
ભારતીય બજારો માટે સારા સંકેતો મળી રહ્યા છે. GIFT નિફ્ટીમાં થોડો વધારો જોવા મળ્યો. એશિયા મજબૂત છે. ડાઉ ફ્યુચર્સ પણ સવારે ઊંચા ટ્રેડિંગ કરી રહ્યા છે. બીજી તરફ, સારા રોજગાર ડેટા પછી, યુએસ ઇન્ડેક્સમાં સારી રિકવરી જોવા મળી. ડાઉ જોન્સ 200 થી વધુ પોઈન્ટ ઉપર ચઢ્યો. નાસ્ડેક પણ લગભગ એક ટકા ઉપર ટ્રેડિંગ કરી રહ્યો છે.
મુંબઈ આતંરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉગ્ર મારામારીનો બનાવ..પાર્કિંગ મુદ્દે ક્રિસ્ટલ સિક્યોરિટીના સ્ટાફ અને ડ્રાઈવર વચ્ચે બબાલ..એરપોર્ટ પર હાજર CISF જવાનોએ મામલો થાળે પાડ્યો..પોલીસે સ્થળ પર પહોંચીને સમગ્ર મામલો થાળા પાડ્યો.
દિલ્લીમાં સાંજે 5 વાગ્યે PM મોદીની અધ્યક્ષતામાં મળશે કેબિનેટની બેઠક..સુષ્મા સ્વરાજ ભવનમાં PMની અધ્યક્ષતામાં થશે બેઠક..મોદી સરકારના 11 વર્ષ મુદ્દે મહત્વપૂર્ણ બેઠક..ઓપરેશન સિંદૂર પછી કેબિનેટની પહેલી બેઠક..મોદી સરકારની સિદ્ધિ વિશે ચર્ચા કરાશે..કેટલાક મંત્રાલયો તેમના કામનું પ્રેઝેન્ટેશન આપશે..11 વર્ષમાં થયેલા કામોને લોકો સુધી પહોંચાડવા નિર્દેશ.
મોદી સરકારે વકફ કાયદાના અમલીકરણની તૈયારી શરૂ કરી દીધી છે…માહિતી અનુસાર વકફ મિલકતોના સંચાલન અને પારદર્શિતા માટે 6 જૂને ઉમ્મીદ પોર્ટલ શરૂ કરશે…કેન્દ્ર ટૂંક સમયમાં આ માટે રાજ્ય સરકારો સાથે પરામર્શ કરશે….નવી વેબસાઇટમાં દેશભરની વકફ મિલકતોની સંપૂર્ણ વિગતો હશે, જેમાં તેમના મુતવલ્લીઓની મિલકત પણ શામેલ હશે..
આજે, રેલવેના શેરમાં ઝડપી વૃદ્ધિ જોવા મળી રહી છે. RVNL લગભગ 7 ટકા વધ્યો અને ફ્યુચર્સમાં સૌથી વધુ લાભ મેળવનાર બન્યો. બીજી તરફ, રેલટેલ અને ટેક્સમાકો રેલ 9-10 ટકા વધ્યા.
ઓટો શેરોમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. ઇન્ડેક્સ લગભગ અડધા ટકા મજબૂત થયો. બ્રોકરેજના તેજીના અહેવાલના આધારે ટાટા મોટર્સ લગભગ 2 ટકા વધ્યો. પસંદગીના આઇટી અને મેટલ શેરોમાં પણ ખરીદી જોવા મળી. બીજી તરફ, રિયલ્ટીમાં પ્રોફિટ બુકિંગ અને જાહેર ક્ષેત્રની બેંકો પર દબાણ જોવા મળ્યું.
નોર્વેના કોંગ્સબર્ગ સાથે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા પછી, બુધવાર, 4 જૂનના રોજ ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિમિટેડના શેરમાં 10% સુધીનો ઉછાળો આવ્યો. પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો (PIB) દ્વારા કરવામાં આવેલી જાહેરાતમાં જણાવાયું છે કે આ MoU ભારત માટે સ્વદેશી રીતે તેનું પ્રથમ Polar Research Vessel (PRV) બનાવવાનો માર્ગ મોકળો કરશે.
આજે બજારની શરૂઆત તેજી સાથે થઈ હતી. સેન્સેક્સ 119.60 પોઈન્ટ અથવા 0.17 ટકાના વધારા સાથે 80,874.72 પર ટ્રેડ કરી રહ્યો છે જ્યારે નિફ્ટી 41.40 પોઈન્ટ અથવા 0.16 ટકાના વધારા સાથે 24,588.15 પર ટ્રેડ કરી રહ્યો છે.
સેન્સેક્સ-નિફ્ટી પ્રી-ઓપનિંગમાં સ્થિર રહ્યા. સેન્સેક્સ 71.79 પોઈન્ટ એટલે કે 0.09 ટકાના ઘટાડા સાથે 80,665.72 પર ટ્રેડ કરી રહ્યો છે જ્યારે નિફ્ટી 45.30 પોઈન્ટ એટલે કે 0.18 ટકાના ઘટાડા સાથે 24,497.20 પર ટ્રેડ કરી રહ્યો છે.
RBI ની નાણાકીય નીતિ સમિતિની બેઠક આજથી શરૂ થઈ રહી છે. શુક્રવારે RBI ની નીતિ જાહેર કરવામાં આવશે. રેપો રેટમાં સતત ત્રીજી વખત 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો થઈ શકે છે.
3 જૂનના રોજ, બજાર સતત ત્રીજા સત્રમાં ઘટાડા સાથે બંધ થયું અને નિફ્ટી 24,550 ની નીચે આવી ગયો. ટ્રેડિંગના અંતે, સેન્સેક્સ 636.24 પોઈન્ટ અથવા 0.78 ટકાના ઘટાડા સાથે 80,737.51 પર બંધ થયો અને નિફ્ટી 174.10 પોઈન્ટ અથવા 0.70 ટકાના ઘટાડા સાથે 24,542.50 પર બંધ થયો.
Published On - 8:46 am, Wed, 4 June 25