Stock Update : નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે સ્થાનિક શેરબજાર(Share Market)માં વેચવાલી જોવા મળી રહી છે. કોરોના વાયરસના નવા વેરિએન્ટના કારણે વિશ્વભરના બજારોમાં અનિશ્ચિતતાની સ્થિતિ છે. પ્રારંભિક કારોબારમાં સેન્સેક્સ આજે 200થી વધુ પોઈન્ટ તૂટ્યો છે જ્યારે નિફ્ટી 17150ની નજીક આવી ગયો છે.
બેંક અને ઓટો શેરોમાં આજે વેચવાલી જોવા મળી રહી છે. જોકે રિયલ્ટી, આઈટી અને મેટલ શેરોમાં ખરીદારી છે. ફાર્મા શેરો પણ દબાણ હેઠળ છે. લાર્જકેપ શેરોમાં વેચવાલી જોવા મળી રહી છે, સેન્સેક્સ 30ના 24 શેર લાલ નિશાનમાં છે. આજના ટોપ ગેનર્સમાં TECHM, HDFC, LT, ULTRACEMCO, HINDUNILVR અને TCS નો સમાવેશ થાય છે. જ્યારે ટોપ લૂઝર્સમાં MARUTI, INDUSINDBK, NTPC, HDFCBANK, BAJFINANCE અને ઇન્ફોસિસનો સમાવેશ થાય છે.
બેન્કિંગ, ઑટો, આઈટી, મેટલ, ફાર્મા, પ્રાઈવેટ બેન્ક, હેલ્થકેર અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં વેચવાલીનું દબાણ છે. બેન્ક નિફ્ટી ઘટાડા સાથે કારોબાર કરે છે જ્યારે ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, પીએસયુ બેન્ક, રિયલ્ટી અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં મજબૂતી જોવા મળી છે
એક નજર કારોબાર દરમ્યાન શેર્સના ઉતાર – ચઢાવ ઉપર
લાર્જકેપ
ઘટાડો : મારૂતિ સુઝુકી, આઈઓસી, ઈન્ડસઈન્ડ બેન્ક, આઈશર મોટર્સ, ઓએનજીસી અને કોલ ઈન્ડિયા
વધારો : ટેક મહિન્દ્રા, હિંડાલ્કો, બ્રિટાનિયા, એલએન્ડટી, એચડીએફસી, અલ્ટ્રાટેક સિમેન્ટ અને વિપ્રો
મિડકેપ
ઘટાડો : ભારત ફોર્જ, ઈમામી, આઈઆરસીટીસી, આદિત્ય બિરલા ફેશન અને ઈન્ડિયન હોટલ્સ
વધારો : એબી કેપિટલ, ગ્લેક્સોસ્મિથ, ગોદરેજ પ્રોપર્ટી, હનીવેલ ઑટોમોટિવ અને જુબિલન્ટ ફૂડ
સ્મોલકેપ
ઘટાડો : પ્રકાશ ઈન્ડસ્ટ્રીઝ, સાગર સિમેન્ટ, યુનિકેમ લેબ્સ, ડેટામેટિક્સ ગ્લોબલ અને નિયોજેન
વધારો : એરિસ લાઈફ, યુકેલ ફ્યુલ, ધનવર્ષા ફિનસર્વ, ઈન્ડો કાઉન્ટ અને કોપરણ
સેન્સેક્સના 30 માંથી 24 શેર તૂટયાં
સેન્સેક્સના 30 શેરોમાંથી 24 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે 6 સ્ટોક લીડમાં છે. બજાજ ફાઇનાન્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એચડીએફસી બેંક, કોટક મહિન્દ્રા બેંક, સન ફાર્મા, એક્સિસ બેંક, બજાજ ઓટોમાં ઘટાડો દર્જ થયો છે. રિલાયન્સ, ટેક મહિન્દ્રા, અલ્ટ્રાટેક સિમેન્ટ અને અન્યનો ગેઈનર્સમાંસમાવેશ થાય છે.
ગત સપ્તાહના કારોબારની સ્થિતિ
અગાઉના સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં કોરોનાના નવા વેરિઅન્ટના માર્કેટમાં ગભરાટ જોવા મળ્યો હતો જેના કારણે બજાર તૂટ્યું હતું. આ કારણોસર ગત સપ્તાહની શરૂઆત ખૂબ જ સાવધાની સાથે થઈ હતી અને સપ્તાહના પ્રથમ બે દિવસ બજાર લગભગ સ્થિર રહ્યું હતું. જે બાદ આગામી બે દિવસ એટલે કે ડિસેમ્બરના પહેલા બે દિવસ સુધી માર્કેટમાં વધારો જોવા મળ્યો અને સેન્સેક્સ 57064ના સ્તરથી વધીને 58461ના સ્તરે પહોંચી ગયો. જો કે સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે બજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો અને સેન્સેક્સ 765 પોઈન્ટના ભારે ઘટાડા સાથે 57696 ના સ્તર પર બંધ થયો હતો.
આ પણ વાંચો : Opening Bell : નબળાં વૈશ્વિક સંકેત વચ્ચે પ્રારંભિક કારોબારમાં નરમાશ, Sensex 57,350 નીચે સરક્યો
Published On - 10:04 am, Mon, 6 December 21