STOCK MARKET: આખરે બજારની વૃદ્ધિને લાગી બ્રેક, SENSEX 263.72 અને NIFTY 53.25 અંક તૂટ્યો

|

Jan 06, 2021 | 5:24 PM

આખરે ભારતીય શેરબજાર(STOCK MARKET)ની ગતિને બ્રેક લાગી છે. આજના કારોબારમાં સતત રહેલા ઉતાર - ચઢાવના અંતે SENSEX 263.72 અને NIFTY 53.25 અંકનો ઘટાડો દર્જ કરી બંધ થયા હતા.

STOCK MARKET: આખરે બજારની વૃદ્ધિને લાગી બ્રેક, SENSEX 263.72 અને NIFTY 53.25 અંક તૂટ્યો

Follow us on

આખરે ભારતીય શેરબજાર(STOCK MARKET)ની ગતિને બ્રેક લાગી છે. આજના કારોબારમાં સતત રહેલા ઉતાર – ચઢાવના અંતે SENSEX 263.72 અને NIFTY 53.25 અંકનો ઘટાડો દર્જ કરી બંધ થયા હતા. કારોબારના અંતે સેન્સેક્સમાં ૦.૫૪ ટકા અને નિફટીમાં ૦.૩૮ ટકાનું નુકશાન નોંધાયું છે. સતત ૯ ટ્રેડિંગ સત્રના વધારા ઉપર આજે બ્રેક લાગી છે અને માર્કેટમાં લાલ નિશાન નીચે કારોબાર બંધ થયો છે.

આજના કારોબારમાં રિલાયન્સ, ઈન્ફોસિસ, બજાજ ફાઇનાન્સ, એચયુએલ ટોપ લોસર્સ રહ્યા હતા. બજારમાં આઇટી અને એફએમસીજી ક્ષેત્રના વધુ વેચવાલી જોવા મળી હતી. આજે BSE માં ૪૮ ટકા શેરના ભાવ ઘટયા છે. તાજેતરની રેલીમાં ૧૯૩ લાખ કરોડની સપાટીને પર કરી ચુકેલી BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ રૂ. 192.41 લાખ કરોડ સુધી આવી ગઈ છે

નિફ્ટી ઈન્ડેક્સ 53.25 પોઇન્ટના ઘટાડા સાથે 14,146.25 પર બંધ રહ્યો હતો. ઇન્ડેક્સમાં આઇટીસી અને રિલાયન્સના શેરમાં 2 %થી વધુનો ઘટાડો થયો છે. આ ઉપરાંત બજાજ ફાઇનાન્સ, એચસીએલ ટેક અને એક્સિસ બેંકના શેર પણ 1% સુધી ઘટયા છે. પાવર ગ્રીડના શેર 4.39% વધીને 196.25 રૂપિયાની કિંમતે બંધ થયા છે. હિંડાલ્કો, ગેઇલ અને શ્રી સિમેન્ટમાં પણ 3% થી વધુનો ઉછાળો જોવા મળ્યો છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

આજના કારોબારની હાઇલાઇટ્સ
BSE માં 3,233 કંપનીઓના શેરોમાં કારોબાર થયો હતો
આજના કારોબાર દરમ્યાન 1,567 શેર ઘટ્યા છે.
184 શેરોમાં લોઅર સર્કિટ જ્યારે 521 શેરોમાં અપર સર્કિટ નોંધાઈ હતી.
BSE માં લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ ૧૯૨.૪૧ લાખ કરોડ નોંધાઈ

ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ 

બજાર              સૂચકઆંક              ઘટાડો 

સેન્સેક્સ        48,174.06       −263.72 

નિફટી          14,146.25        −53.25 

 

NIFTY 50 ઇન્ડેક્સમાં આજના ટોપ ગેઈનર્સ અને ટોપ લોસર્સ આ મુજબ રહયા હતા

 

Next Article