Stock Market : BSE ના માર્કેટ કેપમાં 1.5 લાખ કરોડનો ઘટાડો, શેરબજારમાં પ્રારંભિક ઘટાડાથી SENSEX 51,740.19 સુધી સરક્યો

|

Jun 21, 2021 | 10:11 AM

આજે શેરબજાર(Stock Market)માં સાપ્તાહિક કારોબારની શરૂઆત નરમાશ સાથે થઇ છે. આજે સોમવારે શેરબજારમાં સતત ત્રીજા દિવસે ઘટાડો નોંધાયો હતો. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 553 અંક ઘટીને 51,790 અને નિફ્ટી 152 અંક નીચે 15,530 પર કારોબાર કરતા નજરે પડયા હતા.

Stock Market : BSE ના માર્કેટ કેપમાં 1.5 લાખ કરોડનો ઘટાડો, શેરબજારમાં પ્રારંભિક ઘટાડાથી SENSEX 51,740.19 સુધી સરક્યો
stock market

Follow us on

આજે શેરબજાર(Stock Market)માં સાપ્તાહિક કારોબારની શરૂઆત નરમાશ સાથે થઇ છે. આજે સોમવારે શેરબજારમાં સતત ત્રીજા દિવસે ઘટાડો નોંધાયો હતો. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 553 અંક ઘટીને 51,790 અને નિફ્ટી 152 અંક નીચે 15,530 પર કારોબાર કરતા નજરે પડયા હતા.

આજે માર્કેટમાં ચારેતરફ વેચવાલી છે. શરૂઆતી કારોબારમાં બેંકિંગ અને નાણાકીય ક્ષેત્રના શેરમાં સૌથી મોટો ઘટાડો નોંધવામાં આવ્યો છે. નિફ્ટી બેન્ક ઇન્ડેક્સ 1.5% ઘટ્યો છે. ઇન્ડેક્સમાં આઈસીઆઈસીઆઈ બેંકનો શેર સૌથી વધુ 2% તૂટ્યોછે. એ જ રીતે, ઓટો , આઇટી અને રિયલ્ટી ક્ષેત્રના શેરોમાં ઘટાડો છે.

સેન્સેક્સમાં સમાવિષ્ટ 30 શેરોમાંથી 27 શેર ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. આઈસીઆઈસીઆઈ બેંકની સાથે એસબીઆઈ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ઇન્ડસઇન્ડ બેંક અને એલએન્ડટીમાં પણ ઘટાડો થયો છે.બીજી તરફ હિન્દુસ્તાન યુનિલિવર અને એનટીપીસીના શેર 1% કરતા વધુ વધ્યા છે. બીએસઈમાં 2,443 શેર પૈકી 1,583 શેર નરમાશ સાથે કારોબાર કરી રહ્યા છે પરિણામે લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ 225.83 લાખ કરોડ રૂપિયા સુધી સરકી છે જે શુક્રવારે 227.33 લાખ કરોડ રૂપિયા હતી.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

આજના કારોબારી સત્રના દિવસે ઘરેલૂ બજારમાં શરૂઆત ઘટાડાની સાથે થતી જોવામાં આવી રહી છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 51,740.19 સુધી નીચલા સ્તરે દેખાયો હતો જ્યારે નિફ્ટીએ 15,505.65 સુધી ગોથા લગાવ્યા. સેન્સેક્સ 0.85 ટકા અને નિફ્ટીમાં 0.70 ટકા સુધી નબળાઈ જોવા મળી હતી.

આજે સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં વેચવાલી જોવા મળી રહી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સમાં નબળાઈ દેખાય રહી છે જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં ઘટાડો દર્જ કરવામાં આવી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ નરમાશ સાથે કારોબાર થઈ રહ્યો છે.

સપ્તાહના પહેલા દિવસે ગ્લોબલ સંકેત નબળા જોવામાં આવી રહ્યા છે. SGX NIFTY 15600 નીચે દેખાયો છે. એશિયા અને DOW FUTURES પર પણ ખાસ દબાણ જોવાને મળી રહ્યુ છે. DOW JONES શુક્રવારના 500 પોઈન્ટથી વધારે તૂટ્યો હતો. 10 વર્ષની US બૉન્ડ યીલ્ડ 1.42 ટકા પર છે. એશીયાઈ બજાર નબળાઈની સાથે કારોબાર કરી રહ્યા છે. SGX NIFTY 204.50 અંક નીચે જોવામાં આવી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ આશેર 3.39 ટકા ઘટીને 27,980.87 ની આસપાસ દેખાયો છે. શાંઘાઈ કમ્પોઝિટમાં 0.15 ટકાનો નજીવો લાભ જોવા મળી રહ્યો છે.

 

Published On - 10:10 am, Mon, 21 June 21

Next Article