર્જ ચૂકવ્યો હતો. ટ્રાન્જેક્શ ખર્ચના લગભગ 51% બ્રોકરેજ છે અને લગભગ 20% એક્સચેન્જ ફી છે. જેટલી મોટી રકમનો ટ્રેડ થાય છે, તેટલું મોટું નુકસાન. SEBIના F&O ટ્રેડિંગ પરના નવા અભ્યાસ મુજબ, ₹1 કરોડથી વધુના ઓપ્શન પ્રીમિયમવાળા 95% ટ્રેડરને FY22-24 વચ્ચે નુકસાન થયું હતું, જ્યારે ₹1 લાખ-₹1 કરોડના વિકલ્પ પ્રીમિયમવાળા 93.8% ટ્રેડરને FY22-24 વચ્ચે નુકસાન થયું હતું.
₹1 લાખ કરતા ઓછા ઓપ્શન પ્રીમિયમ ધરાવતા 91.5% ટ્રેડર્સને FY22-24 વચ્ચે નુકસાન થયું હતું. 30 વર્ષથી ઓછી ઉંમરના F&O ટ્રેડર્સની સંખ્યા FY23માં 31% થી વધીને FY24 માં 43% થઈ ગઈ છે. F&O સેગમેન્ટમાં FY24માં 93% યુવા ટ્રેડર્સને નુકસાન થયું હતું.
₹5 લાખથી ઓછી વાર્ષિક આવક ધરાવતા F&O ટ્રેડર્સની ભાગીદારી વધીને 76% થઈ ગઈ છે. ભાગીદારી FY22 માં 71% થી વધીને FY24 માં 76% થઈ. F&O ટ્રેડિંગ સાથે સંકળાયેલા મોટાભાગના ટ્રેડર્સ મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના છે.