
ડિવિડન્ડની ચુકવણી માટેની રેકોર્ડ તારીખ મંગળવાર, 10 સપ્ટેમ્બર, 2024 હશે. કાયદા મુજબ સમય મર્યાદામાં ડિવિડન્ડ ચૂકવવામાં આવશે. કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક ભારતીય સમય અનુસાર સાંજે 04:30 વાગ્યે શરૂ થઈ હતી અને સાંજે 04:45 વાગ્યે સમાપ્ત થઈ હતી.

અત્યાર સુધીમાં વેદાંતાએ રોકાણકારો માટે 35 થી વધુ વખત ડિવિડન્ડ જાહેર કર્યું છે. કંપનીએ 02 ઓગસ્ટ, 2024ના રોજ રૂ. 4, 24 મે, 2024ના રોજ રૂ. 11, ડિસેમ્બર 27, 2023ના રોજ રૂ. 11 અને 30 મે, 2023ના રોજ રૂ. 18.50 પ્રતિ ડિવિડન્ડની જાહેરાત કરી હતી.