Stock Update : પ્રારંભિક કારોબારમાં ક્યા શેરમાં ઘટાડો અને ક્યા શેરમાં વધારો દર્જ થયો તે ઉપર કરો એક નજર

|

Jun 16, 2021 | 11:20 AM

Stock Update : આજે સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે સ્થાનિક શેર બજારમાં પ્રારંભિક ઉત્તર - ચઢાવ દેખાઈ રહ્યા છે. સપાટ શરૂઆત સાથે બજાર હાલ લાલ નિશાન નીચે દેખાઈ રહ્યું છે.

Stock Update : પ્રારંભિક કારોબારમાં ક્યા શેરમાં ઘટાડો અને ક્યા શેરમાં વધારો દર્જ થયો તે ઉપર કરો એક નજર
Stock Update

Follow us on

Stock Update : આજે સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે સ્થાનિક શેર બજારમાં પ્રારંભિક ઉત્તર – ચઢાવ દેખાઈ રહ્યા છે. સપાટ શરૂઆત સાથે બજાર હાલ લાલ નિશાન નીચે દેખાઈ રહ્યું છે. આજે બીએસઈ સેન્સેક્સ 9 પોઇન્ટની મજબૂતી સાથે ખુલ્યો જ્યારે એનએસઈ નિફ્ટી 22 પોઇન્ટના ઘટાડા સાથે કારોબાર શરૂ થયો હતો.

NSEના સેક્ટરોયિલ ઈન્ડેક્સ મુજબ આજે ઑટો, એફએમસીજી, આઈટી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક અને રિયલ્ટી શેરોમાં ખરીદારી જોવાને મળી રહી છે જ્યારે ફાઈનાન્શિયલ સર્વિસ અને પ્રાઈવેટ બેન્ક શેરોમાં વેચવાલીની અસર દેખાઈ રહી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

પ્રારંભિક કારોબારમાં ક્યાં શેરમાં ઘટાડો અને ક્યાં શેરમાં વધારો દર્જ થયો તે ઉપર કરો એક નજર

દિગ્ગજ શેર
ઘટાડો : અદાણી પોર્ટ્સ, પાવર ગ્રિડ, હિંડાલ્કો, બજાજ ફાઈનાન્સ, જેએસડબ્લ્યુ સ્ટીલ અને એચસીએલ ટેક
વધારો : ટાટા કંઝ્યુમર, યુપીએલ, ઓએનજીસી, કોલ ઈન્ડિયા, આઈટીસી અને એચયુએલ

મિડકેપ શેર
ઘટાડો : અદાણી ટ્રાન્સફર, અદાણી પાવર, અદાણી ગ્રીન એન્ટરપ્રાઈઝ અને એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ
વધારો : ફ્યુચર રિટેલ, ન્યુ ઈન્ડિયા એસ્યોર, જુબિલન્ટ ફૂડ્ઝ, ક્રિસિલ અને પાવર ફાઈનાન્સ

સ્મૉલકેપ શેર
ઘટાડો : અદાણી ટોટલ ગેસ, મેજેસ્કો, એક્શન કંસ્ટ્રક્શન, એફડીસી અને ગ્રીનપ્લાય ઈન્ડસ્ટ્રીઝ
વધારો : સાગર સિમેન્ટ, એસ એચ કેલ્કર, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ઈન્ફ્રા, રેમ્કીઝ ઈન્ફ્રા અને રિલાયન્સ કેપિટલ

 

Published On - 10:18 am, Wed, 16 June 21

Next Article