
ઓરિએન્ટ ગ્રીન પાવરે તેના રાઈટ્સ ઈશ્યુનું કદ ઘટાડીને 250 કરોડ રૂપિયા કર્યું છે. ડિસેમ્બર 2023 માં કંપનીના બોર્ડે 300 કરોડ સુધીના ફાળવેલ ભંડોળ સાથે રાઈટ બેસિસ પર ઈક્વિટી શેર ઇશ્યૂ કરવાની મંજૂરી આપી હતી. ત્યારબાદ 2 ફેબ્રુઆરીના રોજ રાઈટ્સ ઈશ્યૂ કમિટીની મીટિંગ દરમિયાન તેની સાઈઝમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
રિન્યુએબલ એનર્જી કંપની ભારત અને યુરોપમાં વિન્ડ ફાર્મનો પોર્ટફોલિયો વિકસાવે છે અને તેનું સંચાલન કરે છે. બજેટ 2023ના કારણે સ્ટોક ફોકસમાં રહ્યા છે. જેમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે ભારતની વિશાળ ઓફશોર વિન્ડ એનર્જી સંભવિતતાનો ઉપયોગ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીને ગ્રીન એનર્જી સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે સંસાધનોની ફાળવણી કરી હતી.
ઓરિએન્ટ ગ્રીન પાવરના શેરમાં ગયા સપ્તાહના છેલ્લા ત્રણ દિવસમાં 15 ટકાનો ઉછાળો આવ્યો હતો. શેરમાં સતત 5 ટકાની અપર સર્કિટ જોવા મળી હતી. છેલ્લા એક વર્ષમાં શેરે 240 ટકાથી વધુનો વધારો નોંધાવ્યો છે. 1 ફેબ્રુઆરીના રોજ કંપનીએ માહિતી આપી હતી કે, તેની સંપૂર્ણ માલિકીની પેટા કંપની ડેલ્ટા રિન્યુએબલ એનર્જીના બોર્ડે બે તબક્કામાં સૌર ઉર્જા ક્ષમતા વિકસાવવા માટે મંજૂરી આપી છે.
પ્રથમ તબક્કો તમિલનાડુ રાજ્યમાં 19.8 મેગાવોટનો સોલાર પાવર પ્રોજેક્ટ અને બીજા તબક્કામાં 19.8 મેગાવોટનો સોલાર પાવર પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. બંને પ્રોજેક્ટ EPC કોન્ટ્રાક્ટર દ્વારા વિકસાવવાની દરખાસ્ત છે.
આ પણ વાંચો : IPO ભરતા લોકો માટે સારા સમાચાર, વધુ એક સોલાર કંપની લાવી રહી છે આઈપીઓ, જાણો ક્યારથી કરી શકાશે રોકાણ
ઓરિએન્ટ ગ્રીન પાવર કંપની લિમિટેડમાં લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એટલે કે LIC નો પણ હિસ્સો છે. ભારતીય જીવન વીમા નિગમ સપ્ટેમ્બર 2023 સુધીમાં 1.58 ટકાનો સૌથી મોટો જાહેર સંસ્થાકીય હિસ્સો ધરાવે છે. છેલ્લા છ મહિનામાં આ શેર 138 ટકા વધ્યા છે. આ સમયગાળા દરમિયાન તેના ભાવ 9.48 રૂપિયા વધ્યા હતા. શેરે એક વર્ષમાં 94 ટકા સુધીનું વળતર આપ્યું છે. જો ત્રણ વર્ષની વાત કરીએ તો 900 ટકાનું બમ્પર રિટર્ન આપ્યું છે. કંપનીનું માર્કેટ કેપ અંદાજે 2,208.59 કરોડ રૂપિયા છે.