ભારતીય શેરબજાર આજે પણ સપાટ કારોબાર દર્શાવી રહ્યું છે. આજના શરૂઆતી કારોબારમાં મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં મજબૂતી જોવા મળી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ વધારા સાથે કારોબાર કરી રહ્યા છે જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં નજીવોઘટાડો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સમાં સરિસ્થિતિમાં કારોબાર થઈ રહ્યો છે.બેન્ક નિફ્ટી 36,847.25 ના સ્તર પર જોવા મળ્યો હતો.
એફએમસીજી, ફાર્મા, રિયલ્ટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું જ્યારે ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, આઈટી, મેટલ, પીએસયુ બેન્ક અને પ્રાઈવેટ બેન્ક શેરોમાં વધારો જોવા મળ્યો છે.
આજના પ્રારંભિક કારોબારમાં ક્યાં શેરમાં વધારો અને ક્યાં શેરમાં ઘટાડો જોવા મળ્યો તે ઉપર કરીએ એક નજર
લાર્જકેપ
ઘટાડો : એસબીઆઈ લાઈફ, હિરોમોટોકૉર્પ, શ્રી સિમેન્ટ, એક્સિસ બેન્ક, વિપ્રો, ટેક મહિન્દ્રા અને યુપીએલ
વધારો : ટાટા મોટર્સ, નેસ્લે ઈન્ડિયા, ઓએનજીસી, આઈઓસી, હિંડાલ્કો અને કોટક મહિન્દ્રા બેન્ક
મિડકેપ
ઘટાડો : આઈઆરસીટીસી, હિંદુસ્તાન એરોન, ઑયલ ઈન્ડિયા, અંજતા ફાર્મા અને અપોલો હોસ્પિટલ
વધારો : ફ્યુચર રિટેલ, અદાણી પાવર, જેએસડબ્લ્યુ એનર્જી, ક્રિસિલ અને ન્યુ ઈન્ડિયા એસ્યોર
સ્મોલકેપ
ઘટાડો : ઉત્તમ શુગર, સાર્દા એનર્જી, અનંત રાજ, શ્રી રેણુકા અને ટ્રેક
વધારો : ચલેટ હોટલ્સ, ફ્યુચર સપ્લાય, જેકે બેન્ક, ન્યુલેન્ડ લેબ અને ગોદાવરી પાવર
શેરબજારમાં સતત ત્રણ દિવસથી સપાટ કારોબાર
આજે સતત ત્રીજા દિવસે શેરબજાર(Share Market) ફ્લેટ ખુલ્યું છે. આજે સેન્સેક્સ(Sensex) 58,172 પોઇન્ટની સપાટીએ ખુલ્યો છે અને નિફ્ટી(Nifty)એ 17,312 પોઇન્ટ પર કારોબાર શરૂ કર્યો હતો. હાલ બન્ને મુખ્ય ઇન્ડેક્સ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અગાઉના બે સત્રમાં પણ બજારમાં કારોબારના અંતે કોઈ ખાસ ઉતાર – ચઢાવ જોવા મળ્યો ન હતો.
શું બજારની તેજી ઉપર બ્રેકે લાગશે ?
એવેન્ડસ કેપિટલ પબ્લિક માર્કેટ્સ ઓલ્ટરનેટ સ્ટડીઝ એલએલપીના સીઈઓ એન્ડ્રુઝ હોલેન્ડએ કહ્યું છે કે આગામી કેટલાક દિવસોમાં શેરબજારમાં 10 ટકા સુધીની નબળાઈ નોંધાઈ શકે છે. કરેક્શન સહિતના કારણોસર તેમણે આ અનુમાન દર્શાવ્યા છે.
આ પણ વાંચો : Healthium Medtech IPO : ભંડોળ એકત્ર કરવા કંપની લાવી રહી છે રોકાણ માટેની તક , જાણો વિગતવાર