શેરબજારમાં દિવાળી પહેલાની દિવાળી, દિવસની શરૂઆતમાં સેન્સેક્સ 1200 પોઈન્ટની સપાટીએ પહોંચ્યો

|

Oct 04, 2022 | 10:59 AM

શરૂઆતના કારોબારમાં સેન્સેક્સમાં 1200થી વધુ પોઈન્ટનો વધારો થયો છે. અને ઈન્ડેક્સ 58 હજારની સપાટીને પાર કરી ગયો છે. આ જ પ્રથમ કલાકમાં નિફ્ટીએ પણ 350 પોઈન્ટથી વધુનો વધારો નોંધાવ્યો છે.

શેરબજારમાં દિવાળી પહેલાની દિવાળી, દિવસની શરૂઆતમાં સેન્સેક્સ 1200 પોઈન્ટની સપાટીએ પહોંચ્યો
Sensex at High Position

Follow us on

સોમવારના ઘટાડા બાદ મંગળવારે શેરબજાર(Stock Market )માં તેજી જોવા મળી છે. આજે શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ(Sensex) 1200 પોઈન્ટથી વધુ ઉછળ્યો છે. અને ઈન્ડેક્સ 58 હજારની સપાટીને પાર કરી ગયો છે. આ જ પ્રથમ કલાકમાં નિફ્ટીએ પણ 350 પોઈન્ટથી વધુનો વધારો નોંધાવ્યો છે. આજની તેજી સાથે, બજારે સોમવારે સમગ્ર નુકસાનની ભરપાઈ કરી છે. પ્રથમ કલાક દરમિયાન બજારના તમામ સેક્ટર ઈન્ડેક્સ લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. આઈટી અને બેન્કિંગ સેક્ટરના ઈન્ડેક્સમાં સૌથી વધુ ખરીદી જોવા મળી રહી છે.

કેવો રહ્યો આજનો ઓપનિંગ બિઝનેસ

આજે કારોબારની શરૂઆતથી જ બજારમાં તેજી જોવા મળી છે. પહેલા કલાકમાં સેન્સેક્સ 56,788.81ના પાછલા બંધ સ્તરની સામે 58,035.69ના ઉપલા સ્તરે પહોંચી ગયો હતો.એટલે કે તેણે મહત્તમ 1246 પોઈન્ટનો વધારો નોંધાવ્યો છે. તે જ સમયે, નિફ્ટી 17,249.20 ના સ્તર પર પહોંચી ગયો હતો. જે અગાઉના 16,887.35ના બંધ સ્તર કરતાં 362 પોઈન્ટ વધુ છે. સેન્સેક્સમાં સમાવિષ્ટ કંપનીઓમાં ઈન્ડસઈન્ડ બેંક, બજાજ ફાઈનાન્સ, લાર્સન એન્ડ ટુબ્રો, એસબીઆઈ, એક્સિસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી, ટીસીએસ, ટાટા સ્ટીલ અને બજાજ ફિનસર્વ સૌથી વધુ વધ્યા હતા. અગાઉના ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ 638.11 પોઈન્ટ ઘટીને 56,788.81 પોઈન્ટ પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 207 પોઈન્ટના ઘટાડા સાથે 16,887.35 પોઈન્ટ પર હતો. એશિયાના અન્ય બજારોમાં, સિઓલ અને ટોક્યોના સૂચકાંકો ઉછાળા પર નોંધાયા હતા. સોમવારે યુએસ શેરબજારો નોંધપાત્ર વધારા સાથે બંધ થયા હતા.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

સેક્ટરનું પ્રદર્શન કેવું રહ્યું?

આજના કારોબારમાં સર્વાંગી પ્રગતિ જોવા મળી રહી છે. એટલે કે તમામ ક્ષેત્રના સૂચકાંકો ગ્રીન સિગ્નલમાં છે. બેન્કિંગ અને આઈટી સેક્ટર ઈન્ડેક્સ 2.5 ટકાથી વધુ વધ્યો છે. બીજી તરફ મેટલ સેક્ટરના સૂચકાંકો 2 ટકાથી વધુના વધારા સાથે કારોબાર કરી રહ્યા છે. આજે દિગ્ગજ શેરોમાં ખરીદી જોવા મળી રહી છે. નિફ્ટીમાં 2 ટકાથી વધુના વધારા સામે સ્મોલકેપ 50 લગભગ 1.5 ટકાના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો છે.

Published On - 10:51 am, Tue, 4 October 22

Next Article