Stock Market Holiday: શું આવતીકાલે રામ નવમી પર શેરબજાર બંધ રહેશે ? વાંચો સ્ટોક માર્કેટનું હોલિડે લિસ્ટ

|

Apr 16, 2024 | 11:12 AM

Stock market holiday on Ram Navami: આવતીકાલે 17મી એપ્રિલે દેશભરમાં રામનવમીનો તહેવાર ઉજવવામાં આવશે. રામ નવમી પર દેશની મોટાભાગની શાળાઓ અને ઓફિસો બંધ છે. રામ નવમી ભગવાન રામની જન્મજયંતિ તરીકે દેશભરમાં ઉજવવામાં આવે છે.

Stock Market Holiday: શું આવતીકાલે રામ નવમી પર શેરબજાર બંધ રહેશે ? વાંચો સ્ટોક માર્કેટનું હોલિડે લિસ્ટ
Stock Market Holiday

Follow us on

સેન્સેક્સ 845 પોઈન્ટ તૂટ્યો. હવે આવતીકાલે 17મી એપ્રિલે દેશભરમાં રામનવમીનો તહેવાર ઉજવવામાં આવશે. રામ નવમી પર દેશની મોટાભાગની શાળાઓ અને ઓફિસો બંધ છે. દેશભરમાં ઉજવાતી રામ નવમી ભગવાન રામની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે.

હિંદુ ધર્મના અનુયાયીઓ માટે મહત્વપૂર્ણ તહેવાર ચૈત્ર મહિનાની નવમી તારીખે આવે છે, જે હિંદુ ચંદ્ર કેલેન્ડરનો પ્રથમ મહિનો છે. શેરબજારના કેલેન્ડર મુજબ, શેરબજાર એટલે કે BSE અને NSE બુધવાર, 17 એપ્રિલે રામ નવમીના કારણે બંધ રહેશે.

એપ્રિલ 2024માં શેરબજાર ક્યારે બંધ રહેશે ?

ભારતીય શેરબજાર આવતીકાલે, બુધવારે 17 એપ્રિલ 2024 ના રોજ રામ નવમીના અવસરે બંધ રહેશે. વર્ષ 2024માં શેરબજાર આટલા દિવસો સુધી બંધ રહેશે.

બપોરના સુવાથી શું થાય છે ? બપોરે સૂવુ જોઈએ કે નહીં ?
Slow train : કાચબાથી પણ ધીમી સ્પીડે ચાલે છે ભારતની આ ટ્રેન, જાણો કઇ છે આ ટ્રેન
પાણી ઠંડુ કરવાની સાથે ઘરની સફાઇમાં પણ ઉપયોગી છે બરફ, જાણો કેવી રીતે
આજનું રાશિફળ તારીખ : 16-05-2024
ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ

આ વર્ષ 2024 માટે શેરબજારની રજાઓની યાદી છે

1. 26 જાન્યુઆરી 2024: શુક્રવાર, પ્રજાસત્તાક દિવસ

3. 25 માર્ચ 2024: સોમવાર, હોળી

4. 29 માર્ચ 2024 શુક્રવાર, ગુડ ફ્રાઈડે

5. 11 એપ્રિલ, 2024: ગુરુવાર, ઈદ-ઉલ-ફિત્ર (રમઝાન ઈદ)

6. 17 એપ્રિલ 2024: બુધવાર, શ્રી રામ નવમી

7. 01 મે 2024: બુધવાર, મહારાષ્ટ્ર દિવસ

8. 17 જૂન 2024: સોમવાર, બકરીદ

9. 17 જુલાઈ 2024: બુધવાર, મોહરમ

10. 15 ઓગસ્ટ 2024: ગુરુવાર, સ્વતંત્રતા દિવસ/પારસી નવું વર્ષ

11. 02 ઓક્ટોબર 2024: બુધવાર, મહાત્મા ગાંધી જયંતિ

12. 01 નવેમ્બર 2024: શુક્રવાર, દિવાળી લક્ષ્મી પૂજા

13. 15 નવેમ્બર 2024: શુક્રવાર, ગુરુ નાનક જયંતિ

14. 25 ડિસેમ્બર 2024: બુધવાર, ક્રિસમસ

આ ઉપરાંત, 2024 માં સપ્તાહાંત દરમિયાન અન્ય પાંચ રજાઓ આવશે.

21 એપ્રિલ 2024 રવિવાર, શ્રી મહાવીર જયંતિ

7 સપ્ટેમ્બર 2024 શનિવાર, ગણેશ ચતુર્થી

12 ઓક્ટોબર 2024 શનિવાર, દશેરા

2 નવેમ્બર 2024 શનિવાર, દિવાળી-બલિપ્રતિપદા

Next Article