
ક્વાલીટેક લેબ્સ કંપનીના શેરનું આજે 29 જાન્યુઆરીના રોજ જોરદાર લિસ્ટિંગ થયું છે. કંપનીના શેર BSE પર 90 ટકાના પ્રીમિયમ સાથે 190 રૂપિયા પર લિસ્ટ થયા છે. કંપનીએ IPO માટે શેર દીઠ 100 રૂપિયાનો પ્રાઇસ બેન્ડ નક્કી કર્યો હતો. જે રોકાણકારોને આઈપીઓ દ્વારા શેર લાગ્યા હતા તેઓને 99.50 રૂપિયા સુધીનો નફો કર્યો છે. તમને જણાવી દઈએ કે, ક્વાલીટેક લેબ્સ કંપનીનું લિસ્ટિંગ BSE પર થયું છે.
ક્વાલીટેક લેબ્સનું શેરબજારમાં લિસ્ટિંગ થયું ત્યારબાદ થોડા સમયમાં કંપનીના શેરમાં 5 ટકાનો વધારો જોવા મળ્યો છે. જે બાદ BSE પર કંપનીના શેરના ભાવ 199.50 રૂપિયાના સ્તરે પહોંચી ગયા હતા. આજે પહેલા દિવસે જ શેરના ભાવમાં અપર સર્કિટ લાગી છે.
ક્વાલીટેક લેબ્સનો IPO 18 જાન્યુઆરીએ રોકાણકારો માટે ખોલવામાં આવ્યો હતો. 23 જાન્યુઆરી સુધી રિટેલ રોકાણકાર તેમાં દાવ લગાવી શકતા હતા. સબ્સ્ક્રિપ્શન ઓપનિંગના આ 3 દિવસ દરમિયાન IPO 65 થી વધુ ગણો સબસ્ક્રાઇબ થયો હતો. તમને જણાવી દઈએ કે, છેલ્લા દિવસે કંપનીનો આઈપીઓ સૌથી વધારે 58.95 ગણો સબસ્ક્રાઈબ થયો હતો.
કંપનીના IPO માં 1200 જેટલા શેરનો એક લોટ હતો. જેના કારણે રોકાણકારોએ ઓછામાં ઓછા 1,20,000 રૂપિયાનો દાવ લગાવવાનો હતો. તમને જણાવી દઈએ કે IPO સંપૂર્ણ રીતે ફ્રેશ ઈશ્યુ પર આધારિત હતો. રોકાણકારોને 19.64 લાખ નવા શેર જાહેર કરવામાં આવ્યા છે. IPOનું કદ 19.64 કરોડ રૂપિયા હતું.
આ પણ વાંચો : સરકારી કંપની IFCI એ રોકાણકારોને આપ્યું મલ્ટીબેગર રિટર્ન, માત્ર એક મહિનામાં રૂપિયા ડબલ
IPO પહેલા પ્રમોટરોનું કુલ હોલ્ડિંગ 99.99 ટકા હતું. IPO બાદ હિસ્સો ઘટીને 73.35 ટકા પર આવી ગયો છે. કંપનીના પ્રમોટર્સ આલોક કુમાર અગ્રવાલ, અંતર્યામી નાયક, કમલ ગ્રોવર અને TIC સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડ છે.